દેશના સૌથી શ્રીમંત અદાણીને ગુજરાતના મુંદરામાં રૂ.19 હજાર કરોડનો PVC પ્લાન્ટ દેવાદાર બનાવે છે
અમદાવાદ, 9 સપ્ટેમ્બર 2022
માર્ચ 2022માં દેશના સૌથી ધનાઢ્ય ભારતીય ગૌતમ અદાણી જૂથની કંપનીઓ પર હાલમાં લગભગ કે 2.22 લાખ કરોડ રૂપિયા હતું. ભારતમાં સૌથી વધુ દેવું ધરાવતા બિઝનેસ ગ્રૂપ્સમાં અદાણીનો સમાવેશ થાય છે.
2021માં અદાણી જૂથ પર 1.57 લાખ કરોડ રૂપિયાનું દેવું હતું. એટલે કે એક વર્ષની અંદર તેના દેવામાં 42 ટકાનો જંગી વધારો થયો હતો.
હોલ્સિમ સિમેન્ટની પેટાકંપનીઓ ACC Cements અને Ambuja Cementsને ખરીદી લેવા માટે 10.5 અબજ ડોલરની ડીલ કરી છે. તેથી પોર્ટથી લઈને એનર્જી સુધીના સેક્ટરમાં સક્રિય અદાણી જૂથનો હવે સિમેન્ટ ઉદ્યોગમાં પ્રવેશ થયો છે.
ગૌતમ અદાણી પાસે 102 અબજ ડોલરની નેટવર્થ હોવાનું માનવામાં આવે છે.
1978માં ગૌતમ અદાણી માત્ર 16 વર્ષની ઉંમરે ડાયમંડના ટ્રેડિંગ માટે મુંબઈ આવ્યા હતા. તે અગાઉ તેઓ ગુજરાતમાં પોતાના ભાઈની પ્લાસ્ટિકની ફેક્ટરીમાં મદદ કરતા હતા. અમદાવાદની રતનપોળની કાપડ બજારમાં મહિલાઓના કપડા અને ચણિયા વેચતા હતા. અદાણી જૂથે 1980ના દાયકામાં કોમોડિટી વેપારી તરીકે શરૂઆત કરી હતી.
બાદમાં તેણે ખાણો, બંદરો, પાવર, એરપોર્ટ, ડેટા સેન્ટર અને સંરક્ષણ જેવા ક્ષેત્રોમાં સાહસ કર્યું. તાજેતરમાં તેણે સિમેન્ટ, મીડિયા, ગ્રીન એનર્જી અને એલ્યુમિના સેક્ટરમાં પણ પ્રવેશ કર્યો છે. અદાણી ગ્રુપ દેશનું સૌથી મોટું ખાનગી ક્ષેત્રનું પોર્ટ અને એરપોર્ટ ઓપરેટર, સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુટર અને સ્થાનિક ખાણિયો છે.
1988માં અદાણી જૂથની સ્થાપના થઈ હતી. તેમાં સૌથી પહેલાં અદાણી એન્ટરપ્રાઈઝ નામની કંપની શરૂ કરવામાં આવી હતી જે ઇમ્પોર્ટ-એક્સપોર્ટનું કામ કરતી હતી.
નવેમ્બર 2020માં સમાચાર આવ્યા હતા કે ગૌતમ અદાણી જૂથની કંપનીઓની બાકી નીકળતી રકમ 30 અબજ ડોલર થઈ ગઈ હતી. તેમાં 7.8 અબજ ડોલરના બોન્ડ અને 22.3 અબજ ડોલરની લોન સામેલ હતી. અદાણી જૂથની લિસ્ટેડ સાત કંપનીઓનું માર્કેટ કેપિટલ અત્યારે 153 અબજ ડોલર સુધી પહોંચી ગઈ હતી.
I Fitch ગ્રૂપની ક્રેડિટસાઇટ્સે દાવો કર્યો હતો કે અદાણી ગ્રૂપે છ લિસ્ટેડ કંપનીઓ પર 2021-22માં 2,309 અબજ રૂપિયાનું દેવું હતું. જો પરિસ્થિતિ વધુ બગડે તો જૂથની યોજનાઓ મોટા દેવાની જાળમાં ફેરવાઈ શકે છે. એક અથવા વધુ જૂથ કંપનીઓ દેવું ચૂકવવામાં નાદાર થઈ શકે છે.
