डिजिटल डिस्प्ले – भारत के आईपी को बनाए रखने के लिए ‘सिस्टम ऑन चिप’ विकसित किया
Digital Display – ‘System on Chip’ developed to sustain India’s IP
ગાંધીનગરના મહાત્મા મંદિરમાં 4થી 6 જુલાઈ 2022 દરમિયાન ડિજિટલ સંસ્થાઓના પ્રદર્શનો યોજાયું હતું. જેમાં સરકારે જાહેરાત કરી હતી કે, આઈ-ક્રિએટ તકનિકી ઉત્પાદન પર ધ્યાન કેન્દ્રિત કરી આયાતી ચિપ્સ પરનું અવલંબન ઘટાડવા અને ભારતનું આઈપી રાખવા માટે એક ‘સિસ્ટમ ઓન ચીપ’ વિકસાવી રહી છે, જે એક મોટર કન્ટ્રોલર, વાહન નિયંત્રણ એકમ અને બેટરી થર્મલ મેનેજમેન્ટ સિસ્ટમને બે ઇંચની QFN ચીપમાં સમાવી શકવાની ક્ષમતા ધરાવે છે.
જેમાં સ્ટાર્ટઅપ, સરકાર, ઉદ્યોગ અને શૈક્ષણિક સંસ્થાઓના 200 સ્ટોલ સાથે આ પ્રદર્શન મેળો છે
ડિજિટલ સોલ્યુશન્સ જેવા કે આધાર, યુપીઆઈ, કૉ-વિન, ડિજિલૉકર જેવા જાહેર ડિજિટલ પ્લેટફોર્મની માહિતી આપવામાં આવે છે.
નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર, કોમન સર્વિસ સેન્ટર, આધાર, સી-ડેક, આયુષમાન ભારત ડિજિટલ મિશન, ડિજિટલ પેમેન્ટ પેવેલિયન, ગુજરાત ઇન્ફોર્મેટિક્સ લિમિટેડ, ડિજિટલ ઇન્ડિયા કોર્પોરેશન, સેફ એન્ડ ટ્રસ્ટેડ ઇન્ટરનેટ, ઇ-સંજીવની, ડિજિટલ ભાષિની, નેશનલ ઇ-ગવર્નન્સ ડિપાર્ટમેન્ટ, એજ્યુકેશન એન્ડ રિસર્ચ નેટવર્ક, આઈ-ક્રિએટ, આઈટી આધારિત ફિનટેક કંપનીઓ તેમજ બિહાર અને ઉત્તરાખંડના આઈટી વિભાગો વગેરે જેવી મહત્વની સંસ્થાઓ ભાગ લઈ રહી છે.
કેન્દ્ર સરકારની CSC – કોમન સર્વિસ સેન્ટર દ્વારા ગામોમાં નાગરિકોને 400 સરકારી સેવાઓ ઓનલાઇન મળે છે.
ભારતના 28 રાજ્યોમાં 1785 CSC બાળ વિદ્યાલયમાં બાળકોને NEP-2020 હેઠળ ટેક્નોલોજી એેનેબલ પ્લેફુલ લર્નિંગ આપવામાં આવે છે. જેનો ટેક્નોલોજી આધારિત અભ્યાસક્રમ IIT દિલ્હી, દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે.
CSC હેઠળ મુખ્યત્વે ડિજિટલ વિલેજ, CSC એકેડમી, CSC ઓલિમ્પિયાડ, ગ્રામીણ e-store, CSC FPO મોડેલ અને CSC એગ્રિકલ્ચર જેવી સેવાઓનો સમાવેશ થાય છે.
નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા-NCPIના ‘‘ડિજિટલ પેમેન્ટ પેવેલિયન’’છે. જેમાં વિવિધ ઓનલાઇન પેમેન્ટ સેવાઓ જેવી ભારત પે, કાર્ડ 91, SBI, Zaggle, ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંન્ક, Paytm, Tone Tag- પેમેન્ટ સર્વિસ, DBT ભારત અને bob વર્લ્ડ જેવી સેવાઓ છે.
2019થી ઇ-સંજીવની-નેશનલ ટેલીમેડિસિન સર્વિસમાં 4 કરોડ નાગરિકોએ અને ભારત બહાર 2 લાખ લોકોએ લાભ લીધો છે.
