Fakir Prime Minister Modi’s grand Panchvati farm, security cost 10 thousand crores! फकीर प्रधानमंत्री मोदी का भव्य पंचवटी फार्म, सुरक्षा लागत 10 हजार करोड़!
પંચવટી ઘર એ લોકકલ્યાણ માટે કે વૈભવ માટે
દિલીપ પટેલ
અમદાવાદ, 9 જાન્યુઆરી 2025
12 એકર જમીન પર એક, ત્રણ, પાંચ, સાત અને નવ એમ પાંચ બંગલાનું સામૂહિક પરિસર છે. જે 50 હજાર ચોરસ મીટર છે. અહીં એક મીટરનો ભાવ રૂ.2 લાખ છે. તેની જમીનની કિંમત રૂ.1 હજાર કરોડ થાય છે. તમામ કિંમત ગણવામાં આવે તો વડાપ્રધાનનું હાલનું નિવાસસ્થાન રૂ. 2 હજાર કરોડનું છે. દેશમાં સૌથી મોંઘુ ઘર મુકેશ અંબાણીનું મુંબઈનું ઘર છે. જે લગભગ રૂ. 15 હજાર કરોડનું થાય છે.
દેશ સ્વતંત્ર થયો ત્યારથી દેશમાં વડા પ્રધાનને માટે કોઈ નિશ્ચિત ઘર ન હતું. પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ તીન મૂર્તી ભવન ખાતે રહેતા. સાડા ત્રણ દાયકાથી ભારતના વડાપ્રધાન 7 લોકકલ્યાણ માર્ગ ખાતે રહેતા આવ્યા હતા. જે 5 બંગલાઓનો સમૂહ છે, જેમાં વડાપ્રધાનના નિવાસસ્થાન, ઉપરાંત કચેરી અને સુરક્ષા વ્યવસ્થાની કચેરી છે.નવું ઘર પંચવટી
મુખ્ય વહીવટકર્તાના નિવાસસ્થાન તથા કચેરી એક જ પરિસરમાં નથી. સાઉથ બ્લોક ખાતે વડાપ્રધાનનું કાર્યાલય આવેલું છે. ઘર સપ્ટેમ્બર-2016 પહેલાં 7 રેસકોર્સ રોડ – લોક કલ્યાણ તરીકે ઓળખાતું હતું. નરેન્દ્ર મોદીના પ્રથમ કાર્યકાળમાં શરૂઆતના સમયમાં તેનું પુનઃ નામકરણ કરવામાં આવ્યું હતું.
પ્રધાનમંત્રીને ભેટો અને સ્મૃતિચિહ્નો પંચવટીમાં રાખવામાં આવે છે. બાકીના ટ્રેઝરી હાઉસ (તોશાખાના) માં મોકલવામાં આવે છે. પંચવટી એ પ્રધાનમંત્રી નિવાસસ્થાનનું નામ છે. તેમાં ત્રણ કોન્ફરન્સ રૂમ અથવા એક મોટો બેન્ક્વેટ હોલ છે. તેની દિવાલો નેશનલ ગેલેરી ઓફ મોર્ડન આર્ટના કલા કાર્યોથી શણગારેલી છે. ગેસ્ટ હાઉસ છે. બંગલાઓના પરિસરમાં શું-શું છે, તે વીડિયોમાં જોઈ શકાય છે.નરેન્દ્ર મોદી હાઉસ:
ઘણા લોકો માટે રહસ્ય રહ્યું છે, તેના દરવાજા જાહેર જનતા માટે બંધ છે, અને રાજકીય ગાથા અને નેતૃત્વની વાર્તાઓની ગુંજારવ ફેલાયેલી છે. જો દીવાલો બોલી શકે તો રાજદ્વારી રહસ્ય જાહેર કરી શકે તેમ છે. વિશ્વની સૌથી મોટી લોકશાહીના વડાનું ઘર છે.
નરેન્દ્ર મોદીએ ‘પંચવટી’ નામ આપ્યું છે. રામાયણના નાયક ભગવાન રામના શાંત અને જંગલોની વચ્ચે ઝુંપડી બનાવીને પંચવટી નામ આપ્યું હતું. પણ અહીં ભવ્ય અતિભવ્ય 5 બંગલા છે.
બંગલો 1 તેના લીલાછમ બગીચાઓ અને ટેનિસ કોર્ટ સાથે આરામ અને નેતૃત્વ છે.
