ભારત માઇક્રો પ્લાસ્ટિકના કારણે ફેલાતા પ્રદૂષણને નાથવા માટે દરીયાઇ કાચબા નીતિ (Marine Turtle Policy) અને દરીયાઇ સ્થાયી વ્યવસ્થાપન નીતિ અમલમાં લાવશે
ગુજરાતે વર્ષોથી વ્હેલ શાર્ક, એશિયાટિક લાયન, ઘૂડખર અને કાચબા જેવા જીવો તેમજ ઘોરાડ જેવા પક્ષીઓના સંરક્ષણ-જતનમાં સફળતા મેળવી
વિશ્વના ૧૩૦ દેશોના પક્ષીવિદો-પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં યોજાઇ રહેલી ૧૩મી કોન્ફરન્સ ઑફ પાર્ટીઝનો વીડિયો કોન્ફરન્સ દ્વારા શુભારંભ કરાવ્યો હતો. સમિટમાં ૩૨૫૦થી વધુ લોકોએ વિશ્વભરમાંથી નોંધણી કરાવી છે. આગામી ત્રણ વર્ષ સુધી આ સંમેલનનું અધ્યક્ષપદ ભારત સંભાળશે.
ગાંધીનગરમાં યોજાઇ રહેલી ધી કન્વેન્શન ઓફ માઇગ્રેટરી બડર્ઝની ૧૩મી કોન્ફરન્સ ઓફ ધ પાર્ટીઝના પ્રારંભ અવસરે સંબોધન કરી રહ્યા હતા. આ કોન્ફરન્સ વર્ષ ૨૦૨૦ બાદના બાયોડાયવર્સિટી ફ્રેમવર્ક માટેના ગાંધીનગર ડેકલેરેશન માટે અગત્યની બની રહેશે
વડા પ્રધાન નરેન્દ્ર મોદી
ભારત દુનિયામાં સૌથી વધુ જૈવ વૈવિધ્ય ધરાવતા દેશોમાંથી એક છે. દુનિયામાં કુલ ભૂમિ વિસ્તારમાંથી 2.4% હિસ્સા સાથે ભારત વૈશ્વિક જૈવ વિવિધતામાં અંદાજે 8% જેટલું યોગદાન આપે છે.
પ્રધાનમંત્રીએ ભારતમાં વન્ય આવરણમાં વધારો કરવાની જરૂર છે. દેશમાં કુલ ભૌગોલિક વિસ્તારમાંથી 21.67% વિસ્તારમાં વન્ય આવરણ છે. ઇલેક્ટ્રિક વાહનો, સ્માર્ટ સિટી અને જળ સંરક્ષણ માટે આગ્રહ કરવામાં આવે છે. ભારત એવા કેટલાક દેશોમાંથી એક છે જેની કામગીરી તાપમાનમાં 2 ડિગ્રી સેલ્સિયસ ઓછી વૃદ્ધિના પેરિસ સમજૂતીના લક્ષ્યને અનુરૂપ છે.
વર્ષ 2010માં ભારતમાં વાઘની સંખ્યા 1411 હતી જે 2022 સુધીમાં બમણી કરવાનું લક્ષ્ય હતું. હાલમાં વાઘની સંખ્યા 2967 છે. એશિયાઇ હાથી, હીમપ્રદેશના દીપડા, એશિયાઇ સિંહ, એક શ્રૃંગી ગેંડા અને ધ ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડના સંરક્ષણ માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. આ સમિટનું મેસ્કોટ ‘ગિબિ – ધ ગ્રેટ’ એ ધ ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડને સમર્પિત છે.
સ્થળાંતર કરતા પક્ષીઓ માટે ભારત મધ્ય એશિયાઇ ઉડાન માર્ગનો એક હિસ્સો છે. ભારતે ‘મધ્ય એશિયાઇ ઉડાન માર્ગના સ્થળાંતર કરતા પક્ષીઓના સંરક્ષણ માટે રાષ્ટ્રીય એક્શન પ્લાન’ તૈયાર કર્યો છે. એક્શન પ્લાન તૈયાર કરવા માગતા અન્ય દેશોને સુવિધા પૂરી પાડવામાં ભારતને આનંદ થશે. અમે તમામ મધ્ય એશિયાઇ ઉડાન માર્ગ રેંજ દેશોના સક્રિય સહયોગથી સ્થળાંતર કરનારા પક્ષીઓના સંરક્ષણ માટે એક નવું ઉદાહરણ પૂરું પાડવા આતુર છીએ.
