બસમાં શિક્ષણ – ભારતની પહેલી સોલાર કમ્પ્યુટર શાળા બસ ગુજરાતની, સરકારી બસ શાળા 1.20 કરોડની 

Education on Wheels, India’s First Solar Computer School Bus, बस में शिक्षा – भारत का पहला सौर कंप्यूटर स्कूल बस गुजरात में, सरकारी बस स्कूल 1.20 करोड़ कि

અમદાવાદ, 9 મે 2023
ક્રાફટ સિલિકોન ફાઉન્ડેશનના મેનેજર દેવયાની પટેલ કહે છે કે, શિક્ષાની ભેટ એ અક્ષય ભેટ છે. સંસ્થાએ એજ્યુકેશન ઓન વહીલ્સ – કમ્પ્યુટર બસની વ્યવસ્થા કરી છે. ભારતની પ્રથમ બસ છે જેમાં 10kWની સોલર સિસ્ટમ સહિત 16 પેનલ , બેટરીઓ અને ઇનવર્ટર સાથેની સંપૂર્ણ સિસ્ટમ સેટ કરવામાં આવી છે. બસના બધા જ ઉપકરણો સૌર ઉર્જા દ્વારા સંચાલિત છે. સોલાર પેનલ મિકેનિકલ સિસ્ટમની મદદથી ત્રાંસી સેટ કરવામાં આવી છે, જેથી બસ ઉભી રહે પછી રિમોટ અને હાઇડ્રોલિક પમ્પની મદદથી પેનલને ખોલીને મહત્તમ સૂર્યપ્રકાશનો લાભ લઇ શકાય છે. આ સૌર ઉર્જાથી બસમાં લગભગ 6 કલાકનો અભ્યાસ કરાવી શકાય છે. સેલ્ફ સસ્ટેનેબલ એવી આ કમ્પ્યૂટર બસ પર્યાવરણ માટે પણ લાભદાયી છે. ડિજિટલ યુગમાં કમ્પ્યુટર, જીવનશૈલી સાથે વણાઈ ગયું છે.

ક્રાફટ સિલિકોન ફાઉન્ડેશન.
ક્રાફટ સિલિકોન ફાઉન્ડેશન દ્વારા “કમ્પ્યુટર એજ્યુકેશન ઓન વહીલ્સ” શરૂ કરવામાં આવ્યો છે. બસમાં 26 કમ્પ્યુટર્સ, 2 એરકન્ડિશનર, પંખા અને લાઈટ જેવી સુવિધાઓ દ્વારા હરતો ફરતો કમ્પ્યુટર ક્લાસરૂમ બનાવવામાં આવ્યો છે. ઘર – આંગણે કમ્પ્યુટરના ઉપયોગ વિશે નિઃશુલ્ક શિક્ષણ પૂરું પાડવામાં આવે છે. 11 વર્ષથી વધુ ઉંમરના વિધાર્થીઓ, કદી શાળામાં ભણવા ના જઈ શક્યા હોય એવા બાળકો, યુવા અને સ્ત્રી-વર્ગને કમ્પ્યુટરને લગતું હાર્ડવેર અને સોફ્ટવેરનું જ્ઞાન આપવામાં આવે છે.

ત્રણ મહિનાના અભ્યાસક્રમમાં માઇક્રોસોફ્ટ ઓફિસ (વર્ડ, પાવર પોઇન્ટ અને એક્સેલ), નેટવર્કિંગ, ઇન્ટરનેટ અને કમ્પ્યુટર હાર્ડવેરનું જ્ઞાન આપવામાં આવે છે. પછી વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવે છે. ઉત્તીર્ણ થયેલ વિધાર્થીઓને પાસ થયાનું પ્રમાણપત્ર આપવામાં આવે છે. નોકરી મેળવવામાં મદદ કરે છે.

અત્યાર સુધી બસમાં તેમજ બસને શાળામાં લઇ જઈને લગભગ 500 વિદ્યાર્થીઓને કમ્પ્યુટર અભ્યાસ પૂરો પાડવામાં આવ્યો છે. અમદાવાદના વિસ્તારોમાં પ્રોજેકટ સ્થળ હોય ત્યાં બસ લઈ જઈને દરરોજ સવારે 9 થી સાંજના 6 સુધી એકથી વધુ વિસ્તારના બાળકોને તેમના સ્થળે જઈને શિક્ષણ આપવામાં આવે છે. અંતરિયાળ વિસ્તારમાં સંપૂર્ણ અભ્યાસક્રમ પૂર્ણ થાય ત્યાં સુધી કમ્પ્યુટર બસ લગભગ 3 મહિનાના સમયગાળા સુધી સ્ટાફ સહિત જે તે સ્થળ પર જ રહે છે.