કલાત્મકતા અને કુદરતી સૌંદર્યનું અદભુત મિશ્રણ છે. ગુલમહોર અને અર્જુનના વૃક્ષો, બગીચા, મોર અને વાંદરાઓનું આશ્રયસ્થાન છે.
સલામતી
ફરતે કૉંક્રિટ ઊંચી દિવાલો, લોખંડના તારની ઊંચી કાંટાળી વાડ કે રિંગ ફેન્સ છે. વોચ ટાવર આવેલાં છે. દરેક બંગલામાં સરેરાશ પાંચેક રૂમ છે. તે લુટીયન્સ કાળના છે જે મોકળા છે, તેને મોડિફાઈ કરવામાં આવ્યા છે, પરંતુ તે મૂળતઃ ભૂકંપરોધી નથી. એસપીજીની વિશેષ વાહન વ્યવસ્થામાં તેમને નિવાસસ્થાન સુધી મુલાકાતીઓને લઈ જવામાં આવે છે. વડાપ્રધાન પાંચ નંબરના બંગલા ખાતે રહે છે.
સલામતી પાછળ એક દિવસમાં 2થી 2.25 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે અને 1 કલાકમાં આ રકમ 6.75 લાખ અને પ્રતિ મિનિટ 11,263 રૂપિયાનો ખર્ચ થાય છે. વર્ષે રૂ.700 કરોડનું ખર્ચ થાય છે.
સૌથી મોંઘા નેતા
મુખ્ય પ્રધાન તરીકે નરેન્દ્ર મોદી ગુજરાતમાં હતા ત્યારે એનએસજીના 49 કમાન્ડોના દાયરામાં રહેતા હતા.
મોદીને ઝેડ પ્લસ સિક્યુરિટી ઉપરાંત જે તે રાજ્યની એસીએલ અને ગુજરાતની એસીએલ વચ્ચે લાયઝન માટે ગૃહમંત્રાલયની એસીએલનો ઉમેરો કર્યો હતો. આમ મોદી પાછળ 23 વર્ષની સલમતી પાછળ ખર્ચ લગભગ અંદાજે રૂ. 10 હજાર કરોડનું થયું હોઈ શકે છે. જેની વિગતો સરકારે એકી સાથે ક્યારેય જાહેર કરી નથી.
મોદી જ્યારે એક દેશની મુલાકાત લે છે ત્યારે રૂ. 100 કરોડનું સીધું ખર્ચ થાય છે. પહેલાં 5 વર્ષમાં 90 દેશ, બીજા 5 વર્ષમાં 110 દેશ અને ત્રીજા પાંચ વર્ષનો અંદેજ 150 વિદેશની મુલાકાતોનો અંદાજી શકાય તેમ છે. ભારતમાં એક સભા કે એક મુલાકાત કરે ત્યારે રૂ. 50 કરોડનું ખર્ચ થાય છે. જેમાં સીધું, જોડાયલું અને આડકતરું ખર્ચ આવી જાય છે. તેઓ વર્ષે સરેરાશ 150 સભા કરતાં આવ્યા છે.
મોદી ગુજરાતમાં વર્ષે સરેરાશ 25 વખત મુલાકાતે આવેલાં છે. વર્ષ 2014માં નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા ત્યારથી લઈને ઓક્ટોબર 2019 સુધીમાં તેમણે 52 વખત ગુજરાતની મુલાકાત લીધી હતી.
સલામતી પાછળ રોજનું રૂ. 2 કરોડનું ખર્ચ થાય છે.
મોદીના મેકઅપ પાછળ એક કંપનીને રૂ. 80 લાખનું ખચ્ર કર્યું છે.
કપડા, ચશ્મા, ઘડિયાળ પાછળ મોટું ખર્ચ કરે છે.
રૂ.8400 કરોડનું વિમાન મોદીએ ખરીદ કર્યું છે.
મોદીના ઘરના રિનોવેશન રૂ. 90 કરોડનું ખર્ચ થયું હતું.
12 કરોડની અનેક કાર મોદી માટે હોય છે.
પોતાને ફકીર ગણાવતાં નરેન્દ્ર મોદીના નવા ઘરની પાછળ રૂ. 500 કરોડનું ખર્ચ થયું છે.
