[:gj]રૂપાણી સરકાર દુ:ખી લોકોને પૈસા આપવાના બદલે દાન માંગવા નીકળી[:]

[:gj]નોવેલ કોરોના વાયરસને નિયંત્રણમાં રાખવા માટે સમગ્ર દેશને લોક ડાઉન કરી દેવામાં આવ્યો છે. વડાપ્રધાન મોદીએ ધંધા-રોજગાર બંધ કરાવીને લોકોને ઘરમાં રહેતા કરી દેવાયા છે.

આવા સમયે જરૂરિયાતમંદોની દવા અને અન્ય સેવા-સુવિધા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સ્વૈચ્છિક સંસ્થાઓ અને સેવાભાવી નાગરિકોને આગળ આવી સંકટ સમયમાં માનવતાની ભૂમિકા અદા કરવા માટે નમ્ર ભાવે મુખ્યમંત્રી રાહતનિધિમાં દાન આપવા માટે અનુરોધ કર્યો છે.

દાન મેળવીને ચાલતી ધાર્મિક સંસ્થાઓ સરકાર પાસે દોડી જાય છે અને દાન આપી આવે છે. ખરેખર તો લોકોને ખાવનું આપવાનું કામ આ ધાર્મિક સંસ્થાઓએ કરવું જોઈએ. ગુજરાત સરકાર તો બે લાખ કરોડનો વેરો અને કેન્દ્ર સરકાર પણ એટલો જ વેરો નાગરિકો પાસેથી વસૂલે છે, પ્રજા પાસેથી દાન લેવાના બદલે દાન આપવું જોઈએ એવું મોટાભાગના લોકો માની રહ્યાં છે.

સંવેદનહીન રૂપાણી સરકારે નાગરિકો, સેવાભાવિ સંગઠનો મુખ્યમંત્રી રાહતનિધિમાં પોતાનો સ્વૈચ્છિક ફાળો બેંક ખાતામાં ઓનલાઈન આપવા કહેવાયું છે. આપવાના બદલે લેવા નિકળી છે વિજય રૂપાણીની સરકાર[:]