હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં આજે કારોબારી બોલા વી મોટું નોકરીનું ભરતી કૌભાંડ હાથ ધરવામાં આવશે અત્યાર સુધી શિક્ષણ મંત્રી અને અગ્ર સચિવ શિક્ષણ વિભાગે તપાસ માટે રાખેલ પરિણામ બે દિવસ પહેલાં જ ભાજપના એક મહામંત્રી કે. સી. પટેલે મુખ્યમંત્રીને મલી પરિણામ જાહેર કરવાનું દબાણ કર્યું મને મળતી માહિતી મુજબ ૨૦ જેટલા વિદ્યાર્થીઓ પાસે થી 15 થી 20 લાખ રૂપિયા ઉઘરાવે લ અને આ ભરતી કરેલ છે અને જેમાં ભાજપના જ એક મહામંત્રી ને પણ મોટી રકમ પહોંચ્યા હોવા ની ચર્ચા એ જોર પકડ્યું છે જેથી આ કૌભાંડ માં સંડોવાયેલા ને બચાવવા સીએમ ઓફિસ માં ધકકા વધી ગયા છે. કે. સી. પટેલનું કરોડોનું આ કોભાંડ છે. તેમ પાટણના કોંગ્રેસના ધારાસભ્ય ડો.કિરીટ પટેલે જણાવ્યું હતું.
શું ભ્રષ્ટાચાર વિરુદ્ધ સ્પષ્ટ સબી ધરાવનાર મુખ્યમંત્રી રૂપાણી આ બાબતે સીઆઇડી ક્રાઇમ પાસે તપાસ કરાવશે કે પછી તેરી ભી ચૂપ મેરી ભી ચૂપ. કારણ કે કે. સી. પટેલ નરેન્દ્ર મોદી અને અમિત શાહના ખાસ છે. તેથી મુખ્ય પ્રધાન પણ બધુ જાણતા હોવા અને કૌભાંડમાં સંડોવાયેલા હોવાથી કોઈ પગલાં નહી ભરે.
કોરોના વાયરસની આડમાં કોઈનું ધ્યાન ન જાય તે રીતે પાટણ યુનિવર્સિટી રાતો – રાત 48 જુનિયર કારકુનની ભરતીનું કૌભાંડ ભાજપના કેટલાક નેતાઓના સહારે આચરવામાં આવ્યું છે. મોટા ભરતી કૌભાંડ વિષે મને માહિતી મળી છે. જેની વિગતો આ સાથે મુખ્યમંત્રી ને સંબોધીને કરેલા પત્રમાં છે. કયા કયા નમ્બર ની નિમણુંક થવાની છે તે પણ આ પત્રમાં છે. જે ખૂબ મોટા કૌભાંડની સાક્ષી રૂપ છે.ટૂંકમાં હકીકત નીચે મુજબ છે.
1
આ બંને ભરતી પ્રક્રિયાની પરીક્ષા નવે/ડિસે 2019 માં થઈ તે પૂર્વે 27/9/19ના રોજ મુખ્યમંત્રી કાર્યલયને નામ આપવામાં આવ્યા હતા કે આજ લોકોની નિમણુંક પાટણ યુનિવર્સિટી માં થશે.*
2
પરીક્ષા પછી ઉમેદવારોએ 4 નવેમ્બર 2019 ના રોજ પાટણ કલેકટરને બન્ધ કવરમાં નામ* આપી .મુખ્યમંત્રી ને મોકલવા અને આ રોકવા આવેદન આપ્યું હતું.
3
આ નામ નક્કી હતા એટલે પરીક્ષાનું પરિણામ વેબ સાઈડ ઉપર મુકવામાં ન આવ્યું* અને માત્ર ઉમેદવાર જોઈ શકે એ રીતે જ જાહેર કર્યું. *પારદર્શિતા હોય તો વેબ સાઈડ ઉપર તમામ પરીક્ષાના પરિણામ મૂકે છે* .આ કેમ નહિ?
4
રજૂઆતો બાદ સરકારે રોક લગાવી હતી *અચાનક 17 માર્ચે પ્રદેશ ભાજપ ના નેતા સાથે ચાર કારોબારી સભ્ય મુખ્યમંત્રીશ્રીને મળ્યા તે બાદ* પાછી નિમણુંકની પ્રક્રિયા શરૂ થઈ.આ સમાચાર મેડિયામાં પણ આવ્યા છે.
5
*આજે બપોરે 12 વાગે આ નિમણુંકો ઉપર મહોર મારવા અચાનક કારોબારી* બોલાવી.કોરોના વાયરસની ગાઈડ લાઈન પણ અવગણી.આ .આ માસમાં ચોથી કારોબારીની મીટિંગ બોલાવી. સામાન્ય રીતે દર માસે એક જ કારોબારી બોલાવવાની યુનિવર્સિટી કચેરી કાર્યપધ્ધતિ માં જોગવાઈ છે.
