હેક્ટરે 2500 કિલોની સામે 5462 કિલો ચોખાનું ઉત્પાદન આપતી નવી જાત દેવલી 

Devli yield of 5462 kg rice against 2500 kg per hectare

(દિલીપ પટેલ)
દેવલી કોલમ જાત ડાંગરમાં શોધાઈ છે. જે હેક્ટરે 30 ટકા વધારા ઉત્પાદન આપતી હોવાનો દાવો છે. નવી જાત જી. આર. 18 – દેવલી કોલમ (એન. વી. એસ. આર-2528નું સરેરાશ ઉત્પાદન હેક્ટરે 5462 કિલો છે. નવસારી કૃષિ વિશ્વ વિદ્યાલય દ્વારા આ જાત તૈયાર કરવામાં આવી છે.

ગુજરાતમાં સરેરાશ ઉત્પાદન 2500 કિલો એક હેક્ટરે છે. હેક્ટરે 3 હજાર કિલો વધારે ઉત્પાદન આપી શકે છે. એટલે કે બે ગણાં કરતાં પણ વધારે ઉત્પાદન મળી શકે છે.

2021-22માં ખરીફમાં 8.18 લાખ હેક્ટરમાં 20 લાખ ટનનું ઉત્પાદન થવાની ધારણા હતી. હેક્ટરે 2493.33 કિલોનું ઉત્પાદન થાય એવી આશા કૃષિ વિભાગને હતી. જો આખા ગુજરાતમાં તેનું વાવેતર થાય તો 20 લાખ ટન ચોખા વધીને સીધા 50 લાખ ટન થઈ શકે છે.

જે જી આર – 4 અને મહીસાગર કરતાં 29.1 ટકા વધારે ઉત્પાદન આપે છે.

દાણો મધ્યમ પાતળો તેમ જ વધુ આખા ચોખાનું પ્રમાણ 61.8 ટકા છે.

ડાંગરની નવી જાત પાનનો કરમોડી, ભુખરા દાણાનો રોગ તેમ જ પર્ણચ્છેદના કહોવારા સામે મધ્યમ પ્રતિકાર શક્તિ ધરાવે છે.

ડાંગરની નવી જાત પાનના સફેદ પીઠવાળા ચુસીયા, પાનખાનારી ઈયળ, ગાભમારાની ઈયળ,, પર્ણતલ કથિરી સામે પ્રતિકાર ધારાવે છે.

આખા ગુજરાતમાં ઉગાડવા માટે ભલામણ કરી છે.