[:gj]રૂપાણી સરકારે માનવતા ને બંધારણ નેવે મૂક્યા, ધર્મના આધારે દર્દીનું વિભાજન કર્યું[:]

[:gj]અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓને ધર્મના આધારે વોર્ડ બનાવવામાં આવ્યા છે.  એ બંધારણના સીધે સીધું ઉલ્લંઘન અને માનવતાની હત્યા છે

માનનીય હાઇકોર્ટ આ બાબતે સૂઓમોટો લઈને કાર્યવાહી કરે
કોરોનાવાયરસ (કોવિડ -૧)): અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કોરોનાવાયરસ દર્દીઓ અને શંકાસ્પદ કેસો, જેમાં કોવિડ -૧ 1, માટે ૧૨૦૦ પથારી મૂકવામાં આવ્યા છે, તેમની શ્રદ્ધાના આધારે વોર્ડમાં અલગ પાડવામાં આવ્યા છે. મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડો.ગુવંત એચ. રાઠોડે જણાવ્યું હતું કે રાજ્ય સરકારના નિર્ણય મુજબ હિન્દુ દર્દીઓ માટે અને બીજો મુસ્લિમ દર્દીઓ માટે એક વોર્ડ બનાવવામાં આવ્યો છે, ત્યારે નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય પ્રધાન નીતિન પટેલે આ અંગે કોઈ જાણકારી નકારી કા .ી હતી.

સિવિલ હોસ્પીટલમાં કોરોના ના હિન્દુ દર્દી માટે અલગ અને મુસ્લિમ દર્દીઓ માટે અલગ વોર્ડ બનાવવામાં આવેલ છે, ધર્મના આધારે વોર્ડમાં અલગ અલગ રીતે લોકોને રખવામા આવ્યા છે. આ બાબતે માયનોરીટી કો ઓર્ડિનેશન કમિટીના કન્વીનર મુજાહિદ નફીસે મુખ્ય ન્યાયાધીશને પત્ર લખીને આ બાબતને ધ્યાનમાં લેવાની વિનંતી કરી છે, પત્રમાં તેઓએ લખ્યું છે કે ધર્મ અને માન્યતાના આધારે ભેદભાવ દેશના બંધારણ 14,15 અને 51 A (C, E, F, H) નો સ્પષ્ટ ઉલ્લંઘન છે. પત્રમાં વધુમાં લખેલ છે કે માનનીય ન્યાયધીશ શ્રી આપ આ દેશના બંધારણ અને હળી મળીને રેહવા વાળી સંસ્કૃતિને બચાવવાની આખરી ઉમ્મીદ છો તેમજ આપથી અનુરોધ છે કે આપશ્રી આ બનાવની નોંધ લઈને ન્યાયના વ્યાપક હિતમાં સૂઓમોટો લઈને આના ઉપર યોગ્ય પગલાં લો.[:]