રૂપાણીની હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓએ બીજા દર્દીઓની સેવા કરવી પડે છે

ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જાહેર કર્યું હતું કે રાતો રાત 2 હજાર પથારી વાળી સુવિધા ધરાવતી કોરોના હોસ્પિટલ ઊભી કરી દેવામાં આવી છે. નવરંગપુરા, ગુજરાત યુનિવર્સિટીની સમરસ હોસ્ટેલને હોસ્પિટલ જાહેર કરી છે. જેમાં શર્મનાક કામ થઈ રહ્યાં છે. દર્દીને બોજ સમજીને તેમને આભડછેડ રાખી દૂર રાખવામાં આવી રહ્યાં છે.

અમદાવાદ શહેરમાં દર્દીઓને વિશ્વ કક્ષાની સારવાર મળે છે, એવો દાવો ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી કરી રહ્યાં છે. પણ તેમની વાતની પોલ ખોલતો એક વિડિયો જાહેર થયો છે. જેમાં કોરોના દર્દીઓની સાર સંભાળ રાખવાની જવાબદારી નર્સ, ડોક્ટર કે અધિકારીઓની છે. પણ કોરોનાના દર્દીઓની સંભાળ રાખવાની જવાબદારી કોરોના દર્દીઓને સોંપવામાં આવી છે. વિશ્વમાં કોરોના માટે આ પ્રકારની એકમાત્ર હોસ્પિટલ અમદાવાદમાં છે, જેને અત્યંત શરમજનક બાબત માનવામાં આવી રહી છે.

2000 દર્દીઓને રાખવાની સુવિધા અહીં છે. હોસ્ટેલમાં સારવાર લઈ રહેલ સહેજાદ નામના એક દર્દી એ વાઈરલ કરેલા વીડિયોમાં સ્પષ્ટ જણાય છે કે કોરોના દર્દીઓને ચા નાસ્તો તેમજ ભોજન આપવાની જવાબદારી અન્ય પોઝિટિવ દર્દીઓને સોંપવામાં આવી છે. આ દર્દીઓ amc કર્મચારીઓ હોય તેવી શક્યતા પણ જોવા મળે છે. દર્દીઓને અન્ય પોઝિટિવ દર્દી દ્વારા ભોજન કે નાસ્તો આપવામાં આવે છે. તે સમયે કર્મચારીઓને સુરક્ષાના સાધનો પણ આપવામાં આવ્યા હોતા નથી.

જેના કારણે સંક્રમણ નો વ્યાપ વધી શકે છે. સારવાર લઈ રહેલા દર્દીઓના બેથી ત્રણ વખત રિપોર્ટ કરવામાં આવ્યા હોવા છતાં નેગેટિવ રિપોર્ટ આવતો નથી. જેના માટે મ્યુનિસિપલ કોર્પોરેશનની આ બેદરકારીને મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે. દર્દીઓને જે રૂમમાં રાખવામાં આવ્યા છે તેની સફાઈ પણ થતી નથી.

દર્દી દાખલ થાય તે સમયે જ તેમને એકસાથે પાંચથી સાત દિવસની દવા આપવામાં આવે છે. જે લેવાની જવાબદારી દર્દીની રહે છે. જો કોઇ દર્દી દવા ન લે તો તેની દરકાર લેવામાં આવતી નથી. સમરસ હોસ્ટેલમાં દિવસમાં બે વખત દર્દીઓના ટેમ્પરેચર ચકાસણી થાય છે, તે સિવાય કોઈ નિષ્ણાત તબિયત દ્વારા તપાસ કરવામાં આવતી નથી. cort-sum info – westertimes