6
એક બાજુ લાખો યુવાનો બેકાર છે ત્યારે આ *બેક ડોર એન્ટ્રીમાં કયા ભાજપ નેતાને રસ છે.મોટી આર્થિક* ગેરરીતીના પણ આક્ષેપો સતત થતા રહ્યા છે.
7
યુનિવર્સિટીમાં સારા કર્મચારી ની નિમણુંક થાય માટે આ ભરતી *ગૌણસેવા કે કેન્દ્ર સરકારે આવી પરીક્ષાઓ માટે ઉભી કરેલ નેશનલ ટેસ્ટિંગ એજન્સી મારફતે પરીક્ષા* લેવામાં આવે.તો ભ્રષ્ટાચાર અટકે સારા કર્મચારી નિમણુંક પામે તો યુનિવર્સિટી નો વિકાસ થાય. *આજ મારી રજૂઆતનો* *ઉદેશ*
8
મેં અનેક વાર રજૂઆતો કરી કયા નમ્બરની નિમણુંક થવાની છે તે *નમ્બર પણ મ ને ઉમેદવારોએ આપ્યા તે મેં આ પત્રમાં જણાવ્યા છે.જો* *આજ નમ્બર મેરીટમાં હોય તો સરકાર સમગ્ર મામલે CID ક્રાઈમ ને તપાસ આપે.* હજુ કેટલા નવા ભરતી કૌભાંડ થવા દઈશું.
9 રૂપાણી સરકાર બેકાર યુવાનો માટે *ભ્રષ્ટાચાર સામે સંવેદન બને છે કે નહીં તે રાજ્યના યુવાનો જોશે.*
10પ્રથમ વાર રાજ્યમાં કોઈ ભરતીમાં બનેલ આવી ઘટના જ્યો નિમણુંક માટેના નમ્બર પહેલાં જાહેર થયા હોય.* છતાં સરકાર ચૂપ હોય.
સમગ્ર બાબતે બધું યોગ્ય થયું છે તેવું બતાવવા તમામની વિડીઓ ગ્રાફી કરી શુ મુખ્યમંત્રી ને પણ આ પ્રદેશ ભાજપ નેતાએ ગેરમાર્ગે દોર્યા.?
ડૉ. કિરીટ સી. પટેલ
ઉપરાંત પ્રો. દિલીપ પટેલે જણાવ્યું હતું કે,
વર્ષ 2012માં ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ તરીકે ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના અંગ્રેજી વિભાગના અધ્યક્ષ ડો.આદેશ પાલની નિમણૂક થયા ના માત્ર 11 મહિના ના સમયમાં જ તેમના પર થયેલા ભ્રષ્ટાચારના આરોપો ના કારણે તેમને રાજીનામુ આપવાની ફરજ પડેલ હતી. ત્યારબાદ તેમના પર નામદાર ગુજરાત લોકાયુક્તમાં ભ્રષ્ટાચાર ની તપાસ કરવા માટે ફરિયાદ કરવામાં આવેલ. આ તપાસની વિરુદ્ધમાં ડો.આદેશ પાલ નામ. ગુજરાત હાઇકોર્ટમાં પણ ગયેલ જેમાં તેમને કોઈ રાહત ન મળતાં ગુજરાત લોકયુક્તની નિવૃત્તિ પહેલાં જ વર્ષ 2018 માં ડો. પાલ ની તપાસનો અહેવાલ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગને જમા કરવામાં આવ્યો હતો. લોકાયુક્ત એક્ટ ના નિયમ 13 (2) મુજબ અહેવાલ જમા થયા ના ત્રણ મહિના માં દોષિત વિરુદ્ધ શિક્ષાત્મક પગલાં લઈ એ અંગેની જાણ લોકયુકત અયોગ્ય માં કરવાની થાય. પરંતુ ડો. આદેશ પાલના કેસમાં ગુજરાત યુનિવર્સિટીએ પગલાં લેવા સરકારને રજુઆત કરી, સરકારે લોકાયુક્તને તપાસ સોંપી, લોકાયુકતે ફરી અહેવાલ સરકાર ને જમા કરાવ્યો અને સરકારે પોતે પગલાં લેવાની જગ્યા એ ઉત્તર ગુજરાત યુનિવર્સીટી ને પત્ર લખ્યો! આટલા સમય પછી. આ તમામ પ્રક્રિયામાં ભ્રષ્ટાચાર કરનાર કર્મચારી ને સજા આપવાને બદલે સરકારના એક ખાતા થી બીજા ખાતા પર ખો આપવામાં આવી રહી છે. આવું કેમ? શુ ગુજરાત સરકાર ભ્રષ્ટાચારી ને ટેકો આપવા માંગી રહી છે?
આ સાથે 24/1/2020 ની પાટણ યુનિવર્સિટી કારોબારી સભાનો ઠરાવ સામેલ છે .જેમાં લોકાયુક્ત તપાસ માં આદેશ પાલ દોષી હોવાની અને શિક્ષાત્મક પગલાં લેવાની બાબત છે.