આવશયક ચીજવસ્તુ ધારાએ લોકોની પરેશાની અને વેપારીઓની નફાખોરી વધારી ?

Does the market benefit or harm government policies?

ભારત સરકારને આર્થિક ચિત્ત : ભાગ – 2

આર્થિક સર્વેક્ષણ : 2018 – 19નો સારાંશ ‘

પ્રો . હેમંતકુમાર શાહ ,

05 – 04 – 2020

બજારને સરકારની નીતિઓથી લાભ કે નુકસાન ?

અર્થતંત્રમાં સરકારની દરમ્યાનગીરી ઘણી વાર સારા ઈરાદા સાથેની હોય છે પણ તે સંપત્તિના સર્જનને ટેકો આપતા બજારને હાનિ પહેંચાડે છે અને ઈરાદો ના કર્યો હોય તેવાં પરિણામો આપે છે .

આવી કઈ સરકારી દરમ્યાનગીરીઓ છે તે જોઈએ ;

( 1 ) આવશ્યક ચીજવસ્તુ ધારા હેઠળ વસ્તુઓના સંગ્રહ ઉપર અનેક વાર અચાનક મર્યાદાઓ લાદવામાં આવે છે . તેનાથી ભાવ કંઈ ઘટતા નથી અને ભાવોની ચડઊતર પણ કંઈ ઓછી થતી નથી , જો કે , તેને પરિણામે તકવાદી વેપારીઓને લાભ થાય છે અને તેઓ ગ્રાહકોને હેરાન કરે છે . દા . ત . 2006 – 13 દરમ્યાન કઠોળ , 2009 – 11 દરમ્યાન ખાંડ અને સપ્ટેમ્બર – 2019 દરમ્યાન ડુંગળીના જથ્થાના સંગ્રહ ઉપર આ કાયદા હેઠળ સરકાર દ્વારા મર્યાદાઓ લાદવામાં આવી તો તેમના ભાવોમાં ઘટાડો થવાને બદલે તેમના જથ્થાબંધ અને છૂટક ભાવોમાં ભારે અફડાતફડી જોવા મળી હતી . 2019માં આ કાયદા હેઠળ ૪૦ , ૦૦૦ દરોડા પાડવામાં આવ્યા હતા . દરોડા પાડવામાં પાંચ જણા જોઈએ એવી ધારણા કરી લઈએ તો પણ આ કાયદાના અમલ માટે કેટલા બધા કર્મચારીઓનો કાફલો રોકાય છે જો કે , આ કાયદા હેઠળ સજા તો બહુ જ ઓછા વેપારીઓને જ થાય છે . તેથી એમ લાગે છે કે આવશયક ચીજવસ્તુ ધારાએ ગ્રાહકોની પરેશાની વધારી છે અને વેપારીઓની નફાખોરી પણ વધારી છે . અછત અને દુકાનોના સમયમાં આ કાયદો 1955માં આવ્યો હતો . આજે તે અપ્રસ્તુત છે અને તે રદ કરવાની જરૂર છે . .

( 2 ) 2013માં ઔષધ ભાવ નિયંત્રણ હુકમને પરિણામે જે દવાઓના ભાવ ઉપર સરકાર નિયમન રાખતી હતી તેમના ભાવ જે દવાઓના ભાવ પર નિયમન રાખતી નહોતી . તેમના કરતાં વધ્યા હતા . સસ્તી દવાઓ કરતાં મોંઘી દવાઓના ભાવ વધારે વધ્યા હતા અને દુકાનો પરથી મળતી દવાઓ કરતાં હોસ્પિટલોમાં મળતી દવાઓના ભાવ વધારે વધ્યા હતા . અામ , સરકારી હુકમનો ઈરાદો ભાવ ઘટાડવાનો હતો પણ થયું કંઈક બીજું જ , 2006 . 19ના જુદા જુદા ગાળા દરમ્યાન કઠોળ , ખાંડ , ડુંગળી અને દવાઓના ભાવમાં થયેલા ફેરફારો એમ જણાવે છે કે આવશ્યક ચીજવસ્તુ ધારા હેઠળની સરકારી દરમ્યાનગીરી બિન – અસરકારક અને બજારને માટે હાનિકર્તા રહી છે .

( 3 ) અનાજના બજારમાં સરકારની દરમ્યાનગીરીને પરિણામે સરકાર સૌથી વધુ અનાજ પ્રાપ્ત કરનાર અને સૌથી મોટી સંઘરાખોર બની ગઈ છે . તેથી અનાજના બજારમાં હરીફાઈ રહી નથી . તેને પરિણામે ભારતીય અન્ન નિગમ ( Food Corporation of India – Fci ) પાસે બફર સ્ટોક છલોછલ હોય છે , સરકાર પર સબસિડીનો બોજો વધતો જાય છે . અનાજની માંગ અને પુરવઠા વચ્ચે ખાઈ ઊભી થાય છે અને પાકમાં વિવિધીકરણ સાધવા માટે ખેડૂતોને પ્રોત્સાહન મળતું નથી .

( 4 ) રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકાર ખેડૂતોનું દેવું માફ કરે છે , જેમનું દેવું સંપૂર્ણપણે માફ થાય છે તેવા ખેડૂતો – જેમનું દેવું થોડુંક જ માફ થાય છે તેમના કરતો • ઓછી વપરાશ કરે છે , ઓછી બચત કરે છે , ઓછું મૂડીરોકાણ કરે છે અને તેમની ઉત્પાદકતા દેવાની માફી પછી પણ ઘટે છે , જે ખેડૂતોનું બધું દેવું માફ થાય છે તેમનો ફાળો કુલ  ધિરાણમાં ઘટતો જાય છે અને તેથી ખેડૂતોનું દેવું માફ કરવાનો મૂળ હેતુ જ માર્યો જાય છે .