70 હજાર કરોડનો ગોટાળો
મનમોહન સિંહના નેતૃત્વ હેઠળના યુપીએ શાસનમાં 10 વર્ષ દરમિયાન 2004-2014 દરમિયાન કેન્દ્ર સરકારે જાહેરાત પાછળ કુલ રૂ. 2,658 કરોડનો ખર્ચ કર્યો હતો. હકીકત એ છે કે મોદી સરકાર 400 ટકા વધુ ખર્ચ કરે છે તે ખૂબ સૂચક છે. જેમાંથી ઝૂંપડપટ્ટીમાં રહેતા 5 લાખ ગરીબ પરિવારોએ સરકારી જમીન પર મકાનો બનાવી શકાયા હોત.કર્મચારીઓ અને સુરક્ષા
એસપીજી, સીઆરપીએફ, ઇન્ટેલિજન્સ બ્યૂરો, દિલ્હી પોલીસ સુરક્ષા આપે છે.
સંચાર અને વીજ વ્યવસ્થા ક્યારેય ખોરવાય નહીં, આઈસીયુ, ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સનો સ્ટાફ, જીવન રક્ષક દવા, એમ્બુલન્સ હોય છે.
50 માળી, પટાવાળા, ઇલેક્ટ્રિશિયન તથા પ્લમ્બર કામ કરે છે.
મુખ્ય કાર્યાલયની બંને બાજુ બે અંગત સચિવો માટે નાના રૂમ હોય છે.આધુનિક સુવિધાઓ અને સેવાઓ
પ્રધાનમંત્રીનું ઘર માત્ર એક ઘર નથી પણ એક સારી રીતે ચાલતું મશીન છે. દરજી, વાળંદ, ડિઝાઇનર્સ અને સ્ટાઈલિસ્ટ અહીં રહે છે. રોજિંદા જરૂરિયાતો અહીં હાજર હોય છે. રસોઈયા અને અન્ય લોકોની રહે છે. મોદી હાઉસ વૈભવી અને એક અગ્રણી નેતાની જીવનશૈલી છે. મોદીને સુંદર દેખાવા માટે એક ખાસ ટીમ તરત જ કામ શરૂ કરી દે છે. જાદુઈ દેખાવ માટે જાદુઈ લાકડી છે.મોદીનો પગાર
વડાપ્રધાન લોકોના નોકર છે. લોકો તેમને ચૂંટીને મોકલે છે. તેમણે લોકહિતમાં પ્રજાના પૈસા બચાવીને કામ કરવાનું હોય છે. તેમના કામ માટે પગાર આપવામાં આવે છે. પગાર દર મહિને રૂ. 1 લાખ 66 હજાર છે. જેમાં રૂ. 45 હજાર સંસદીય ભથ્થું અને રૂ. 2 હજાર દૈનિક ભથ્થું તેમાં શામેલ છે.
સરકારી નિવાસસ્થાન, સ્પેશિયલ સિક્યુરિટી ગ્રુપ (SPG) સુરક્ષા, સરકારી વાહનો અને વિમાનોની સુવિધા, આંતરરાષ્ટ્રીય પ્રવાસોનું ભાડું, રહેવા અને ખાવાનો ખર્ચ સરકાર તરફથી મળે છે.
હોટેલ કબજે કરી
સુરક્ષા એટલી કડક છે કે સરકારે નિવાસસ્થાન પાસે આવેલી બહુમાળી હોટલના ઉપરના ચાર માળનો કબજો લઈ લીધો છે.
કુદરત
પુત્રંજીવા વૃક્ષો છે. ગુલમહોર, સેમલ અને અર્જુન વૃક્ષો મોર સહિત ઘણા પક્ષીઓનું ઘર પણ છે.
બંગલા 9 સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ પાસે છે.
બંગલા ૩ મહેમાનો માટે છે. બંગલા 1 હેલિપેડ છે.
બે શયનખંડ, ખાલી જગ્યા, એક ડાઇનિંગ રૂમ અને મુખ્ય લિવિંગ રૂમ છે, જેમાં લગભગ 30 લોકો રહી શકે છે.
એક જ પ્રવેશ દ્વાર
7 લોક કલ્યાણ માર્ગમાં ફક્ત એક જ પ્રવેશદ્વાર છે. એક સમયે રેસકોર્સ હતું તેને ભારતના વડા પ્રધાનના સત્તાવાર નિવાસસ્થાનમાં રૂપાંતરિત કરવામાં આવ્યું છે. 7 લોક કલ્યાણ માર્ગ 12 એકર જમીનમાં ફેલાયેલો છે. જેમાં 1980માં બનેલા પાંચ બંગલા બન્યા હતા. દિલ્હી રેસકોર્સનું નામ લોક કલ્યાણ માર્ગ રાખવામાં આવ્યું છે, જે હવે જાહેર જનતા માટે બંધ કરી દેવામાં આવ્યો છે. રાજીવ ગાંધી 1984માં અને 26 મે 2014થી તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નિવાસસ્થાન છે.
