મૃત્યુદંડની સજા પામેલા મોટાભાગના કેદીઓ ભણેલા નથી. તેઓ કાયદાની પ્રક્રિયાને સમજી શકતાં નથી. મૃત્યુદંડની સજા પામેલા 23 ટકા કેદીઓ ક્યારેય શાળાએ ગયા નથી 9.6 ટકા કેદીઓએ પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કર્યું ન હતું. જ્યારે 61.6 ટકા કેદીઓ માધ્યમિક શાળાએ શિક્ષણ છોડી દીધું હતું. બિહારમાં 35.3 ટકા અને કર્ણાટકમાં 34.1 ટકા કેદીઓ ક્યારેય શાળાએ ગયા ન હતા.
364 કેદીઓમાંથી 200 એટલે કે 54.9 ટકા કેદીઓ એવા છે કે જેમણે માધ્યમિક શિક્ષણ પણ પૂર્ણ કર્યું નથી અને તેઓ આર્થિક રીતે પણ નબળા હતા.
2009માં, મહારાષ્ટ્રમાં મુસહર જાતિના દસ લોકોને 16 અન્ય પછાત વર્ગો (ઓબીસી) ના હત્યાકાંડ બદલ મૃત્યુદંડની સજા આપવામાં આવી હતી. દોષિતોમાંથી નવ અભણ હતા અને તેઓ ક્યારેય શાળાએ જતા ન હતા.
તમામ 10 કેદીઓ તેમના પરિવારમાં એકમાત્ર કમાણી કરનાર વ્યક્તિ હતા. રામરંગના પરિવારનું કહેવું છે કે રામરંગની ધરપકડ બાદ તેના 10 વર્ષના પુત્રને મજૂર તરીકે કામ કરવાની ફરજ પડી હતી.
ભારતમાં ભયંકર ગુનાઓ માટે ફાંસીની સજા થઈ છે એવા કેદીઓની સાથે જેલમાં શું થઈ રહ્યું છે તેનો સ્ફોટક અહેવાલ, પ્રોજેક્ટ 39 એ ‘ડેથ પેનલ્ટી ઈન્ડિયા’ નામનો જાહેર કરાયો છે. દેશમાં 20 રાજ્યોમાં મૃત્યુદંડની સજા ભોગવતાં 385 કેદીઓમાંથી 373 કેદીઓને આ અહેવાલમાં સમાવાયા છે. જેમાં 361 પુરુષ અને 12 મહિલા કેદી છે.