સચિવાલયમાં પ્રજા અને ભાજપ નેતા માટે જુદા-જુદા કાયદા

Different laws for the public and BJP leaders in the Secretariat सचिवालय में जनता और भाजपा नेताओं के लिए अलग-अलग कानून

અમદાવાદ, 16 જૂલાઈ 2025
હક, અધિકાર, ન્યાય માટે શિક્ષિત, બેરોજગાર, ખેડૂતો કે સરકારી નોકરિયાત ગાંધીનગરના સચિવાલયનો દરવાજે જાય તો પોલીસ દંડા ફટકારે છે. પરંતુ ભાજપના ધારાસભ્ય સમર્થકો સાથે રાજકીય તાયફો કરવા જાય તો પોલીસ-તંત્ર નતમસ્તકે પડી જાય છે. ટૂંકમાં, કેસરિયો ખેસ પહેરો તો નિયમો નડે જ નહીં.

ગુજરાતના ટેટ-ટાટ પાસ, એલ.આર.ડી., જીપીએસસી સહિતના યુવાન યુવતીઓ હક્ક અધિકાર, ન્યાય માંગવા જાય તો સચિવાલયના દરવાજા બંધ, પોલીસ કરે છે અમાનવીય વ્યવહાર.

ટાટ-ટેટ પાસ ઉમેદવારો, એલઆરડી, જીપીએસસી મુદ્દે અથવા વિવિધ પડતર માંગણીઓને લઈને સરકારી કર્મચારીઓ, આંગણવાડીની બહેનો પાટનગરમાં આંદોલન કરે તો પોલીસ ઢસડીને પોલીસ સ્ટેશન લઈ જાય છે. આંદોલનકારીઓ લાઠીઓ ઉગામે છે. દેખાવો-વિરોધ પ્રદર્શનનું નામ સાંભળતાં જ પાટનગર જાણે પોલીસ છાવણીમાં તબદીલ થઈ જાય છે.

આ પણ વાંચો: એક જ વરસાદમાં 3 હજાર કિ.મી. રસ્તા ધોવાયા, 16 હજારથી વધુ ખાડા પડ્યા અને સરકાર લાજવાને બદલે ગાજે છે

જ્યારે આજે મોરબીના ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયા તેમના સમર્થકો સાથે 70થી વઘુ ગાડીઓના કાફલા સાથે ગાંધીનગર આવી પહોચ્યા ત્યારે સચિવાલયમાં જાણે રેડ કાર્પેટ પાથરવામાં આવી હતી. પોલીસે કોઈ રોકટોક કર્યા વિના બધીય ગાડીઓ સાથે સમર્થકોને વિના પાસ જવા દીધા હતા.

શિક્ષકનું રુદન
5 ઓગસ્ટ 2024માં ગાંધીનગરમાં સરકારી ભરતીના HTAT, TAT, અન્ય ભાષાના શિક્ષક ઉમેદવારો અને ફોરેસ્ટ ઉમેદવારોએ રજૂઆત અને આંદોલનથી સરકારને ઘેરી હતી. ત્યારે સરકારે રજૂઆત સાંભળવાને બદલે સચિવાલયના ગેટ ઉપર પોલીસ બંદોબસ્ત મૂકી ઉમેદવારોની એન્ટ્રી બંધ કરી દીધી હતી. રાજ્યના અલગ અલગ ખૂણેથી આવેલા ઉમેદવારોએ સચિવાલયના ગેટ ઉપર જ રજૂઆત શરૂ કરી દીધી હતી. રજૂઆત દરમિયાન જ એક યુવકે રુદન કર્યું હતું.

ગાંધીનગરમાં શિક્ષકોની ભરતી મુદ્દે ગાંધીનગરના સેક્ટર 11 ના રામ કથા મેદાનમાં 500 જેટલાં ફોરેસ્ટ બિટ ગેસની પરીક્ષાના ઉમેદવારો ભેગા થયા હતા અને CBRT – કોમ્પ્યુટર બેઝ રીક્રુટમેન્ટ ટેસ્ટ રદ્દ કરવાની માંગ હતી હતી. જ્યારે બીજી બાજુ સચિવાલય ના ગેટ નંબર 1 ઉપર અન્ય માધ્યમ (ગુજરાતી માધ્યમ સિવાય) ના શિક્ષક ભરતીના ઉમેદવારોએ મોરચો ખોલ્યો હતો.

સરકાર સામે આંદોલન અને રજૂઆતની ભિતિથી સચિવાલય ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. જેમાં સોમવારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મંત્રી મંડળને રાજ્યના અરજદારો પોતાની રજૂઆત લઈને રૂબરૂ મળવા આવતા હોય છે. જેમાં સોમવાર ખાસ અરજદારો માટે સરકારના મંત્રીઓનો સમય અનામત રાખવામાં આવ્યો હોય છે.

2020માં ગાંધીનગર સચિવાલયનાં ઘેરાવ પૂર્વે 50થી વધુ LRD પુરુષ ઉમેદવારોની અટકાયત કરી હતી.