સમગ્ર રાજ્યમાં કોરોના સંક્રમણનો વ્યાય વધતો જાય છે, ત્યારે રાજયના આરોગ્ય વિભાગ દ્વારા આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવા ભલામણ કરવામાં આવી છે. અત્યાર સુધી એન્ડ્રોઇડ ફોનધારકો જ આરોગ્ય સેતુ એપનો ઉપયોગ કરી શકતા હતા.
પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોનાનો વ્યાપ વધતા એન્ડ્રોઇડ સિવાયના ફિચરબેઝ ધરાવતા ફોનધારકો જાગૃત થઇ શકે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા 1921 ટોલ ફ્રી સેવા શરૂ કરવામાં આવી છે. જેનો ઉપયોગ કરી જિલ્લા વાસીઓ આરોગ્ય વિષયક જાણકારી મેળવે અને પોતે અને પોતાના પરીવારને કોરોના મુક્ત રહે.
જેમાં એન્ડ્રોઇડ કે એ સિવાયના અન્ય કોઇપણ ફોન ધારકો એકવાર 1921 ડાયલ કર્યા બાદ ટેલીફોનિક સર્વે કરાશે. ત્યારબાદ જયારે પણ આપની આસપાસ કોઇ કોરોનાગ્રસ્ત વ્યક્તિ હશે તો આપના મોબાઇલ પર મેસેજથી જાણ કરવામાં આવશે.