રાજ્યના પોલીસવડા શિવાનંદ ઝાએ કહ્યું કે, રાજ્યના શહેરો-નગરોમાં ડ્રોન અને સીસીટીવીના માધ્યમ દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી રહી છે ત્યારે સોસાયટી વિસ્તારમાં, કોમન પ્લોટમાં લોકો એકત્ર થાય છે. ત્યાં સંક્રમણ થવાની સંભાવના વધી જાય છે. ત્યારે નાગરિકોને લોકડાઉન દરમિયાન સંપૂર્ણપણે ઘરમાં જ રહી સુરક્ષિત રહેવા અપીલ કરી હતી.
પ્રકારની પ્રવૃત્તિઓ ધ્યાને આવશે તો આઈ.પી.સી અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ અને એપેડેમિક ડિસિઝ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. સોશિયલ મીડિયામાં ભડકાઉ વિડીયો કે પોસ્ટ મૂકનારા સામે પણ કાયદેસરની કાર્યવાહી કરી ગુનો નોંધાશે તેમ પણ તેમણે ઉમેર્યું હતું.
જાહેરનામાના ભંગના 608 અને હોમ કોરન્ટાઈન ભંગના 392 મળી કુલ 1000 ગુનાઓ 28 માર્ચ 2020ના રોજ નોંધાયા છે. 1595 વ્યક્તિઓની અટકાયત કરાઈ છે અને 3365 વાહનો જપ્ત કરવામાં આવ્યા છે. જાહેરનામાનો ભંગ કરવા બદલ અત્યાર સુધીમાં કુલ 3857 વ્યક્તિઓની અટકાયત સાથે કુલ 3365 વાહનોને જપ્ત કરવામાં આવ્યા છે .
લોકડાઉન દરમિયાન રાજ્યના યુવાનો ખોટા બહાના બનાવીને ઘરની બહાર લટાર મારવા ન નીકળે, લોકડાઉનનો ભંગ કરનાર આવા યુવાનો સામે ગુનો નોંધી પોલીસ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. યુવાનોની સામે જો ગુનો નોંધાશે તો તેમના ઉચ્ચ અભ્યાસ, વિદેશ પ્રવાસ અને ઉજ્જવળ કારકિર્દી જોખમાશે. આવા યુવાનો ગુનાહિત ઈતિહાસ ધરાવતા હોવાનું ગણીને તેમનો પાસપોર્ટ પણ કેન્સલ થઈ શકે તેમ છે.
આઈપીએસ ઓફિસર્સ એસોશિએશન તરફથી એક દિવસનો પગાર જમા કરાવવાનો નિર્ણય કરાયો છે.