ઇતિહાસ
સ્થાપત્ય અજાયબી, ઐતિહાસિક મહત્વ, ઐતિહાસિક યાત્રાનું પ્રતીક છે.
રાજીવ ગાંધી અહીં બંગલા નંબર પાંચમાં તેમના પત્ની અને પરિવાર સાથે રહેતા હતા. બાદમાં જરૂર મુજબ વધારાના બંગલા ભેળવવામાં આવ્યા.
સુરક્ષા અધિકારીની વડાપ્રધાનની સુરક્ષા માટે અલગ વ્યવસ્થા કરવા માંગતા હતા. ત્યારે સાત રેસકોર્સ રોડને પસંદ કરવામાં આવ્યું. આજપર્યંત તે દેશના વડા પ્રધાનનું ‘સત્તાવાર સરનામું’ છે. અગાઉ રાજીવ ગાંધી, વાજપેયી રહેતા, જ્યારે ડૉ. સિંઘે ત્રણ નંબરનો બંગલો પસંદ કર્યો હતો. વીપી સિંહ, ચંદ્રશેખર, પીવી નરસિંહરાવ, ઇંદ્રકુમાર ગુજરાલ, એચ. ડી. દેવેગૌડા, અટલબિહારી વાજપેયી, ડૉ. મનમોહન સિંઘ તથા નરેન્દ્ર મોદીનું તે નિવાસસ્થાન છે.
રોબર્ટની ડીઝાઈન
વડાપ્રધાનનો બંગલો રોબર્ટ ટોર રસેલ દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યો હતો. જે બ્રિટિશ આર્કિટેક્ટ એડવિન લુટિયન્સની સાથે હતા. 1920 અને 1930ના દાયકા દરમિયાન નવી દિલ્હી ડિઝાઇન આ કંપનીએ બાનાવી હતી. જ્યારે વી પી સિંહ પ્રધાનમંત્રી બન્યા, ત્યારે તેમણે તેને સત્તાવાર રીતે પ્રધાનમંત્રીના સત્તાવાર નિવાસસ્થાન તરીકે જાહેર કર્યું.
દેશના પ્રથમ મહિલા વડાં પ્રધાન ઇંદિરા ગાંધીએ તેમના નિવાસસ્થાન તરીકે એક સફદરજંગ રોડને પસંદ કર્યું હતું. સફદરજંગના નિવાસસ્થાનેને ઇન્દિરા ગાંધીનું સ્મારક સ્થળ તરીકે ફેરવી નાખવામાં આવ્યું.
અગાઉ અંગ્રેજ સરકારના સમયગાળામાં બ્રિટિશ ભારતીય સેનાના કમાન્ડર-ઇન-ચીફ અહીં નિવાસ કરતા અને તે ‘ફ્લૅગ સ્ટાફ હાઉસ’ તરીકે ઓળખાતું. તેમના અવસાન પછી સત્તાવાર નિવાસસ્થાનને મેમોરિયલ તથા લાઇબ્રેરીમાં ફેરવી નાખવામાં આવ્યું.
1964માં લાલબહાદુર શાસ્ત્રી દેશના વડાપ્રધાન બન્યા. તેમણે 10, જનપથને પોતાનું નિવાસ સ્થાન બનાવ્યું હતું. શાસ્ત્રી અહીં ખેતી પણ કરતા હતા.
આ બંગલાના પરિસરમાં એક તરફ મુખ્ય વિપક્ષ કોંગ્રેસનું મુખ્યાલય ને બીજી તરફ મોતીલાલ નહેરુ માર્ગ ઉપર બીજા વડાપ્રધાન નું સ્મૃતિ સ્થળ આવેલું છે.
10 જનપથ ખાતે કોંગ્રેસના સોનિયા ગાંધી રહેતા. 1991માં જ્યારે રાજીવ ગાંધી વડાપ્રધાન ન હતા, ત્યારે તેઓ સોનિયા ગાંધી અને બાળકો સાથે આવીને 10 જનપથ ખાતે રહ્યા હતા. ત્યાં એક ઝાડ નીચે મઝાર હોવાથી વિપત્તિ આવતી હોવાનું માનીને કોંગ્રેસ સત્તા પર આવતી નથી એવું ઘણા લોકો કહે છે.