ભારત આસિયાન અને પૂર્વ એશિયાના સમિટ દેશો સાથે વધુ મજબૂત જોડાણનો પ્રસ્તાવ મૂકે છે. ઇન્ડો પેસિફિક સમુદ્રી પહેલ (IPOI)ને સુસંગત હશે જેમાં ભારત નેતૃત્વની ભૂમિકા નિભાવશે. ભારત 2020 સુધીમાં તેની દરિયાઇ કાચબા નીતિ અને દરિયાઇ સ્થાઇ વ્યવસ્થાપન નીતિનો અમલ કરશે. માઇક્રો પ્લાસ્ટિકના કારણે ફેલાતા પ્રદૂષણને પણ નાથવામા આવશે. સિંગલ યુઝ પ્લાસ્ટિક પર્યાવરણના સંરક્ષણ માટે મોટો પડકાર છે. ભારતે આવા પ્લાસ્ટિકનો વપરાશ ઘટાડવા માટે મિશન શરૂ કર્યું છે.
ભારત વિવિધતાસભર ઇકોલોજીકલ જીવો ધરાવે છે અને ચાર જૈવ વિવિધતા ધરાવતા કેન્દ્રો પણ ધરાવે છે.તેમાં – પૂર્વ હિમાલય, પશ્ચિમ ઘાટ, ઇન્ડો-મ્યાન્માર ભૂમિ અને આંદમાન અને નિકોબારનાં ટાપુઓ સામેલ છે. ઉપરાંત ભારત દુનિયાભરમાંથી આશરે 500 યાયાવર પક્ષીઓનું નિવાસસ્થાન પણ છે.
સંરક્ષિત ક્ષેત્રોની સંખ્યા વર્ષ 2014માં 745 હતી, જે વર્ષ 2019માં વધીને 870 થઈ છે, જેમાં આશરે 1 લાખ સિતેર હજાર ચોરસ કિલોમીટર વિસ્તારને આવરી લેવામાં આવ્યો છે.
ભારતમાં જંગલનાં આવરણમાં નોંધપાત્ર વધારો થયો છે. દેશનાં કુલ ભૌગોલિક વિસ્તારનો 21.67 ટકા વિસ્તાર જંગલ વિસ્તાર છે.
વાઘ અભયારણ્યની સંખ્યા એની શરૂઆતનાં વર્ષોમાં 9 હતી, જે અત્યારે 50 થઈ છે. ભારત આંતરરાષ્ટ્રીય એશિયન હાથીઓની 60 ટકાથી વધારે વસ્તી પણ ધરાવે છે. અમારા રાજ્યોએ 30 30 એલીફન્ટ રિઝર્વની ઓળખ કરી છે. પ્રોજેક્ટ સ્નોલેપર્ડ પણ શરૂ કર્યો છે, જેનો આશય હિમાયલની ઊંચાઈઓ પર વસતાં સ્નોલેપર્ડનું સંરક્ષણ કરવાનો છે. તાજેતરમાં ભારતે 12 દેશોના ગ્લોબલ સ્નોલેપર્ડ ઇકોસિસ્ટમ પ્રોગ્રામ (જીએસએલઇપી)ની સ્ટીઅરિંગ કમિટીની બેઠકનું આયોજન પણ કર્યું હતું, જેમાં ચોક્કસ દેશ પર કેન્દ્રીત માળખું અને સ્નોલેપર્ડનાં સંરક્ષણ માટે વિવિધ દેશો વચ્ચે સાથસહકારને વિકસાવવા નવી દિલ્હીનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું.
ગુજરાતમાં ગિરપ્રદેશ એશિયાટિક સિંહો માટેનું એકમાત્ર નિવાસસ્થાન છે અને દેશને એના પર ગર્વ છે. અમે જાન્યુઆરી, 2019થી એશિયાટિક લાયન કન્ઝર્વેશન પ્રોજેક્ટ શરૂ કર્યો છે, જેનો આશય એનું સંરક્ષણ કરવાનો છે. એશિયાટિક લાયનની સંખ્યા 523 છે.
ભારતમાં એક-શિંગડાવાળા ગેંડા ત્રણ રાજ્યો અસમ, ઉત્તરપ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં જોવા મળે છે. ભારત સરકારે વર્ષ 2019માં “એક શિંગડાવાળા ગેંડા માટે રાષ્ટ્રીય સંરક્ષણ વ્યૂહરચના” શરૂ કર્યું હતું.
અતિ દુર્લભ પક્ષી ‘ધ ગ્રેટ ઇન્ડિયન બુસ્ટાર્ડ’ અમારા સંરક્ષણનાં પ્રયાસોનાં કેન્દ્રમાં સામેલ છે. કેપ્ટિવ બ્રીડિંગ પ્રોગ્રામનાં ભાગરૂપે 9 ઇંડા જંગલમાંથી સફળતાપૂર્વક વિકસાવવામાં આવ્યાં છે. આ ભારતીય વિજ્ઞાનીઓ અને વન વિભાગની ઇન્ટરનેશનલ ફંડ ફોર હાઉબારા કન્ઝર્વેશન, અબુ ધાબી માટે ઇન્ટરનેશનલ ફંડ પાસેથી ટેકનિકલ સહાય સાથેની નોંધપાત્ર સફળતા છે.