અદાણી જૂથનું 6 સપ્ટેમ્બર 2022માં કહેવું છે કે કોઈ ઓવરલેવરેજ નથી, જાહેર ક્ષેત્રની બેંકોનું દેવું અડધું થઈ ગયું છે
માર્ચ 2022 માં, જૂથનું કુલ દેવું અને રૂ. 1.88 લાખ કરોડના રોકડ બેલેન્સને ધ્યાનમાં લીધા પછી રૂ. 1.61 લાખ કરોડનું ચોખ્ખું દેવું હતું.
સૌથી ધનાઢ્ય ભારતીય ગૌતમ અદાણીના જૂથે ઓપરેટિંગ પ્રોફિટ રેશિયોમાં સુધારો દર્શાવ્યો છે. જાહેર ક્ષેત્રની બેંકોને અડધા કરતાં વધુ લોન અંગેની ચિંતા દૂર કરવા જણાવ્યું છે. નવ વર્ષમાં ચોખ્ખું દેવું અને એબિટડા ગુણોત્તર 7.6 ગણાથી ઘટીને 3.2 ગણા થવા સાથે જૂથ કંપનીઓએ સતત દેવું ઘટાડ્યું છે.
માર્ચ 2022 માં, અદાણી જૂથનું રૂ. 1.61 લાખ કરોડનું ચોખ્ખું દેવું હતું.
2015-16માં જાહેર ક્ષેત્રની બેંકોની લોનનો હિસ્સો 55 ટકા હતો. 2021-22માં, જાહેર ક્ષેત્રની બેંકો પાસેથી લીધેલી લોનનો હિસ્સો તમામ લોનમાં 21 ટકા હતો.
2016માં ખાનગી બેંકોનું ધિરાણ 31 ટકા હતું. જે હવે ઘટીને 11 ટકા થઈ ગઈ ગયું છે. બોન્ડ દ્વારા એકત્ર કરાયેલ ભંડોળ તમામ લોનના 14 ટકાથી વધીને હવે 50 ટકા થયું છે.
ડેવલપમેન્ટ પ્લાન આખરે મોટા દેવાની જાળમાં ફેરવાઈ શકે છે. કટોકટીની સ્થિતિમાં આવી શકે છે. એક અથવા વધુ જૂથ કંપનીઓ દેવાદાર બની શકે છે.
અદાણીએ વર્ષોથી એરપોર્ટ, ડેટા સેન્ટર્સ, સિમેન્ટ, એલ્યુમિનિયમ અને સિટી ગેસમાં કોલસાથી બંદરો સુધીના ધંધા શરૂ કર્યા છે.
22 જૂલાઈ 2022માં ગૌતમ અદાણીએ SBI પાસેથી 14 હજાર કરોડ રૂપિયાની લોન માંગી હતી. તે પહેલાં તેઓ 2.21 લાખ કરોડની લોન લીધી હતી. અદાણી ગ્રુપની અદાણી એન્ટરપ્રાઈઝ દ્વારા ગુજરાતના મુન્દ્રામાં રૂ.19 હજાર કરોડનો PVC પ્લાન્ટ સ્થાપવા માટે લોન માંગી હતી. જ્યાં પર્યાવરણની લોક સુનાવણી વખતે સ્થાનિક લોકોએ વિરોધ કર્યો હતો.
આ લોન પણ નવી મુંબઈ એરપોર્ટની જેમ અંડરરાઈટ કરવામાં આવશે. તેમજ તેનો એક ભાગ નવી મુંબઈ એરપોર્ટ જેવી અન્ય બેંકોને વેચવામાં આવશે. નવી મુંબઈ એરપોર્ટના કિસ્સામાં, મોટાભાગની લોન અન્ય બેંકો દ્વારા SBI પાસેથી લેવામાં આવી છે.
2022માં માર્ચની શરૂઆતમાં, નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ, અદાણી એન્ટરપ્રાઈઝની પેટાકંપનીએ બેંકોમાંથી રૂ. 12,770 કરોડ લીધા હતા. તાજેતરમાં કંપનીએ મુંદ્રા ખાતેના ગ્રીનફિલ્ડ કોપર રિફાઈનરી પ્રોજેક્ટ માટે રૂ. 6,071 કરોડ મેળવ્યા હતા.
વર્ષ 2021-22માં અદાણી ગ્રુપનું દેવું 40.5 ટકા વધીને 2.21 લાખ કરોડ રૂપિયા થઈ ગયું હતું. 2021-22માં, અદાણી એન્ટરપ્રાઇઝનું દેવું સૌથી વધુ 155% વધ્યું હતું. આ સમયગાળા દરમિયાન કંપનીનું દેવું વધીને 41,024 કરોડ રૂપિયા થઈ ગયું છે.