[:gj]શિક્ષણ બોર્ડના ઘોરણ 10 અને 12ના ચાર કરોડ દસ્તાવેજોનો ડિજિટલ વેપાર શરું કરાયો [:]

Digital marketing of four crore documents of the Board of Education of 10 and 12 started

[:gj]ધોરણ-૧૦,૧૨ના વિદ્યાર્થીઓ ઉપરાંત ઓલ્ડ એસ.એસ.સી ના વિદ્યાર્થીઓ કે અરજદારો હવે માત્ર ઓનલાઈન અરજી કરીને ગુણપત્રક, પ્રમાણપત્ર, માઈગ્રેશન તથા સમકક્ષતા પ્રમાણપત્ર મેળવી શકે તેવી ડિજિટલ વેપાર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા શરૂ કરાયો છે.

ડિજિટલ વેપાર માટે માધ્યમિક શિક્ષણ બોર્ડ વર્ષ ૧૯૫૨ થી ૧૯૭૫ સુધી ધોરણ ૧૧ ઓલ્ડ એસ.એસ.સી અને વર્ષ ૧૯૭૬ થી ધોરણ ૧૦ વર્ષ ૧૯૭૮ થી ધોરણ ૧૨ અને અત્યાર સુધીમાં ૪.૧૯ કરોડ વિદ્યાર્થીઓના પરિણામના રેકર્ડમાં ૪૦,૬૯,૪૫૫ પેજનું સ્કેનિંગ કરી તેનું ડિજિટલાઈજેશન કરી સોફ્ટ કોપીમાં ડેટા તૈયાર કરવામાં આવ્યો છે.

ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ની ડુપ્લીકેટ માર્કશીટ, પ્રમાણપત્ર, માઈગ્રેશન સર્ટિફિકેટ જેવા પ્રમાણપત્રો માટેની અરજી એપ્લિકેશન અથવા બોર્ડની વેબસાઇટ પરથી ઓનલાઇન કરવામાં આવી છે. જેથી વિદ્યાર્થીને હવે ઘરે બેઠાં જ જરૂરી દસ્તાવેજો મળી જશે. ચાર્જ ઓનલાઈન ભરી શકાશે.

પ્રમાણપત્ર તૈયાર કરી ત્રણ દિવસમાં વિદ્યાર્થીના સરનામે પોસ્ટ કરી દેવામાં આવશે. વાર્ષિક અંદાજિત ૫૦ હજાર કરતાં વધુ વિદ્યાર્થીઓને જરૂરી દસ્તાવેજ મેળવવા માટે થતા આવન-જાવન ખર્ચ અને સમયમાં બચત થશે.

આ ડિજિટલાઇઝેશન પ્રક્રિયા શરું થઈ છે.

 [:]