Eco-friendly ash from farm waste, cheap coal from fields
દિલીપ પટેલ, 2 એપ્રિલ 2022
ખેતીના કચરાની રાખ કરીને પ્રદૂષણ રહીત એકદમ સસ્તો ચાર કોલ બનાવીને મહિલાઓ મોટી રોજગારી મેળવી શકે એવી પદ્ધતિ વિકસાવવામાં આવી છે. ખેતરનો કચરો ધૂમાડા વગર સળગાવીને તેની રાખ કરીને જેમાં ઘઉંનો થોડો લોટ નાંખીને ચારકોલ બનાવવાની પદ્ધતિ વિકસાવવામાં આવી છે. જેનો અમલ આખા ગુજરાતનાં 10 લાખ ખેડૂત કુટંબોની મહિલાઓ માટે થઈ શકે છે.
રાખવા ગોળા
ગુજરાતમાં 90 લાખ હેક્ટર ખેતરોમાં એક હેક્ટરે 10 ટન કૃષિ કચરો-પરાળ નિકળે છે જો તેના 10 ટકા કચરાનો ઉપયોગ ચારકોલ બનાવવામાં કરવામાં આવે તો 90 કરોડ કિલો ચારકોલ બની શકે છે. જે ગુજરાતની હાઈવે હોટેલો કે રેસ્ટોરાંને ચારકોલ કે રાખના ગોળા પૂરો પાડી શકે છે. તે પણ એક કિલોના 35 રૂપિયે સાવ સસ્તા ભાવે.
1.25 કરોડ હેક્ટરમાં કચરો
ઘઉં 14 લાખ હેક્ટર, ચોખા 8.50 લાખ હેક્ટર સાથે અનાજનો વિસ્તાર 32 લાખ હેક્ટર છે. કઠોળના છોડ 9 લાખ હેક્ટર, તેલ આપતાં છોડ 30 લાખ હેક્ટર, કપાસ 27 લાખ હેક્ટર, બગાચાના વૃક્ષો 4.25 લાખ હેક્ટર, શાકભાજી 8 લાખ હેક્ટર, મસાલા પાકના છોડ 7.55 લાખ હેક્ટર, શેરડી મળીને કુલ 1.25 લાખ હેક્ટ વિસ્તારના થતાં છોડમાંથી 90 લાખ હેક્ટર વિસ્તારનો કૃષિ કચરો કામ આવી શકે છે. જેમાંથી 90-100 કરોડ કિલો સસ્તું બળતણ તૈયાર કરીને ઘર અને હાઈવે હોટેલો અને ભઠ્ઠામાં કામ આવી શકે છે.
10 લાખ મહિલાઓ 3500 કરોડ કમાઈ શકે.
જેની વેચાણ કિંમત કિલોના 35 ગણવામાં આવે તો 3500 કરોડનો ધંધો થઈ શકે છે. જે મહિલાઓ સારી રીતે કરી શકે છે. ગુજરાત સરકાર સાધનો પરનો વેરો માફ કરે તો પણ 10 લાખ મહિલાઓને સારી કમાણી કરાવી શકે એવી આ સાદી ટેકનિક છે.
ઇકો-ફ્રેન્ડલી ‘બ્રિકેટ્સ’ કેવી રીતે બને
કૃષિ પાકના અવશેષોને બાયોફ્યુઅલમાં બદલવા માટે બર્નરમાં નાખીને રાખમાં રૂપાંતરિત કરવામાં આવે છે. બર્નરમાં ચીમની હોય છે. ઘઉંના પરાળની સ્લરી તૈયાર કરીને રાખમાં ભેળવી દેવામાં આવે છે. તે કોલસા કરતાં વધુ સારી રીતે બળે છે. ઘણું બધું સસ્તું છે.
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ગ્રામીણ મહિલાઓને ખેતીના અવશેષોમાંથી બ્રિકેટ બનાવવામાં આવ્યું છે. ખેડૂતો ખેતીના કચરાનો નિકાલ અને કમાણીનું સાધન ઊભું થયું છે.
ડીઝલ-કોલસા કરતાં સસ્તુ
કોલસા કરતાં સસ્તી બ્રિકેટ્સ રેસ્ટોરાં અને ઢાબાઓમાં લોકપ્રિય બની છે. 35 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાય છે. 4 લોકો માટે ભોજન રાંધવા માટે એક કિલોગ્રામ કોલસાની જરૂર પડે છે. હાઈવેની હોટેલોમાં ગેસ, ડીઝલ અને કોલસાથી રસોઈ થાય છે તેનાથી રાખના ગોળા ઘણાં સસ્તા છે.
રાખના ગોળા
પાકના અવશેષોમાંથી અપ્રદૂષિત રાખના ગોળા પણ બને છે. કૃષિ કચરાના બ્રિકેટ્સની ઊંચી માંગ છે. જેનો ઉપયોગ રસોઈના બળતણ તરીકે થાય છે.
ઘરમાં ઉપયોગ
ગેસ ને કેરોસીન મોંઘા થવાના કારણે ગામોમાં મહિલાઓ રસોઈ માટે ચૂલાનો ઉપયોગ કરવા લાગી છે. જેમાં ઈકો-ફ્રેન્ડલી ચીજનો ઉપયોગ કરી શકાય છે.. ઘરમાં વાયુ પ્રદૂષણ પણ ઘટાડી શકાય છે.
10 કિલો કચરાની 1 ઇંટ-ગોળો
સ્મોકલેસ બાયોફ્યુઅલ માત્ર અઢીસો ગ્રામની જરૂર પડે છે. જેની કિંમત લગભગ આઠથી દસ રૂપિયા છે. તેમાં લગભગ દસ કિલોગ્રામ કૃષિ અવશેષોમાંથી 1 કિલો ઈંટ બને છે.
પ્રદૂષણ
ખેડૂતો સામાન્ય રીતે અવશેષોને બાળી નાખે છે. ખેતરોમાં કચરો-પરાળ સળગાવવાના બદલે ઈંધણ ઈંટ બને છે. ઇંટો ધુમાડા વિનાની અને સસ્તી છે. ધુમાડા વિનાનું બળતણ છે. ઈંટ-ગોળાથી વાયુ પ્રદૂષણ થયું નથી.
કમાણી
બનાવીને વેચીને પૈસા કમાઈ શકે છે. કોલસો (બ્રિકેટ્સ) વેચીને મહિલાઓ હવે ઘર ચલાવવા પૈસા કમાઈ રહી છે. રોજના બે કલાક કામ કરવામાં ત્રણસોથી પાંચસો રૂપિયા કમામી છે.
તાલીમ
આ પ્રોજેક્ટને ભારત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના SEED વિભાગ દ્વારા આર્થિક મદદ મળી છે. ઉત્તર પ્રદેશના સીતાપુર જિલ્લાના અશરફપુર ગામ કટિયા ખાતે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર (KVK)માં તાલીમ આપવામાં આવે છે. મોટા પાયે અમલ કરવામાં આવે તો તે ગ્રામીણ વિસ્તારોમાં મહિલાઓને સશક્ત બનાવવાનું સફળ મોડલ બની શકે છે.