2009ની લોકસભાની ચૂંટણી દરમિયાન પ્રચારમાં મોરબી ખાતે ચૂંટણી પ્રક્રિયા પ્રભાવિત થાય એવા મોરબીના તત્કાલીન ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા તથા અંજારના ધારાસભ્ય નિમા આચાર્ય સામે મોરબીમાં ગુનો નોંધાયો હતો. કેસ એડિશનલ ચીફ જ્યૂડીશયલ મેજિસ્ટટ્રેટ જે.જી.દામોદ્રએ આચાર સંહિતા ભંગ મામલે વિડીયોગ્રાફી સહિતના પુરાવા ધ્યાને લઈ તત્કાલીન ધારાસભ્ય નિમાબેન આચાર્ય, કાંતિલાલ અમૃતિયા અને ભાજપના યુવા મોરચાના આગેવાન અને હાલના પાસના અગ્રણી મનોજ પનારાને તમામને 12 ફેબ્રુઆરી 2018માં 1 વર્ષની સજા અને 1 હજારનો દંડ ફટકાર્યો હતો. નિવેદન બદલ એક વર્ષની સજા થઈ હતી. ત્રીજી લોકસભાની ચૂંટણી પણ ગુજરાતમાં પૂરી થઈ ગઈ છે. તેમ છતાં 10 વર્ષથી આચારસંહિતા ભંગ બદર કોઈ જેલમાં ગયું નથી. હાલ આ કેસ મોરબીની સેસન્સ કોર્ટમાં ચાલી રહ્યો છે.
18 માર્ચ 2009માં કચ્છના ભાજપના ઉમેદવારના ચૂંટણી પ્રચાર સભામાં મતદારોને અને કાર્યકરોને વધુ મત આપવા માટે રોકડ ઇનામ અને ગ્રાન્ટ ફાળવણીની લાલચ આપી હતી. અમૃતીયાએ મોરબીમાં જે વિસ્તાર વધુ મત આપે તે કાર્યકરોને રૂ.1.51 લાખ અને તત્કાલીન અંજારના ધારાસભ્ય નીમાબેન આચાર્યે તેમના વિસ્તારમાં ભાજપને વધુ મતો આપનાર વિસ્તારને રૂ.5 લાખની ગ્રાન્ટ ફાળવણી જાહેરાત કરી હતી. તેમના વિરુદ્ધ તે સમયે સભામાં મતદારો અને કાર્યકતોને લલચાવે ફોસલાવે તેવા નિવેદન કરવા બદલ આચાર સાહિતા ભંગની ફરિયાદ નોંધાઇ હતી.
આઇપીસી કલમ 171(બ) મુજબ આજ સંભળાવી રાજકીય હોદેદારોને બોધપાઠ રૂપ કડક ચુકાદો આપ્યો હતો. જોકે કોર્ટે સજા આપ્યા બાદ ત્રણેયને ઉપલી કોર્ટમાં જવા માટે જામીન પાર મુક્ત કાર્ય હતા. હવે આ કેસ મોરબીની સેસન્સ કોર્ટમાં ચાલી રહ્યો હોવાનું નીમાબેન આચાર્યએ જણાવ્યું હતું.