અમદાવાદ, 19 એપ્રિલ 2020
અમદાવાદના દાણીલીમડાના વરિષ્ઠ ફોજદાર વિક્રમ વસાવા કોટ વિસ્તારમાં કરફ્યુ નો કડક અમલ, બફરઝોન વિસ્તારમાં અવરજવરને નિયંત્રિત કરવા ઉપરાંત લોકોની સુરક્ષા સાથે સાથે જરૂરિયાત મંદોને જીવનજરૂરી ચીજવસ્તુઓ પહોંચાડવાની સામાજિક જવાબદારી પણ પોલીસ તંત્ર નિભાવી રહ્યુ છે. શહેરના દાણીલીમડામાં સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવે છે.
દાણીલીમડામાં કેટલાક લોકો કોરોનાના પોઝિટિવ જણાયા હતા. લોકો quarantine થવામાં કે સારવાર કરાવવા માટે કોઈપણ રીતે તૈયાર નહોતા. વસાવાએ તેમને સમજાવી સારવાર માટે હોસ્પિટલ મોકલી આપ્યા હતા.
વસાવા કહે છે કે ‘આ બધી કામગીરીમાં મને પણ અચાનક એક દિવસ સામાન્ય ખાંસી આવી હતી. જો કે મારી શારીરિક પ્રકૃતિ પણ એવી છે કે સિઝન બદલાય એટલે ખાંસી આવે. હું પણ એક પરિવારનો હિસ્સો છું એટલે મને પણ એક બીક પેસી ગઈ કે કદાચ મને તો પોઝીટીવ લક્ષણો તો નહીં હોયને. પણ એવા કોઈ પણ બહાના હેઠળ ઘેર રહેવાને બદલે હું સતત સાત દિવસ પોલીસ સ્ટેશનમાં જ રહ્યો. જો કે પોલીસ સ્ટેશનમાં પણ મેં સાવચેતીના તમામ પગલાં લીધા હતા. સારી વાત એ છે મેં કોરોનાનો ટેસ્ટ કરાવ્યો અને નેગેટિવ રિપોર્ટ આવ્યો હતો.”