કોરોનામાં ડો.મોહિલ પટેલ નામના તબિબે માનવતાના દર્શન કરાવ્યા છે. 7 બાળકીની માતાને બીજા બે પૂત્ર પૂત્રી – જોડકા બાળકોનો તન્મ કરાવ્યો છે.
રુડીબેનને 9 મહિના પ્રેગ્નનસી હતી. અંકુર મેટરનિટી હોસ્પિટલનો સંપર્ક આશા વોર્કેર ભાવિકાબેન ઘ્વારા તારીખ 13 એપ્રિલ 2020ના રોજ રાત્રી ના 9:30 કલાકે કરેલો હતો. તેમને સોનોગ્રાફીમાં ગર્ભમાં બે ( ટ્વિન્સ ) બાળક હતા. રૂડીબેનને 7 છોકરીઓ છે, 7 નોર્મલ ડિલિવરી થયેલી હતી. તેમને બીજી હોસ્પિટલ માંથી ઓપેરશન કરી બાળક લેવા માટે સૂચન કરવામાં આવેલું તેથી તેમને હોસ્પિટલમાં બતાવા માટે આવ્યા હતા.
બાળક આવવાની તૈયાર હતી. ડોક્ટકરે નોર્મલ ડિલિવરી કરાવી 9માં બાળકનો જન્મ કારાવેલો હતો. જેમાં એક બાળકી અને બીજો બાબો જન્મ્યો હતો.
આ કોરોના ની મહામારી વચ્ચે પેઇન્ટ છેલ્લા 2 દિવસથી બીજી હોસ્પિટલો માં જતું હતું. તેમને ઓપેરશન કરી ને ડિલિવરી કરવા માટે સૂચન કરવામાં આવ્યું હતું. તેથી આશા વોર્કેર બેન મારી હોસ્પિટલમાં અભિપ્રાય લેવા આવ્યા હતા. રૂ.30 હજારમાં ઓપરેશન કરવાનું કહેતાં ઘરે ડિલિવરી કરવાનું નક્કી કરિયું હતું.
કોરોનાની મહામારી વચ્ચે છૂટક મજૂરી કામ કરતા હોવાથી પૈસા નથી. કોરોના લૉકડાઉંન ના કારણે કોઈ આવક નથી. તેઓ હુંકા ગામમાં વગડામાં આવેલાં ઇન્દિરા નગરમાં રહે છે. હોસ્પિટલનો કોઈ પણ ચાર્જસ ન લેવાનું નક્કી કરાયું તું. આ પરિવારને 3 મહિનાનું કરિયાણું પણ ડોક્ટરે આપ્યું હતું. Dr. Mohil Patel performed delivery of labour patient free of cost