ગુજરાતમાં ભ્રષ્ટાચાર ડિમોલીશ થયો, મકાન ડિમોલિશનમાં ભ્રષ્ટાચાર

Corruption was not demolished in Gujarat, corruption in building demolition

અમદાવાદ, 20 જુલાઈ 2024
ગુજરાતમાં 250 શહેરો અને ગામડાઓમાં દબાણ અને ગેરકાયદે બાંધકામ તોડી પાડવાની કાર્યવાહીમાં વ્યાપક તોડપાણી થઈ રહ્યાં છે. આવા 15 લાખ બાંધકામ અધિકારીઓ, રાજ નેતાઓ, બિલ્ડરો અને બ્લેકમેઈલરો માટે પૈસા પડાવવાની ફેક્ટરી બની ગઈ છે.

ગુજરાતમાં 28 માર્ચ 2011 પહેલાં બંધાયેલાં 15 લાખ ગેરકાયદે બાંધકામો હતા. ત્યારબાદ બીજા 10 વર્ષમાં 20 લાખ ગેરકાયદે બાંધકામ થઈ ગયા હોવાનો અંદાજ છે. ગેરકાયદે મકાન તોડી પાડવા માટે હવે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે.

2011માં રાજ્યપાલે બેફામ ગેરકાયદે બાંધકામને અટકાવવા માટે કોઈ અધિકારીને જવાબદાર ઠેરવવાની જોગવાઈ નથી તથા બીજા 10 વાંધા રાજ્યપાલ બેનીવાલે સરકારને કહ્યું અને તેમણે ખરડા પર સહી કરવાનો ઈનકાર કરીને તે પરત કર્યો હતો.

ગુજરાત રેગ્યુલરાઇઝેશન ઓફ અનઓથોરાઇઝ્ડ ડેવલપમેન્ટ કાયદો ભ્રષ્ટાચારને કાયદેસર કરવાનો દાયદો બની ગયો હતો. ઇરાદાપૂર્વક ખામીઓ રખાઈ હતી. શાસકપક્ષ, અધિકારી અને બિલ્ડર ભ્રષ્ટાચાર કરી શકે.

ડિમોલિશનનો ભય ભ્રષ્ટાચારમાં ફેરવાઈ રહ્યો છે. રાજકોટમાં 228 બાંધકામો તોડી પાડવાના હતા પણ માત્ર 11 તોડી પાડવામાં આવ્યા હતા. 1.4.2020 થી 31.4.2024 સુધીના 4 વર્ષમાં રાજકોટમાં 2131 મિલકતોને નોટિસ ફટકારી હતી. જેમાં 10 ટકા પણ તોડી નથી. 90 ટકા મકાનોમાં તોડ કરી લીધો છે.

મ્યુનિસિપલ કાયદાની કલમ 260 (1) તથા (2) હેઠળ મકાનમાલિકને તોડી પાડવાનો ભય ઉભો કરવામાં આવે છે. વિનાશનો ભય ઉભો કરીને ભ્રષ્ટ વહીવટ કરવામાં આવ્યો હતો.

ડિમોલિશન નહીં કરીને અમુક લોકોને ઈમ્પેક્ટ ફી એક્ટ હેઠળ અરજી કરવાની તક આપવામાં આવે છે. ભ્રષ્ટાચારથી નાશ પામી નથી.

અમદાવાદ
અમદાવાદમાં માર્ગ પર નડતરરુપ એવા 1386 ધાર્મિક દબાણ 7 દિવસમાં દૂર કરવા નોટિસ આપી છે.
6 જુલાઈ સુધીમાં 149 ધાર્મિક સ્થાનના દબાણ દૂર કરવામાં આવ્યા હતા.

શહેરના વટવા, વિરાટનગર, ઈન્ડિયા કોલોની માર્ગ, રામોલ, ભાડુઆત નગર, સરદારનગર વોર્ડ મંદિરો બનાવી દેવાયા હતા. ગુજરાત વડી અદાલતમાં ધાર્મિક સ્થાનના દબાણ મામલે તંત્ર તરફથી કરવામાં આવેલી કાર્યવાહી અંગે અહેવાલ રજૂ કરવામાં આવશે.

19 જુલાઈ 2024માં વટવા વોર્ડ માર્ગો ઉપરના ધાર્મિક સ્થાનો તોડી પાડવામાં આવ્યા હતા. વિરાટનગર માર્ગ પર ભાથીજી મહારાજ મંદિર, ઈન્ડિયા કોલોની પાસે આવેલું શનિદેવ તથા પાતળીયા હનુમાનજી મંદિર, બોમ્બે કંડકટર માર્ગનું હનુમાનજી મંદિર, રામોલનું ખોડીયાર મંદિર તેમજ સરદારનગરમાં આવેલા સાંઈબાબા મંદિરો તોડી પડાયા હતા.

ઝોન મુજબ કયાં-કેટલાં ધાર્મિક સ્થાનના દબાણ અને કેટલા તોડી પડાયા
ઝોન
ઉત્તર – 212 ધાર્મિક સ્થાન- 20 તોડી પડાયા
પૂર્વ  – 147 ધાર્મિક સ્થાન- 31 તોડી પડાયા
દક્ષિણ – 203 ધાર્મિક સ્થાન- 35 તોડી પડાયા
મધ્ય – 489 ધાર્મિક સ્થાન- 25 તોડી પડાયા
પશ્ચિમ – 235 ધાર્મિક સ્થાન- 23 તોડી પડાયા
ઉત્તર પશ્ચિમ – 57 ધાર્મિક સ્થાન- 9 તોડી પડાયા
દક્ષિણ પશ્ચિમ – 28 ધાર્મિક સ્થાન- 6 તોડી પડાયા
હાઈવે – 15 ધાર્મિક સ્થાન – 0 તોડી પડાયા