[:gj]જૂનાગઢ શહેરમાં લોકડાઉન સમયે ૧૦ હજારથી વધુ રોટલીની પ્રતિદિન સેવા[:]

[:gj]લોકડાઉન અને કોરોના સંક્રમણ વચ્ચે વિવિધ સેવાકીય સંસ્થાઓ અંત્યોદય સુધી ભોજન પહોંચતુ કરવા કામ કરી રહી છે. આવી જ એક સેવાસંસ્થા એટલે ઊપરકોટ પાસે આવેલ મહેતા નિદાન કેન્દ્રમાં રોજ ૨૦ થી વધુ યુવાનો અને બહેનો આખો દિવસ સેવા આપી ૧૦ હજારથી વધુ રોટલી લોકડાઉનમાં બનાવે છે. જેનાં માટે દૈનિક ૨૫ મણ ઘઉ અને રોટલી ચોપડવા માટે એક ડબો શુધ્ધ ઘી વાપરવામાં આવે છે.

રોટલી બનાવવા માટે આધુનિક મશીનો ઉપયોગમાં લેવાય છે. જેમાં પ્રતિ કલાકે ૯૦૦ જેટલી રોટલી તૈયાર થાય છે. લોટ બાંધવા, ગોયણા(લુવા) બનાવવા પણ મશીનનો ઊપયોગ થાય છે. આ સેવા માટે અર્હમ યુવા ગ્રુપનાં સભ્યો સવારે ૫-૩૦ કલાક થી સાંજનાં ૭-૩૦ કલાક સુધી પાળી પધ્ધતિથી સેવા આપે છે. તેમ અર્હમ યુવા ગ્રુપનાં સુજલ દોષીએ જણાવ્યુ હતું

આ ગ્રુપે રોટલીની સેવાનું પગલું વિચારીને ભર્યુ છે.સામાજીક સ્વૈચ્છીક સંસ્થાઓ સેવાભાવીઓ ખીચડી, શાક, દાળ-ભાત કે મીઠાઇ બલ્કમાં બનાવી શકે છે.પરંતુ રોટલી બનાવવા વધુ માણસો જોઇએ અથવા મશીન જોઇએ આથી અર્હમ યુવા ગ્રુપ રાજકોટ દ્વારા મશીનથી રોટલી બનાવી રાજકોટમાં વિતરણ કરવામાં આવે છે, તે બેઈઝ પર નમ્રમુનિ મહારાજની પ્રેરણાથી રાજકોટથી મશીન લાવી રોટલી બનાવવાનું નક્કી કર્યુ. આ રોટલી બન્યા બાદ જુદી જુદી ૧૫ જેટલી સંસ્થાનાં પ્રતિનીધિશ્રીઓ અર્હમ ગ્રુપ પાસેથી તેમની જરૂરીયાત મુજબ રોટલીઓ મેળવી સમગ્ર જૂનાગઢમાં ખીચડી શાક સાથે જરૂરીયાતમંદ વ્યક્તિ સુધી ગરમા ગરમ ભોજન લોકડાઉનનાં સમયમાં પહોંચતુ કરે છે.

લોકડાઉનમાં રોટલીની સેવા બાદ આ ગ્રુપ દ્વારા દર વર્ષે ૨૫ હજાર જેટલી નોટબુક રાહતદરે વિતરણ કરવામાં આવે છે. દર વર્ષે ૨૯ સપ્ટેમ્બરે ગુરૂવંદના અંતર્ગત ૭૦ સરકારી શાળાનાં ૧૦ હજાર બાળકોને ભોજન પ્રસાદ આપવામાં આવે છે.આખો મે મહિનો જૂનાગઢ શહેરમાં ૬ થી ૭ જગ્યાએ વિનામુલ્યે છાસનું વિતરણ કરવામાં આવે છે. છેલ્લા ૪ વર્ષથી સિવિલ હોસ્પીટલમાં દર મંગળ અને શનિવારે દર્દીઓને નાસ્તો આપવામાં આવે છે.

અર્હમ ગ્રુપનાં સુજલ દોષી સાથે આકાશ દામાણી, દિપેશ સાંગાણી, હિમાંશુ મોદી, કૈાશલ ગાંધી, જય માવાણી, ડિમ્પલબેન પારેખ,સ્નેહાબેન પારેખ,શ્વેતાબેન બાવીશી, સહિત અન્ય યુવાનો અવિરત સેવા આપે છે. ઉપરાંત આ ગ્રુપ દ્વારા થેલેસેમિયા દર્દીઓ માટે રક્તદાન શિબિરનું આયોજન કરી રક્ત એકત્રીકરણ કરવામાં આવે છે.  તેમજ ૩૧ ડિસે. ના રોજ બ્લેન્કકેટનું પણ વીતરણ કરવામાં આવે છે.[:]