ફાંસીના કેદીઓ સાથે તેના પૈસે કેસ લડતાં વકિલો વાત પણ નથી કરતાં, તો મુકદમો કઈ રીતે લડી શકે

258 માંથી 181 કેદીઓ કહે છે કે તેમના વકીલો તેમની સાથે વિગતવાર ચર્ચા કરતા નથી. હાઇકોર્ટમાં 68.4% કેદીઓએ તેમના વકીલો સાથે વાત કરી નહોતી. ત્યાં સુધી કે તેઓ તેના વકિલને મળ્યા પણ ન હતા.

સુપ્રિમ કોર્ટમાં જે કેસ ચાલતાં હતા તેવા પડતર 44.1% કેદીઓને તેમના વતી લડતાં વકીલોના નામની પણ ખબર ન હતી. વકીલોના નામ શુદ્ધા જાણતા ન હતા. એતો ઠીક પણ તેઓ તેના વકિલને ક્યારેય મળ્યા પણ ન  હતા.

ભારતમાં ભયંકર ગુનાઓ માટે ફાંસીની સજા થઈ છે એવા કેદીઓની સાથે જેલમાં શું થઈ રહ્યું છે તેનો સ્ફોટક અહેવાલ,  પ્રોજેક્ટ 39 એ  ‘ડેથ પેનલ્ટી ઈન્ડિયા’ નામનો જાહેર કરાયો છે. દેશમાં 20 રાજ્યોમાં મૃત્યુદંડની સજા ભોગવતાં 385 કેદીઓમાંથી 373 કેદીઓને આ અહેવાલમાં સમાવાયા છે. જેમાં 361 પુરુષ અને 12 મહિલા કેદી છે.

વધુ વાંચો:

સરકારી વકીલ અને ખાનગી વકીલ વચ્ચે મુદ્દાનું યુદ્ધ થાય છે

અદાલતી કાર્યવાહીની સમજ 50 ટકા ફાંસીના કેદીઓને નથી હોતી

કેદીઓના માનવાધિકારનું ઉલ્લંઘન પોલીસ સતત કરી રહી છે, પોલીસ પોતે જ સજા કરી દે છે

ધરપકડ કર્યા પછી પોલીસ તેના પરિવારને જાણ પણ નથી કરતો