ગરીબો જ ફાંસીએ ચઢે છે, શ્રીમંતો કે ભણેલા નહીં

અહેવાલમાં જણાવાયું છે કે મૃત્યુદંડની સજા સંભળાતા 74 ટકા કેદીઓ આર્થિક રીતે નબળા વર્ગના છે. 63.2 ટકા કેદીઓ કુટુંબનો એકમાત્ર કમાનાર વ્યક્તિ હતા.

ઉત્તર પ્રદેશમાં આર્થિક રીતે નબળા કેદીઓની સંખ્યા 48 જે સૌથી વધુ છે, ત્યારબાદ બિહાર  39 અને કર્ણાટક 33 છે. ગરીબો વધું ભોગ બની રહ્યાં છે ત્યારે સવાલ એ બને છે કે શ્રીમંતો કે ભણેલા કે વકીલોને કેમ ફાંસી થતી નથી.

ભારતમાં ભયંકર ગુનાઓ માટે ફાંસીની સજા થઈ છે એવા કેદીઓની સાથે જેલમાં શું થઈ રહ્યું છે તેનો સ્ફોટક અહેવાલ,  પ્રોજેક્ટ 39 એ  ‘ડેથ પેનલ્ટી ઈન્ડિયા’ નામનો જાહેર કરાયો છે. દેશમાં 20 રાજ્યોમાં મૃત્યુદંડની સજા ભોગવતાં 385 કેદીઓમાંથી 373 કેદીઓને આ અહેવાલમાં સમાવાયા છે. જેમાં 361 પુરુષ અને 12 મહિલા કેદી છે.