Double electricity consumption in Gujarat
અમદાવાદ, 7 ફેબ્રુઆરી 2024
ખેતીવાડી, ઉદ્યોગ, શહેરીકરણને લીધે લોકોના જીવન ધોરણમાં સુધારો થવાને કારણે રાજ્યનું માથાદીઠ વીજ વપરાશ વર્ષ 2003માં 953 યુનિટ હતું જે વર્ષ 2013માં માથા દીઠ વપરાશ 1800 યુનિટ થયું હતો. 2023માં 2402 યુનિટ છે. સમગ્ર દેશના માથાદીઠ વીજ વપરાશ 1255 યુનિટ છે. તેનાથી ગુજરાતમાં બમણો વપરાશ છે.
ઉર્જા પ્રધાન કનુ દેસાઈએ જણાવ્યું કે છેલ્લા 20 વર્ષમાં રાજ્યની વીજ માગમાં ત્રણ ગણો વધારો થયો છે. વીજ વપરાશ માં અનેક ઘણો વધારો થયો છે. 2002માં રાજ્યની મહત્તમ વીજમાંગ 7743 મેગાવોટ હતી જે વર્ષ 2023માં વધીને 24 હજાર 544 મેગાવટ થઈ છે.
સમગ્ર રાજ્યની પ્રગતિ દર્શાવે છે. ખેડૂતોને અરજી કર્યેથી અંદાજે 6 માહિનામાં વીજ જોડાણ મંજૂર કરવામાં આવે છે.
ગામોમાં 24 કલાક વિજળી મળે છે.
2017મં 17 હજાર 97 મેગાવોટ માંગ વધીને 2013માં 24 હજાર 544 મેગાવોટ થઈ છે. જે 43.5% નો વધારો હતો.
વીજ વપરાશ 2017માં 86591 મિલિયન યુનિટ્સથી વધીને 2023માં 123032 મિલિયન યુનિટ્સ વધ્યો છે. જે 41.28% નો વધારો વતાવે છે.
પાવર એક્ષ્ચેન્જમાંથી વીજ ખરીદી,ઓક્ટો.થી ડીસે.-21 દરમ્યાન 500 મે.વો શોર્ટ ટર્મ માટેનો વીજ ખરીદ કરાર હતો. ઓક્ટો.- 21થી જુલાઈ-23માં 1 હજાર મે.વો મીડીયમ ટર્મના વીજ ખરીદ કરાર થયો.
ઓકટો. 2022માં એનર્જિ ચાર્જ રૂ. 8.54/યુનિટ હતો ત્યારે 323 મિલિયન યુનિટ્સ વીજળી ખરીદી હતી.
ઓકટો. 2023માં એનર્જિ ચાર્જ રૂ. 3.98 યુનિટ હતો ત્યારે 1494 મિલિયન યુનિટ્સ વીજળી ખરીદી છે.
જ્યારે આયાતી કોલસાનો ભાવ વધારે હોય છે ત્યારે એનર્જી ચાર્જનો દર વધુ હોય છે.
2017થી 2023 સુધીમાં સૂર્ય ઉર્જામાં 4 ગણો વધારો થયો છે. 2017માં – 2048 Mus થી વધીને 2023સુધીમાં – 8077 રાજ્ય સરકારે સ્થાપિત ક્ષમતા હતી.
બિનપરંપરાગત ઊર્જાની સ્થાપિત ક્ષમતામાં 22 મેગાવોટ (ડિસે. 2023 સુધીમાં ગુજરાત દેશમાં બીજા ક્રમે છે.
પવન ઊર્જાની સ્થાપિત ક્ષમતામાં 11 હજાર 224 મેગાવોટ ડિસે. 2023માં ગુજરાત દેશમાં પ્રથમ ક્રમાંકે હતું.
સૌર ઊર્જાની સ્થાપિત ક્ષમતા 10 હજાર 549 મેગાવોટ ડિસે. 2023 સાથે ગુજરાત દેશમાં બીજા ક્રમે હતું.
રાજ્યની કુલ સ્થાપિત વીજ ઉત્પાદન ક્ષમતામાં રિન્યુએબલ ઊર્જાનો હિસ્સો 21 હજાર 977 મેગાવોટ સાથે 47% જેટલો છે.
સોલર રૂફટોપમાં દેશભરમાં સ્થાપિત થયેલ કુલ ક્ષમતાના 30% ક્ષમતા સાથે ગુજરાત પ્રથમ નંબરે છે.
5 લાખ રહેણાક હેતુના રૂફટોપ સ્થાપન ક્ષેત્રે 82% હિસ્સો ધરાવે છે. જેની ક્ષમતા 2025 મેગાવોટ છે. વીજગ્રાહકોને વીજ બિલમાં રૂ. 2 હજાર કરોડ બચત થયેલી છે.
સ્વવપરાશ ઉપરાંતની વીજળીને વેચીને રૂ. 228 કરોડ કમાણી કરી છે.
આ વર્ષે 9500 મેગાવોટ રિન્યૂએબલ વીજળી ખરીદવા માટે PPA કર્યા છે. 2500 મેગાવોટના ટેન્ડર જાહેર કર્યા છે. જે વીજળી પણ એકાદ વર્ષમાં આવી જશે.