ભારત આશરે 75,000 ચોરસ કિલોમીટરનો દરિયાકિનારો ધરાવે છે અને ભારતીય દરિયાઈ પાણી સારી જૈવવિવિધતા ધરાવે છે, જેમાં અનેક પ્રજાતિઓ વસે છે. વર્ષ 2020 સુધીમાં ભારત એની મેરિન ટર્ટલ પોલિસી અને મેરિન મેનેજમેન્ટ પોલિસી લોંચ કરશે.
ભારત બરફીલા પ્રદેશોના દીપડા, એમુર બાઝ, પટ્ટાવાળા હંસ, કાળી ડોક વાળા બગલાં, દરિયાઇ કાચબા, ડંગોંગ, ખૂંધવાળી વ્હેલ વગેરે સહિત કેટલીક સ્થળાંતર કરતી વન્યજીવોની પ્રજાતિઓ માટે નિવાસસ્થાન રહ્યું છે.
મુખ્ય પ્રધાન વિજય રૂપાણી
ગુજરાતે વર્ષોથી વ્હેલ શાર્ક, એશિયાટિક લાયન, ઘૂડખર અને કાચબા જેવા જીવો તેમજ ઘોરાડ જેવા પક્ષીઓના સંરક્ષણ-જતનમાં સફળતા મેળવેલી છે. ‘ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સ’ની પણ પહેલ કરી હતી. ગુજરાત અત્યારે સોલાર એનર્જીની ઇન્સ્ટોલ્ડ કેપેસિટીમાં તેમજ વોટર રિર્સોસીસ મેનેજમેન્ટમાં દેશમાં અગ્રેસર રાજ્ય છે. ૨૦૨૦ બાદના બાયોડાયવર્સિટી ફ્રેમવર્ક માટેના ગાંધીનગર ડેકલેરેશન માટે અગત્યની બનવાની છે.
કેન્દ્રીય પર્યાવરણ,વન અને કલાઇમેટ ચેન્જ પ્રધાન પ્રકાશ જાવડેકર
ભારતે વિશ્વમાં પ્રથમ વાર સૌર ઊર્જાને પ્રોત્સાહન આપવા હરિયાણા ખાતે ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સ(ISA) નો પ્રારંભ કર્યો છે. જેમાં આજે વિશ્વના અનેક દેશો જોડાયા છે.
ભારત વન્યપ્રાણી સૃષ્ટિની અનેક સ્થળાંતરિત પ્રજાતિઓનું ઘર છે જેમાં સ્નો ચિત્તા, અમુર ફાલ્કન્સ, બાર હેડ ગીઝ, બ્લેક નેકડ ક્રેન્સ, દરિયાઇ કાચબા, ડમ્પોંગ્સ, હમ્પબેક્ડ વ્હેલ વગેરેનો સમાવેશ થાય છે. ભારતે સાઇબેરીયન ક્રેન્સ,મરીન ટર્ટલ્સ, ડુગોંગ્સ અને રેપ્ટર્સના સંરક્ષણ અને કાળજી માટે સીએમએસ સાથે કાયદેસર રીતે બંધનકર્તા એમઓયુ પર હસ્તાક્ષર પણ કર્યા છે.
કેન્દ્રીય પર્યાવરણ રાજ્ય પ્રધાન બાબુલ સુપ્રિયો
ગીધની સંખ્યા ઘટી રહી છે
કન્વેન્શન ઓન માઇગ્રેટરી સ્પિસિસના એક્ઝિક્યુટિવ સેક્રેટરી એમી ફ્રેન્કલ
UNEPના રિપોર્ટે યાયાવર પ્રજાતિઓનુ એક વરવુ દ્રશ્ય ખડું કર્યું છે. જીરાફ, શાર્ક, ગોરીલા જેવા વિવિધ પ્રાણીઓના સંરક્ષણ માટે આ પૂર્વે પણ આ પ્રકારની બેઠક યોજાઇ ચૂકી છે. પશુ-પક્ષીઓની 70% ટકા (અનુસૂચિ-૧)થી વધારે પ્રજાતિઓ અતિશોષણના ઓથાર હેઠળ જીવી રહી છે.
સંયુક્ત રાષ્ટ્રની પર્યાવરણ સુરક્ષા સમિતિના ડે. એક્ઝિક્યુટિવ ડિરેક્ટર જોયી મ્સુયા
પૃથ્વીનું સરેરાશ તાપમાન સતત વધી રહ્યું છે ત્યારે અનેક અગત્યની પ્રજાતિઓનો વિલુપ્તિ દર ચોંકાવનારો છે. દક્ષિણ એશિયામાં યાયાવર પક્ષીઓની વિવિધ પ્રજાતિઓના સંરક્ષણ બાબતે ભારત આગેવાની કરી શકે છે.
કેન્દ્ર સરકારના પર્યાવરણ અને વન મંત્રાલયના સચિવ સી.કે.મિશ્રા
ભારત એ વિશ્વનો સૌથી વધુ જૈવ વિવિધતા ધરાવતો દેશ છે. પર્યાવરણ માટે વર્ષ ૨૦૨૦ ‘સુપર યર’ તરીકે ઉજવાઇ રહ્યું છે.
રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકીમ