ગુજરાતમાં સાયબર ગુન્હાઓમાં ૨૭૪ ટકાનો વધારો, સજા કોઈને નહીં

23-12-2022

 

· ગુજરાતમાં સાયબર ગુન્હાઓમાં ક્રાઈમમાં ૨૭૪ ટકાનો વધારો નોધાયો.

· ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં સાયબર ગુન્હાના દોષિતની સંખ્યા શૂન્ય છે.

· સાઈબર ગુન્હાઓમાં ગુજરાત ૧૫૩૬ ગુન્હાઓ સાથે દેશમાં ૮માં ક્રમાંકે છે.

ડીઝીટલ ઇન્ડિયાની સુફિયાણી વાતો કરતી ભાજપ સરકારની પોલ ખોલતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તાશ્રી હિરેન બેંકરએ જણાવ્યું હતું કે ગુજરાતના નાગરીકોને સાઈબર સુરક્ષામાં ભાજપ સરકાર સદંતર નિષ્ફળ નીવડી છે. ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને કોમ્યુનિકેશનના યુગમાં ઈન્ટરનેટ વપરાશ આવશ્યક બન્યું છે ત્યારે ઓનલાઈન સર્ફિંગ, સોશીયલ મીડિયા, સેક્સક્યુઅલ હેરેસમેન્ટ ઈ-બેન્કિંગ સહિતના સાઈબર ગુન્હાઓમાં ગુજરાત ૧૫૩૬ ગુન્હાઓ સાથે દેશમાં ૮માં ક્રમાંકે છે. ગુજરાતમાં સાયબર ગુન્હાઓમાં ક્રાઈમમાં ૨૭૪ ટકાનો વધારો નોધાયો. વર્ષ ૨૦૧૯માં ૭૮૪ જેટલા ડીઝીટલ ક્રાઈમમાં જે વર્ષ ૨૦૨૧માં વધીને ૧૫૩૬ જેટલા થયા છે. જે ખુબ ચિંતાજનક છે. લોકસભામાં આપવામાં આવેલ સાયબર સુરક્ષાની વિગતો અનુસાર ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં સાયબર ગુન્હાના દોષિતની સંખ્યા શૂન્ય છે.

છેલ્લા બે વર્ષ દેશમાં સાયબર ક્રાઈમની ૧૬ લાખથી વધુ ઘટનાઓ બની છે જેની સામે માત્ર ૩૨ હજાર જેટલી ફરિયાદ નોંધાયેલ છે. ગુજરાતમાં વર્ષ ૨૦૧૭-૧૮ માં ૪૫૮, વર્ષ સાયબર ક્રાઈમ થયા હતા. વર્ષ ૨૦૨૧માં ગુજરાતમાં ૯૬૩ જેટલા ઓનલાઈન ફ્રોડ થયા છે. મહિલાઓની જાતીય સતામણી-સેક્સક્યુઅલ હેરેસમેન્ટ, દ્રુણા, એટોરર્શનના ૧૦૪ કેશ જેટલા કેશ નોધાયા છે. ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષ જેમાં વર્ષ ૨૦૧૭માં ૪૫૮, વર્ષ ૨૦૧૮માં ૭૦૨, વર્ષ ૨૦૧૯ ૭૮૪માં, વર્ષ ૨૦૨૦માં ૧૨૮૩, વર્ષ ૨૦૨૧માં ૧૫૩૬ જેટલા સાઈબર ગુન્હાઓ નોધાયા હતા. મહિલા જાતીય સતામણી, મોબાઇલ, કોમ્પ્યુટર, ટેબલેટ, લેપટોપ દ્વારા ઇન્ટરનેટના માધ્યમથી કાયદા-કાનુનનો ભંગ કરીને થતી છેતરપીંડી ઓનલાઈન ફ્રોડ, આર્થીક ગુનાઓની ઘટનાઓ ગુજરાતમાં વધી રહી છે. આ પ્રકારની ઘટનાઓની ફરિયાદ ક્યાં કરવી? સાયબર ફ્રોડથી બચવાની માહિતી ગુજરાતના નાગરિકોને મળીએ તે આવશ્યક છે ત્યારે ગુજરાતમાં સાઈબર ગુન્હાઓની તપાસ, કાર્યવાહી વગેરે માટે માત્ર ૧૪ જેટલા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન છે.

ઈન્ફોર્મેશન અને ટેકનોલોજીના યુગમાં સાયબર સુરક્ષા એ આવશ્યક બની છે ત્યારે જુદા જુદા માધ્યમોથી નાગરિકોને સાયબર સુરક્ષા અંગે અવગત કરાવવામાં આવે, ભાજપ સરકાર તમામ જીલ્લાઓમાં સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનની સ્થાપના કરે તેવી કોંગ્રેસ પક્ષ માંગ કરે છે. સાયબર ક્રાઈમ ટેબલ