મોદીએ ઉદઘાટન કર્યું તેના 5 મહિનામાં દ્વારકા સુદર્શન પુલમાં ભ્રષ્ટાચારના ગાબડા

Corruption flaws in Dwarka Bridge, within 5 months after Modi’s inauguration मोदी के उद्घाटन के बाद 5 महीने में 1 करोड़ के द्वारका सुदर्शन ब्रिज में भ्रष्टाचार

સુદર્શન પુલમાં પારાવાર ભ્રષ્ટાચાર કેવો થયો તે જાણો

બિહારમાં પુલો તુટી ગયા તે એસ.પી.સિંગલાએ પુલ બાંધ્યો

આંગળી વડાપ્રધાન મોદી સામે ચિંધવામાં આવી રહી છે

દિલીપ પટેલ
અમદાવાદ, 26 જુલાઈ 2024
રૂ. 1 હજાર કરોડના પ્રજાના નાણાંથી બનેલાં દ્વારકાના સિગ્નેચર પુલમાં 5 મહિનામાં જ ગાબડા પડી ગયા છે. જેનું નામ સુદર્શન સેતુ રાખવામાં આવ્યું છે. પણ ભ્રષ્ટાચારનું સુદર્શન ચક્ર અહીં ફરી રહ્યું છે. થોડા દિવસ પહેલાં સુદર્શન સેતુ પુલની દીવાલ ધસી પડી હતી. ભગવાન દ્વારકાધીશના ધામમાં પુલ બનાવવામાં ભ્રષ્ટાચાર થયો હોવાના આરોપો લાગી રહ્યાં છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 25 ફેબ્રુઆરી 2024માં ઉદ્ઘાટન કર્યું તેના 5 મહિનામાં જ પુલમાં ગાબડા પડી ગયા છે. પુલમાં જે કંઈ થયું તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલને જવાબદાર માનવામાં આવે છે.

ઓખા મેઇનલેન્ડ અને બેટ – દ્વારકા ટાપુને જોડતો આ પુલ જે સુદર્શન સેતુથી ઓળખાય છે. બ્રિજની ચમક હવે ક્યાંક ફીકી પડી ગઈ છે.

956 કરોડ રૂપિયાનો ખર્ચો દરિયાના પાણીમાં ડૂબી ગયા હોય એવું જ લાગી રહ્યું છે. 5 જ મહિનામાં બ્રિજના સળિયા દેખાવા લાગ્યા છે. પુલ પર પોપડા ઉખડવા લાગ્યા છે. પુલનું કામ હલકી ક્ક્ષાનું થયું છે. ભૂપેન્દ્ર સરકાર નહી જાગે તો મોરબી ઝુલતા પુલ જેવી દુર્ઘટ થઈ શકે છે.

પુલના સાંધા ખુલી ગયા છે. કેવા પ્રકારનું કામ કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવ્યું છે. ગુજરાતમાં અનેક પુલ બનાવામાં આવ્યા છે તેની કામગીરીને લઈને સવાલો ઉભા થયા છે. કોન્ટ્રક્ટર સામે કોઈ પગલાં ભરવામાં આવશે ખરી ? ભ્રસ્ટાચાર મોટા પ્રમાણમાં થયો હોય તેવું લાગી રહ્યું છે. તપાસ કરવાની માંગણી કોંગ્રેસે કરી છે.

https://allgujaratnews.in/gj/bet-dwarkas-signature-bridge-pros-and-cons/