અમદાવાદમાં 7 દિવસમાં કોરોનાનો રોગ 300 ટકા વધી ગયો

મૃત્યુની સંખ્યા બમણી થઈ

અમદાવાદમાં કોરોનાના 1501 દર્દી થઈ ગયા છે. મૃત્યુઆંક 62 છે. 86 લોકો સારા થઈ ગયા છે. એક સપ્તાહ દરમિયાન સેમ્પલની સંખ્યા બમણી કરવામાં આવી છે. એક અઠવાડિયામાં કોરોનાના દર્દીઓની સંખ્યા ત્રણ સો ટકા વધારો થયો છે. હોટસ્પોટ બનેલા શહેરના કોટ વિસ્તારને બફર ઝોન જાહેર કરવામાં આવ્યો છે. છતાં કોટ વિસ્તારમાં કેસની સંખ્યામાં ઘટાડો થયો નથી. નવા પોકેટ ખુલી રહ્યા છે. સમગ્ર શહેર કોરોના સકંજામાં આવી ગયું છે.

15 એપ્રિલ સુધી 433 દર્દી હતા હવે 1500 થઈ ગયા છે. 7 દિવસમાં ત્રણ ગણો વધારો થયો છે.

એક સપ્તાહમાં 14 એપ્રિલ સુધી 6595 સેમ્પલ લેવામાં આવ્યા અને દર્દી 357 હતા. 15 એપ્રિલે સેમ્પલ ની સંખ્યા વધીને 7607 થઈ હતી જ્યારે કેસની સંખ્યા ૪૩૩ પહોંચી હતી 20 એપ્રિલ સુધી કુલ 14503 સેમ્પલના પરીક્ષણ કરવામાં આવ્યા હતા. 22 એપ્રિલ સુધી સેમ્પલ ની સંખ્યા 15920 થઈ હતી.