[:gj]સુરતના 20 લાખ લોકો હીજરત કરી રૂ.200 કરોડ ટિકિટ ભાડું ચૂકવશે[:]

[:gj]20 લાખ લોકો સુરત છોડે તો 100થી 200 કરોડ રૂપિયા ટિકિટ ભાડું થશે. જે સરકાર આપવાની નથી તેથી ગરીબ મજૂરો પર આફત આવી છે. ઓછામાં ઓછું રૂ. 500 ભાડું સરેરાશ ગણવામાં આવે તો આ સ્થિતિ છે કે 17 લાખ લોકો હીજરત કરવા લાઈનમાં છે.

સુરતમાંથી અગાઉ ક્યારેય ન થઇ હોઈ એટલા મોટા પ્રમાણમાં હવે હિજરત શરું થઇ છે. કોરોનાનું પહેલું લોકડાઉન આવ્યું ત્યારે સુરતના 1 લાખ હીરા ઘસુ અને 2 લાખ મજૂરોએ હિજરત કરી હતી. પણ સરકારે બીજા લોકોને વતન જવા ન દીધા હોવાથી રૂપાણી સરકાર સામે જાહેરમાં બે વખત બળવો કર્યો હતો. હવે સરકારે તમામને બહાર જવા માટે રૂપાણીએ મંજૂરી આપી હોવાથી 5 લાખ હીરા ઘસુઓ સૌરાષ્ટ્ર તરફ હિજરત કરશે. વળી 12 લાખ જેટલા કાપડ અને શેરડીના ખેતરના મજૂરો હિજરત કરશે..

આમ 17 લાખ લોકો સુરત છોડી દે એવી શક્યતા છે. અગાઉ 3 લાખ લોકોએ હીજરત કરી તેની સાથે 20 લાખ લોકો સુરત શહેર છોડી દે એવી અગાઉ ક્યારેય ઘટના બની ન હતી. પ્લેગ કે પૂર વખતે પણ આટલા મોટા પ્રમાણમાં થયું ન હતું.

સુરતમાં વસતા રત્નકલાકારોને લઇને સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. જેમાં રત્નકલાકારોને તેમના વતનમાં મોકલવાની વ્યવસ્થા સરકાર કરશે. સરકારે રત્નકલાકારો સમક્ષ શરતો મૂકી છે. જેમાં સુરતથી રત્નકલાકારો નીકળે ત્યારે સ્ક્રિનિંગ કરાશે.

સુરત શહેરના રત્નકલાકારોને લઇને અગત્યની જાહેરાત કરી છે. જેમાં શહેરના રત્નકલાકારોને પોતાના વતન સૌરાષ્ટ્રમાં મોકલતા સમયે સ્ક્રિનિંગ કરવામાં આવશે. બિમારીના લક્ષણ ધરાવતાં લોકોને મોકલવામાં આવશે નહીં.

સૌરાષ્ટ્ર જતા શ્રમિકોએ 1 મહિનો ત્યાં જ રહેવું પડશે.

CMO સચિવ અશ્વિની કુમારે રત્નકલાકરોને લઇને જણાવ્યું હતું કે જે સુરતથી સૌરાષ્ટ્ર જતા રત્નકલાકારને ફરજિયાત 14 દિવસ ક્વોરન્ટાઇન થવુ પડશે. સૌરાષ્ટ્ર જતા શ્રમિકોએ 1 મહિનો ત્યા જ રહેવા પડશે. શ્રમિકો 1 મહિનો સુધી પરત પાછા ફરી શકશે નહીં. સુરત છોડવાની મંજૂરી યોગ્ય સમયે આપવામાં આવશે.[:]