સોયાબીનના નકલી બિયારણ, ખેડૂતો પર આકાશી વાદળોના ભરોસે
सोयाबीन के नकली बीज, आसमान के बादलों पर निर्भर किसान
Fake soybean seeds, farmers dependent on sky clouds
દિલીપ પટેલ, 24 મે, 2022
હવામાન વિભાગે આ વખતે ચોમાસામાં સારો વરસાદ થવાની આગાહી કરી છે. ખેડૂતો માટે સોયાબીનના બિયારણની વ્યવસ્થા કરવા બાબતે વહીવટી તંત્રએ ગંભીરતા દાખવી નથી. દર વર્ષે નકલી બિયારણ થકી ખાનગી કંપનીઓ અને એજન્ટો માલેતુજાર બને છે.
આદિવાસી વિસ્તારોમાં સોયાબીનની ખેતી વધારે થાય છે. સર્ટીફાઈડ તથા ફાઉન્ડેશનથી તૈયાર કરેલા બિયારણ બિજ નિગમ દ્વારા વેચવા જોઈએ પણ પુરતો જથ્થો નથી. સોયાબીનનું 4.50 લાથ ક્વીન્ટલ બીયાણ નિગમ તરફથી અપાય છે.
16 મે 2022માં અમદાવાદ અને વડાલીમાંથી 3.60 કરોડનું નકલી બિયારણ ઝડપાયું ત્યારથી ખેડૂતોની ચિંતા વધી છે. તેથી 17 મે 2022માં કૃષિ પ્રધાને જાહેરાત કરવી પડી હતી કે, વેપારીઓ નકલી બિયાણો ન વેચે. ખેડૂતો તેનું બિલ માંગે એવું પણ તેમણે કહ્યું હતું.
વાવેતર વધશે.
ગયા વર્ષે 2021માં ગુજરાતમાં 174 ટકા વધારે વાવેતર થયું હતું. 2.24 લાખ હેક્ટરમાં થયું હતું. આગલા વર્ષે 2019માં 1.49 લાખ હેક્ટરમાં 2.02 લાખ ટન ઉત્પાદન થયું હતું. આ વખતે 2.50 લાખ હેક્ટરમાં વાવેતર થઈ શકે છે. 3.51 લાખ ટન ઉત્પાદન વધીને 3.75 લાખ ટન થઈ શકે છે. સરેરાશ 1567 કિલો સોયા એક હેક્ટરે પાકે છે.
જિલ્લા
કૃષિ વિભાગે 9 જિલ્લામાં ખાસ ધ્યાન રાખવાની જરૂર છે જ્યાં સૌથી વધારે સોયા વવાય છે. જેમાં જુનાગઢ, અરવલ્લી, સાબરકાંઠા, દાહોદ, વડોદરા, રાજકોટ, અમરેલી, ગીર, સુરતનો સમાવેશ થાય છે.
દાહોદ
દાહોદમાં બીજા પાક કરતાં સૌથી વધારે 28-30 હજા હેક્ટરમાં સોયાબીનનું વાવેતર થાય છે. જે રાજ્યના કુલ વિસ્તારના 30 ટકા હોય છે. બીજા નંબર પર અરાવલીમાં 14-15 હજાર હેક્ટરમાં 15 ટકા સાથે રાજ્યમાં બીજા નંબરનું વાવેતર થાય છે.
2020માં સસ્તા ભાવે સાબરકાંઠાના ઇડર ખાતે ભારતીય બીજ નિગમ તેમજ ગુજરાત બીજ નિગમ મળીને પ્રમાણિત બિયારણ આપવામાં આવ્યું હતું.
દેવગઢ બારિયા
દેવગઢ બારિયામાં 2017માં NRC-37 વેરાયટીનું નવું બિયાણ સોયાબીનનું મૂકવામાં આવ્યું છે. જે 2283 કિલો ઉત્પાદન આપે છે.
જે બીજી જાતો કરતાં ઘણું વાથારે ઉત્પાદન આપે છે.
સોયાબીનના પાકની વાવણીને લઈને ખેડૂતો ઉત્સાહિત છે, પરંતુ હજુ સુધી જિલ્લામાં ખેડૂતો માટે સોયાબીનના બિયારણની વ્યવસ્થા કરવા બાબતે વહીવટી તંત્રએ ગંભીરતા દાખવી નથી.
આ વખતે કેટલા બિયારણની જરૂર પડશે, હાલમાં કઈ કંપની પાસેથી કેટલું બિયારણ ઉપલબ્ધ છે, તેની માહિતી કૃષિ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી નથી.
ખેડૂતો મુંઝવણમાં છે. જવાબદાર અધિકારીઓએ સોયાબીનનું બિયારણ ખરીદવા ખેડૂતોને સંપૂર્ણપણે આકાશી વાદળોની જેમ છોડી દીધા છે. આવી સ્થિતિમાં નકલી સોયાબીન બિયારણ વેચનારાઓ સક્રિય બન્યા છે.
સોયાબીનના બિયારણનું કાળાબજાર અને ગુણવત્તા વગરના બિયારણનું બજારમાં વેચાણ થવાની શક્યતા છે. કારણ કે બજારમાં ખાતર-બિયારણની દુકાનો પર તપાસની પ્રક્રિયા હજુ શરૂ થઈ નથી.
બિયારણ વેચાઈ ગયા પછી તેના નમૂના લેવા માટે જવાબદાર અધિકારીઓ દુકાનો પર પહોંચે છે, ત્યાં સુધીમાં હજારો ક્વિન્ટલ બિયારણનું વેચાણ થઈ જાય છે.
બિયારણની તપાસ સમયસર શરૂ થવી જોઈએ પરંતુ અધિકારીઓ ધ્યાન આપતા નથી અને હજારો ક્વિન્ટલ બિયારણ નકલી વેચાય છે. ખેડૂતને ખરાબ બિયારણ વેચવામાં આવે તો તેની ફરિયાદ ક્યાં કરવી ? ટોલ ફ્રી નંબર પણ જારી કરવો જોઈએ.
સોયાબીન બિયારણ કંપનીઓની મનસ્વીતાને કારણે ખેડૂતોને દર વર્ષે મોંઘા બિયારણ ખરીદવાની ફરજ પડે છે. ખેડૂતોને બિલ વગર બિયારણ વેચવામાં આવે છે. બિલ માંગે તો બિયારણની સાથે અન્ય વસ્તુઓ ખરીદવા દબાણ કરવામાં આવે છે. સરકારે આવી કંપનીઓ પર કડક હાથે કાર્યવાહી કરવી જોઈએ.
બજારમાં ખાતર-બિયારણની દુકાનો પર સોયાબીન બિયારણની ગુણવત્તાની ચકાસણી થવી જોઈએ. ખેડૂતો સાથે છેતરપિંડી ન થાય તે માટે મોનીટરીંગ જરૂરી છે.