ગુજરાતના 91 લાખ ઘરોમાંથી 73 લાખ ઘરોમાં પીવાનું શુદ્ધ પાણી મળે છે. 18 લાખ ઘરમાં પિવાનું શુદ્ધ પાણી મળતું નથી.
બાકીના 18 લાખ ઘરોમાં આગામી વર્ષ 2022 સુધીમાં ઉપલબ્ધ પાણી પૂરું પડાશે. કેન્દ્રના નલ સે જલના વર્ષ 2024ના લક્ષ્યાંક પહેલા ગુજરાત આગામી ત્રણ વર્ષમાં પોતાનો લક્ષ્યાંક સિદ્ધ કરશે. ગુજરાતમાં 91 લાખ ઘરોમાંથી 73 લાખ ઘરોમાં એટલે કે 78 ટકા ઘરોમાં પીવાનું સ્વચ્છ પાણી મળી રહ્યું છે બાકીના 17 લાખ ઘરોમાં ઓગસ્ટ 2022 સુધીમાં નળ જોડાણ દ્વારા પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડવા આ બજેટમાં રૂા.724 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. રાજ્યમાં 24,678 આંતરિક પેયજળ યોજનાને વધુ સક્ષમ બનાવવામાં આવી રહી છે હાલ તો રાજ્યના 18 હજાર ગામોમાંથી 13,300 ગામો અને મોટાભાગના શહેરોને સરફેસ વોટરની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.