કોરોના વાયરસના સંક્રમણને ધ્યાને લઈ નવસારી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લા મથક સ્થિત ડિઝાસ્ટર મેનેજમેન્ટની કચેરી ખાતે કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં ફરજ બજાવતા અધિકારી – કર્મચારીઓ લોકોની ફરિયાદો – મુશ્કેલીઓના નિરાકરણ માટે કાર્યરત છે. આ કન્ટ્રોલરૂમના ૧૦૭૭ નંબર ઉપર અત્યાર સુધીમાં જિલ્લામાંથી આવેલા ૬૨૬ જેટલા ફોન એટેન્ડ કરી તેની ફરિયાદો સંબંધિત કચેરી/ વિભાગના અધિકારીઓ સુધી પહોંચાડી તેમની ફરિયાદોનું નિવારણ કરવામાં આવ્યું છે.
આ કામગીરી વર્ગ-૧ અને વર્ગ-૨ ના અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે, તેમજ ડિસ્ટ્રીક ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓફીસર, નાયબ મામલતદાર, અન્ય નાયબ મામલતદારઓ અને રેવન્યુ ક્લાર્ક તેમજ અન્ય કચેરીઓના કર્મચારીઓને ૨૪ કલાક કંટ્રોલરૂમ કાર્યરત રાખવા માટે ફરજ સોંપવામાં આવી છે.
નવસારી જિલ્લામાં કાર્યરત આ કંન્ટ્રોલ રૂમ દ્વારા અત્યાર સુધીમાં એટેન્ડ કરવામાં આવેલ ૬૨૬ કોલ પૈકી તબીબી સુવિધા માટે ૬૦, દૂધ પુરવઠા (ડેરી) માટે ૨, આવશ્યક ચીજ વસ્તુઓ માટે ૧૮૨ તથા અન્ય કેટેગરી માટે ૩૮૨ જેટલી ફોન કોલ દ્વારા રજુઆતો મળી હતી. જેનું નિરાકરણ કરવામાં આવ્યું છે.