અમદાવાદ, 10 જૂન, 2020
ગુજરાતના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્ર ચૂડાસમા વડી અદાલતમાં ચૂંટણી હારી ગયા પછી તેની સીધી અસર તેમના વિભાગને પણ થઈ છે. વિભાગનું શિક્ષણ સદંતર કથળી ગયું છે. ગુજરાત બોર્ડનું ધોરણ 10નું પરિણામ આવ્યું છે જેમાં 40% વિધ્યાર્થી નાપાસ થયા છે. આ ટકાવારી પાછલા વર્ષ કરતાં 6.33% વધી છે. ગુજરાતનાં શિક્ષણના કથળતા સ્તર બાબતે ગંભીરતાથી વિચારવાની જરૂર છે. એમ શિક્ષણ વિદ્દોએ જાહેર કર્યું છે.
ગુજરાત બોર્ડનું 10 મી નું પરિણામ આવ્યું છે જેમાં 60.64% વિધ્યાર્થી પાસ થયા છે આ ટકાવારી પાછલા વર્ષ કરતાં 6.33% ઓછી છે. આ વર્ષે A1 ગ્રેડમાં માત્ર 1671 વિધ્યાર્થી પાસ થયા છે. ગયા વર્ષે 4974 વિધ્યાર્થી A1 ગ્રેડથી પાસ થયા હતા. આ વર્ષે ગયા વર્ષ કરતાં માત્ર D ગ્રેડ થી પાસ થનાર વિધ્યાર્થીનો વધારો થયો છે. જેમાં આ વર્ષે 13977 વિધ્યાર્થી D ગ્રેડથી પાસ થયા છે. ગયા વર્ષે આ સંખ્યા 6288 હતી. આ બાબત ખુબજ ચિંતા જનક છે. સૌથી ઔછું પરિણામ આદિવાસી જિલ્લા દાહોદમાં 47.47% છે.
રૂપાણી સરકારની નિષ્ફળતા
2019 માં ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવેલા આંતરિક સરવેમાં બહાર મે આવ્યું છે કે ગુજરાતમાં 12000 પ્રાથમિક શાળાઓ એવી છે જ્યાં એક અથવા 2 શિક્ષકો છે. 9000 શાળાઓમાં રમત ગમતનું મેદાન નથી.
ગુજરાતમાં 11376 પ્રાથમિક શાળાઓ શિટેડ રૂફમાં ચાલી રહી છે. તેમજ 10,000થી વધુ નવા ક્લાસરૂમ જરજરિત છે.
ડિસેમ્બર 2019માં વિધાનસભામાં શિક્ષણ મંત્રી દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ માધ્યમિક શાળામાં શિક્ષકની 2371 જગ્યા ખાલી છે. જેમાં 494 અંગ્રેજી અને 884 વિજ્ઞાન અને ગણિતના શિક્ષકો નથી.
ઉચ્ચતર માધ્યમિક શાળામાં 4020 શિક્ષકોની જગ્યા ખાલી છે. ગુજરાત રાઇટ ટૂ એજ્યુકેશન ફોરમ દ્વારા આ પહેલા પણ ઘણી વખત સરકારને પત્ર લખીને માંગ કરતું રહ્યું છે કે રાજ્યમાં શિક્ષણ ના સ્તરને સુધારવની જરૂર છે, તેમ
ગુજરાતના રાઇટ ટુ એજુકેશન ફોરમના મુજાહિદ નફીસે કહ્યું છે કે,