ગુજરાતમાં 92 હેક્ટર જંગલો કપાયા

5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ Deforestation of 92 hectares in Gujarat
2000 થી 2020 સુધીમાં, ગુજરાતમાં વૃક્ષોના આવરણમાં 35.7 હજાર (9.5%)નો ફેરફાર થયો હતો. જેમાં ગુજરાતમાં સ્થિર વન 370 હજાર હેક્ટર હતો. 41.7 હજાર હેક્ટર વધારો થયો હતો. જ્યારે જંગલોમાં નુકશાન 6.03 હજાર હેક્ટર થયું હતું. તેની સામે મુશ્કેલીગ્રસ્ત 372 હેક્યર જંગગો હતા.

2001 થી 2021 સુધીમાં, ગુજરાતમાં 101 હેક્ટર વૃક્ષનું આવરણ નષ્ટ થયું હતું, જે 2000 થી વૃક્ષના આવરણમાં 0.57% અને CO₂e ઉત્સર્જનના 46.1 kt ઘટાડા બરાબર હતો.

વૃક્ષનું નુકશાન
ગુજરાતમાં, 2001 અને 2021 વચ્ચેના તમામ વૃક્ષોના આવરણના 52% નુકશાન માટે ટોચના 2 પ્રદેશો જવાબદાર હતા. નર્મદામાં સરેરાશ 5 હેક્ટરની સરખામણીએ સૌથી વધુ 27 હેક્ટરમાં વૃક્ષોનું નુકસાન થયું હતું.

જંગલો કપાયા
નર્મદામાં 27 હેક્ટર
ડાંગમાં 25 હેક્ટર
દાહોદમાં 22 હેક્ટર
નવસારીમાં 6 હેક્ટર
વલસાડમાં 4 હેક્ટર
તાપી 3 હેક્ટર
સાબરકાંઠા 3 હેક્ટર
આણંદ 2 હેક્ટર
પંચ મહેલ 2 હેક્ટર
છોટાઉદેપુર 2 હેક્ટર

2000 સુધીમાં ગુજરાતમાં 17.9 હજાર હેક્ટરમાં જંગલો હતા જ્યારે 12 હજાર હેક્ટ વિસ્તારમાં બિનજંગલી વૃક્ષો હતા.

ગુજરાતમાં 2010 સુધીમાં 2 જિલ્લામાં ગુજરાતના કુલ વૃક્ષોના આવરણના 57% હતા. ડાંગમાં સૌથી વધુ 2.27ખા વૃક્ષનું આવરણ હતું. રાજ્યમાં જિલ્લાની સરેરાશ 213 હેક્ટર છે.
કયા જિલ્લામાં કેટલા જંગલો
ડાંગમાં 2.27 હજાર હેક્ટર
વલસાડમાં 1.72 હજાર હેક્ટર
નવસારી 1.29 હજાર હેક્ટર
તાપીમાં 620 હેક્ટર
નર્મદામાં 447 હેક્ટર
સુરતમાં 281 હેક્ટર
જુનાગઢમાં 174 હેક્ટર
દાહોદમાં 44 હેક્ટર
સાબર કાંઠામાં 29 હેક્ટર
સુરેન્દ્રનગરમાં 26 હેક્ટર

ગ્લોબલ ફોરેસ્ટ વોચ મુજબ , 2001થી 2020 સુધીના વર્ષમાં ગુજરાત રાજ્યની પ્રજાએ 101 હેક્ટર વિસ્તારમાં વૃક્ષ ગુમાવી દીધા છે. જંગલોની કત્લેઆમ કરી છે.
નર્મદા અને ડાંગ જિલ્લાની પ્રજાએ સૌથી વધુ વૃક્ષો ગુમાવી દીધા છે.
જેમાં 9 હેક્ટર વૃક્ષો જંગલમાં દવ લાગવાથી બળી ગયા હતા.

92 હેક્ટર વિસ્તારના વૃક્ષો જંગલો કાપી કાઢવાથી નિકંદન નિકળી ગયું હતું.

23 મે 2023થી 30 મે 2023ના 7 દિવસમાં ગુજરાતમાં 489 આગ લાગવાની ઘટના બની હતી.
1 જૂન 2020થી 20 મે 2023 સુધીમાં 16 હજાર 968 ઘટનાઓ જંગલમાં આગ લાડવાની બની હતી.
વર્ષ 2022માં 8 હજાર હેક્ટર જંગલની જમીનમાં આગ લાગવાની ઘટના બની હતી. જ્યારે 2021માં 76 હજાર હેક્ટર જંગલોમાં આગ લાગી હતી.

છેલ્લા 4 અઠવાડિયામાં જામનગર, ગીર સોમનાથ, પોરબંદર, મોરબીમાં ગુજરાતના સૌથી વધુ આગની ઘટનાઓ બની હતી.

ઉપગ્રહની મદદથી આગની ઘટનાઓ શોધવામાં આવે છે. વિસિબલ ઇન્ફ્રારેડ એમજીંગ રેડિયોમીટર સ્યુટ ટેકનોલોજી તેમાં મદદ કરે છે.

સરકારે પણ આ દિશા માં નક્કર પગલાં લેવા જોઈએ અને આગ લાગવા ના કારણો તપાસવા જોઈએ.