મુંબઈ: સાઉદી અરબ અને રશિયા વચ્ચે ઉત્પાદન વધારી,ભાવ ઘટાડવાની સ્પર્ધામાં સોમવારે ક્રુડ ઓઈલના ભાવ એક જ દિવસમાં ૨૫ ટકા ઘટી ગયા હતા. જે ૧૯૯૧ પછીનો એક જ દિવસનો સૌથી મોટો ઘટાડો છે. જોકે, વૈશ્વિક સરકારો આર્થિક પેકેજ જાહેર કરશે એવી આશા સાહ્તે મંગળવારે ભાવ ૭ ટકા વધ્યા હતા.
સોમવારે બ્રેટન અને વેસ્ટર્ન ટેક્સાસ ક્રુડ ઓઈલ વાયદા ૨૫ ટકા એટલા ઘટી ગયા હતા. ભાવની સપાટીની દ્રષ્ટિએ તે ચાર વર્ષની નીચી સપાટી છે. એક જ દિવસમાં આટલો મોટો ઘટાડો છેલ્લે ૧૯૯૧માં પ્રથમ ગલ્ફ વોર વખતે જોવા મળ્યો હતો. મંગળવારે ટ્રમ્પની જાહેરાતના ટેકાથી બબ્રેન્ટ વાયદો ૭.૩ ટકા વધી ૩૬.૮૭ ડોલર અને વેસ્ટર્ન ટેક્સાસ વાયદો ૬.૯ ટકા વધી ૩૩.૨૮ ડોલર પ્રતિ બેરલ ચાલી રહ્યો છે.
ક્રુડ ઓઈલના ભાવમાં માંગ અને પુરવઠો હવે મહત્વના પરીબળ બન્યા છે. સાઉદી અરબ પોતાનું દૈનિક ઉત્પાદન ૯૭ લાખ બેરલ સામે વધારે ૧ કરો બેરલ કરી રહ્યું છે. બીજી તરફ અમેરિકામાં નીચા ભાવે શેલ ક્રુડમાં નુકસાનીના કારણે ઉત્પાદન ઘટી શકે છે. ઇન્ટરનેશનલ એનર્જી એજન્સીના મતે વર્ષ ૨૦૦૯ પછી પ્રથમ વખત ૨૦૨૦ના ક્રુડની માંગ ઘટી શકે તેવા સંજોગો ઉભા થયા છે.
ગુજરાતી
English




