કેદીઓના માનવાધિકારનું ઉલ્લંઘન પોલીસ સતત કરી રહી છે, પોલીસ પોતે જ સજા કરી દે છે

બંધારણની આર્ટિકલ 22 (2) સ્પષ્ટ કરે છે કે ધરપકડ અને અટકાયતમાં લેવાયેલી દરેક વ્યક્તિને 24 કલાકમાં નજીકના મેજિસ્ટ્રેટ સમક્ષ રજુ કરવામાં જરૂરી છે.

મેજિસ્ટ્રેટની પરવાનગી વિના કોઈને પણ કસ્ટડીમાં રાખી શકાય નહીં.  પરંતુ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 166 કેદીઓ કહે છે કે તેમને 24 કલાકની અંદર મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા ન હતા.

ફોજદારી ન્યાય પ્રણાલી માટે સુનાવણી દરમિયાન અદાલતમાં આરોપીની હાજરી જરૂરી છે, ન્યાયી સુનાવણી તરફનું આ પહેલું પગલું છે. કારણ કે તે આરોપીને તેની સામેના કેસને સમજવાની તક આપે છે.

Read More

સીઆરપીસીની કલમ 273 એ પૂરી પાડે છે કે ટ્રાયલ-સુનાવણીની કાર્યવાહી દરમિયાન તમામ પુરાવા આરોપીની હાજરીમાં લેવા જોઈએ અને જો આરોપી હાજર ન હોય તો તે તેના વકીલની હાજરીમાં થવું જોઈએ.

અભ્યાસ દરમિયાન, 225 માંથી ફક્ત 57 કેદીઓએ કહ્યું હતું કે તેઓ સુનાવણી દરમિયાન હાજર હતા.

મુહફિઝ નામના કેદીએ કહ્યું કે બે બચાવ સાક્ષીઓની રજૂઆત દરમિયાન તે કોર્ટમાં હાજર હતો પરંતુ કોર્ટની બાકીની કાર્યવાહીમાં તેમને કોર્ટના લોકઅપમાં રાખવામાં આવ્યા હતા.

ભારતમાં ભયંકર ગુનાઓ માટે ફાંસીની સજા થઈ છે એવા કેદીઓની સાથે જેલમાં શું થઈ રહ્યું છે તેનો સ્ફોટક અહેવાલ,  પ્રોજેક્ટ 39 એ  ‘ડેથ પેનલ્ટી ઈન્ડિયા’ નામનો જાહેર કરાયો છે. દેશમાં 20 રાજ્યોમાં મૃત્યુદંડની સજા ભોગવતાં 385 કેદીઓમાંથી 373 કેદીઓને આ અહેવાલમાં સમાવાયા છે. જેમાં 361 પુરુષ અને 12 મહિલા કેદી છે.

વધુ વાંચો:

ધરપકડ કર્યા પછી પોલીસ તેના પરિવારને જાણ પણ નથી કરતો

કસ્ટડીમાં રહેલા કેદીઓ સાથે સૌથી વધું હિંસા હરિયાણા અને ગુજરાતમાં થઈ રહી છે

ફાંસીના કેદીઓ સાથે પોલીસનો અમાનુષી અત્યાચાર, પોલીસ બેરહેમ ત્રાસ આપે છે 

જેલમાં કેદીઓ સાથે હિંસા એવી અચરાય છે કે તમે જેલ બંધ કરી દેવાનું કહેશો

Bottom ad