એક સ્થળે બેચ પુરી થાય બાદ બસ અન્ય સ્થળે પહોંચે છે અને બીજી બેચ શરૂ કરવામાં આવે છે.

‘શિક્ષામિત્ર’, ‘ગુલાબી ઠંડી’, ‘હર ઘર આનંદ’ જેવા વિવિધ પ્રોજેકટ થકી વિદ્યાર્થીઓને અભ્યાસ ક્ષેત્રે આગળ વધવામાં મદદ કરવામાં આવે છે.

ગુજરાત અને રાજસ્થાનમાં 75 શાળાઓમાં શૈક્ષણિક સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું. ‘શિક્ષામિત્ર’ પ્રોજેક્ટમાં યુવા,વિદ્વાન,અભ્યાસુ, કોઈપણ ઉંમરના વ્યક્તિઓ સંસ્થા સાથે જોડાઈને પોતાના રસના વિષય અનુસાર જરૂરુયાત વાળા બાળકોના અભ્યાસ માટે પોતાના સમયનું દાન કરે છે.

‘ગુલાબી ઠંડી’ પ્રોજેક્ટમાં અમદાવાદની બધી જ સિગ્નલ બસોમાં તેમજ અરવલ્લીના આદિવાસી વિસ્તારોની અમુક શાળાઓમાં સંસ્થા દ્વારા સ્વેટરનું વિતરણ કરવામાં આવ્યું હતું. 10 વર્ષમાં 1 કરોડ બાળકોને શિક્ષિત કરવાનું લક્ષ્યાંક સેવે છે.

સરકારી બસ શાળા
ગરીબ બાળકો માટે અમદાવાદ મ્યુનિસિપલના સ્કૂલબોર્ડ દ્વારા ટ્રાફિક સિગ્નલ પર રહેતા બાળકોને શિક્ષણ આપવા 10 બસ શરૂ કરવામાં આવી હતી. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલએ લીલીઝંડી આપી દીધી છે.
વિધાર્થીને બસમાં બેસાડીને શિક્ષણ અપાય છે. જે, શહેરના ગુલબાઈ ટેકરા, વસ્ત્રાપુર, આરટીઓ, નારોલ, નરોડા વિસ્તારમાં જાય છે.

સિગ્નલ શાળામાં સીસીટીવી, ગમ્મત સાથે જ્ઞાન, એલઈડી, પુસ્તકો, નોટબુક છે. એક સ્કુલ બસમાં 15 બાળકો અભ્યાસ કરે છે.
રૂ.12 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ભિક્ષા નહિ શિક્ષા સ્લોગન સાથે સિગ્નલ સ્કૂલ શરૂ કરવામાં આવી છે. એક શાળ પાછળ 1 કરોડ 20 લાખનો ઊંચો ખર્ચ કરાયો છે. રોજ 500 બાળકો ભણતા હોવાનો અંદાજ છે.

6 માર્ચ 2022ના રોજ 10 જેટલી સિગ્નલ સ્કૂલ બસ શહેરના અલગ-અલગ વિસ્તારમાં શરૂ કરાઇ હતી. 139 બાળકો જેમણે ત્રણ માસ સુધી સિગ્નલ સ્કૂલમાં અભ્યાસ કર્યો. આ બાળકો ધોરણ 8 સુધી AMC ની શાળામાં અભ્યાસ કરાવવામાં આવશે. . ત્રણ મહિના પછી સિગ્નલ સ્કૂલના 139 બાળકોનો હવે શાળામાં પ્રવેશ કરાયો હતો. નવા 101 બાળકોને સિગ્નલ સ્કૂલમાં આવ્યા હતા. એક વર્ષ સુધી જ સ્કુલ બસમાં વિદ્યાર્થીને રખાય છે, પછી તેને નજીકની શાળામાં દાળક કરાય છે.

સુરેન્દ્રનગરમાં મીઠાના અગરીયાના બાળકો માટે 40 સ્કૂલ ઓન વ્હીલ શરૂ કરી છે.