દરેક નાગરિકોને 14 આંકડાનો આરોગ્ય – ભારત હેલ્થ અકાઉન્ટ (ABHA) નંબર આપવામાં આવશે.
આભા એપ પણ લૉન્ચ કરવામાં આવી છે. જેમાં દર્દીની સ્વાસ્થ્યલક્ષી તમામ વિગતો સામેલ હશે. હેલ્થકેર પ્રોફેશનલ્સ રજિસ્ટ્રી, હેલથ ફેસીલિટી રજિસ્ટ્રી અને યુનિફાઈડ હેલ્થ ઇન્ટરફેસ- યુએચઆઈ ઓનલાઈન આરોગ્યલક્ષી સુવિધાઓ મલશે.
નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર દ્વારા તૈયાર કરવામાં આવેલી 75 ડિજિટલ સેવાઓ છે. જેમાં વન નેશન વન રાશન કાર્ડ, ઇ-હોસ્પિટલ, આરોગ્ય સેતુ, પીએમ-કિસાન, ઇ-શ્રમ, ઇ-કોર્ટ વગેરેનો સમાવેશ થાય છે.
સુપર કોમ્પ્યુટર પરમ શાવક-વીઆરનું જ્યારે સી-ડેક ત્રિવેન્દ્રમ દ્વારા નિર્મિત સ્વદેશી માઈક્રો-પ્રોસેસર ‘તેજસ’નું તથા હિઅરીંગ એઈડ ડિવાઈસ ‘તરંગ’નું નિદર્શન કરવામાં આવ્યું છે.
ડિજિટલ ભાષિની એપથી 10 ભાષાનું ભાષાંતર કરી શકશે. ટાઈપ કે ફોટો પરના અક્ષરોનું ભાષાંતર થઈ શકશે. જેમાં 70 સ્ટાર્ટઅપ્સ અને સરકાર મળીને કામ કરે છે.
‘ડિજિટલ ઈન્ડિયા વીક 2022’માં ટેકનોલૉજીથી નાગરિકોને સેવા મળી રહે તે માટે નવીન ડિજિટલ સેવા ખુલ્લી મુકાઈ હતી.
‘ઇન્ડિયાસ્ટેક ગ્લોબલ’, ‘માય સ્કીમ’, ‘મેરી પહેચાન’, ‘ડિજિટલ ઇન્ડિયા ભાષિની’, ‘ડિજિટલ ઇન્ડિયા જેનિસિસ’, ‘ચીપ્સ ટુ સ્ટાર્ટઅપ પ્રોગ્રામ’ તથા ‘કેટાલાઈઝીંગ ન્યૂ ઇન્ડિયાઝ ટેકેડની ઇ-બુક’સેવા શરૂ થઈ છે.
આધાર, યુપીઆઈ, કૉ-વિન, ડિજિલૉકર જેવા જાહેર ડિજિટલ પ્લેટફોર્મ છે.
ડિજિટલ માધ્યમ થકી રોજગારીની તકોની માહિતી છે.
ભારતીય યુનિકોર્ન્સ અને સ્ટાર્ટઅપ્સ દ્વારા વિકસાવવામાં આવેલા ટેકનોલૉજી આધારિત સોલ્યુશન્સ વર્ચ્યુઅલ મોડમાં છે.
‘ડિજિટલ ઈન્ડિયા ભાષિની’ એપ વિવિધ ભાષાઓમાં વૉઇસ-આધારિત ઍક્સેસથી ભારતીય ભાષાઓમાં કન્ટેન્ટના નિર્માણમાં ઈન્ટરનેટ અને ડિજિટલ સેવાઓની સરળ પહોંચને વધુ મજબૂત કરાશે. ભારતીય ભાષાઓ માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત ભાષા ટેક્નોલોજીકલ સોલ્યુશન્સ છે.
ડિજિટલ ઈન્ડિયા જેનિસિસ (ઈનોવેટિવ સ્ટાર્ટઅપ માટે જનરલ નેક્સ્ટ સપોર્ટ) રાષ્ટ્રીય ડીપ-ટેક સ્ટાર્ટઅપને રૂ.750 કરોડની મદદ કરે છે.
ઇન્ડિયાસ્ટેક ગ્લોબલ એ આધાર, યુ.પી.આઈ, ડિજીલોકર, કો-વીન વેક્સિનેશન પ્લેટફોર્મ, ગવર્નમેન્ટ, ઈ-માર્કેટપ્લેસ(GeM), DIKSHA પ્લેટફોર્મ અને આયુષ્માન ભારત ડિજિટલ હેલ્થ મિશન જેવા ઈન્ડિયા સ્ટેક હેઠળ અમલમાં મૂકાયેલા મુખ્ય પ્રોજેક્ટ્સનું કેન્દ્રબિંદુ ગણાય છે.
માય-સ્કીમ’ પ્લેટફોર્મ એક સામાન્ય નાગરિકને સરકારી યોજનાઓ વિશેની માહિતી, યોજનાનો લાભ લેવાની પ્રક્રિયા વગેરેની માહિતી પ્રદાન કરશે.
મેરી પહેચાન- નેશનલ સિંગલ સાઈન-ઓન ફોર વન સિટીઝન લોગિન શરૂ થઈ છે. નેશનલ સિંગલ સાઇન-ઓન એ એક યુઝર ઓથેન્ટીકેશન સેવા છે.
ચિપ્સ ટુ સ્ટાર્ટઅપ C2S માં 30 સંસ્થાઓના પ્રથમ સમૂહ જાહેર કરાયો છે. જે સેમિકન્ડક્ટર ચિપ્સ ડિઝાઇનના ક્ષેત્રે સ્નાતક, અનુસ્નાતક અને સંશોધનમાં મદદ કરાશે.
ભારતમાં દર મિનિટે 1 લાખ 30 હજારથી વધુ UPI ટ્રાન્ઝેક્શન થાય છે. વિશ્વના 40 ટકા ડિજિટલ વ્યવહારો ભારતમાં થાય છે. યુવાનોને ડિજિટલ કૌશલ્ય અને ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ ટેક્નોલોજી ક્ષેત્રે મહત્તમ તકો પૂરી પાડવા માટે ઘણી જુદી જુદી દિશામાં સુધારા કરવામાં આવી રહ્યા છે. તે સ્પેસ હોય, મેપિંગ હોય, ડ્રોન હોય, ગેમિંગ અને એનિમેશન હોય, આવા ઘણા ક્ષેત્રો જે ડિજિટલ ટેક્નોલોજીના ભાવિને વિસ્તારવા જઈ રહ્યા છે, તે નવીનતા માટે ખોલવામાં આવ્યા છે. ઇન-સ્પેસ…હવે ઇન-સ્પેસ હેડક્વાર્ટર અમદાવાદમાં બનાવવામાં આવ્યું છે. અવકાશમાં અને નવી ડ્રોન નીતિ છે.
નોટરી ઓનલાઈન એપ્લિકેશન પોર્ટલ એ આગામી સોફ્ટવેર ટૂલ છે જેણે એપ્લિકેશન પ્રક્રિયાને અત્યંત વપરાશકર્તા મૈત્રીપૂર્ણ બનાવી છે.
સેટેલાઇટ અને માનવરહિત રિમોટ વ્હીકલ ઇનિશિયેટિવ (COE-સર્વે) પર સેન્ટર ઓફ એક્સેલન્સે એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ-આધારિત સોફ્ટવેર વિકસાવ્યું છે જે સેટેલાઇટ ઇમેજરીનો ઉપયોગ કરીને સમય શ્રેણીમાં અનધિકૃત બાંધકામો અને અતિક્રમણ સહિત જમીન પરના ફેરફારોને આપમેળે શોધી શકે છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિફેન્સ એસેટ મેનેજમેન્ટ ખાતે ડિરેક્ટોરેટ જનરલ ઑફ ડિફેન્સ એસેટ્સ દ્વારા સ્થપાયેલ COE-સર્વે, સર્વેક્ષણમાં નવીનતમ તકનીકોનો લાભ લે છે. અસરકારક જમીન વ્યવસ્થાપન અને શહેરી આયોજન માટે સેટેલાઇટ ઇમેજરી, ડ્રોન ઇમેજરી અને જીઓસ્પેશિયલ સાધનો.