પણ 2004થી 2014 સુધી 10 જનપથ એ ‘સત્તાનું બીજું કેન્દ્ર’ રહ્યું.
નવું ઘર બન્યું કે નહીં
અમદાવાદના આર્કિટેક્ટની કંપનીને નવું કામ આપવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નવા નિવાસસ્થાનના પ્રોજેક્ટને મંજૂરી આપી હતી.
વડા પ્રધાનનું નવું નિવાસસ્થાન કેવું હશે, તે અંગે ડિઝાઇનરો તથા કેન્દ્રીય માર્ગ અને નિર્માણ વિભાગના અધિકારીઓ દ્વારા મૌન સેવવામાં આવ્યું હતું. નવા નિવાસસ્થાન સંકુલમાં સ્ટાફ, સિક્યૉરિટી, મિનિ પીએમઓ, કોન્ફરન્સ રૂમ, લોન, આપાતકાલીન તબીબી વ્યવસ્થા અને નાનકડા થિયેટરની વ્યવસ્થા રાખવાની હતી. 300 મહેમાનોને પાર્ટી આપી શકાય તેવો હોલ. મહેમાનોના અલગ પાર્કિંગની વ્યવસ્થા હશે. તેની ડિઝાઇન ભૂકંપરોધી હશે.
વડા પ્રધાનનું નવું નિવાસસ્થાન હાલના સાઉથ બ્લોક પાસે બનાવવાનું નક્કી કર્યું હતું. જે અંડરગ્રાઉન્ડ રીતે પીએમઓ સાથે જોવાનું હતું.
2 કિલોમીટર ટનલ
વડાપ્રધાનના ઘરથી 2 કિમી લાંબી ભૂગર્ભ ટનલ બનાવી છે. ટનલનું કામ 2010માં શરૂ થયું હતું અને જુલાઈ 2014 સુધીમાં પુરું થયું ત્યારે પહેલો ઉપયોગ મોદીએ કર્યો હતો.
રૂ. 7 હજાર કરોડનું વિમાન
ટનલ સફદરજંગ હવાઈ મથકને જોડે છે. રૂ.7 હજાર કરોડના એર ઇન્ડિયા વન દ્વારા વડાપ્રધાને હવાઈ સેવાઓ પૂરી પાડે છે. ફ્લાઇટ નંબર હંમેશા AI1 હોય છે. આ વિમાન બોઇંગ 747-400 છે, જેનો ઉપયોગ વિદેશ યાત્રાઓ માટે થાય છે. ફ્લાઇટમાં VVIP ગિયર છે, જેમાં એક લાઉન્જ, એક બેડરૂમ સ્યુટ અને સત્તાવાર મીટિંગ્સ માટે છ સીટ વાળો વર્ક એરિયાનો સમાવેશ થાય છે. પીએમના ઘરથી તેમના ગંતવ્ય સ્થાન સુધીની મુસાફરી દરમિયાન, વિમાન ચાર પાઇલટ, એક સેટેલાઇટ ફોન અને અદ્યતન શસ્ત્રોથી સજ્જ છે. AI1 પાસે SAT લિંક્સ અને બહુવિધ એન્ટી-મિસાઈલ કવચ સાથેનો સુરક્ષિત સંચાર ખંડ છે. હવામાં હોય ત્યારે, દિલ્હીના પાલમ એરફોર્સ સ્ટેશનના અધિકારીઓ દ્વારા ફ્લાઇટનું સતત નિરીક્ષણ કરવામાં આવે છે.
ઉપરાષ્ટ્રપતિનું નિવાસસ્થાન નૉર્થ બ્લૉકની પાસે ખસેડવાનું હતું.
હાલમાં બંને બ્લોક ખાતે અનેક કેન્દ્રીય મંત્રાલયો તથા આર્મી અને નેવીનાં મુખ્યાલય આવેલાં છે. આ બે બ્લોકને સાર્વજનિક મ્યુઝિયમમાં ફેરવવાના હતા.
રાયસીના હિલ્સ પર રાષ્ટ્રપતિ ભવન જે અગાઉ વાઇસરોય નિવાસસ્થાન હતું તે જમીનું તેમ રખાયું છે.
દિલ્હીનો સૌથી હરિયાળો વિસ્તાર લુટીયન્સ ઉપર 70 બંગલા કૅબિનેટ તથા વીઆઇપી માટે અનામત રાખવામાં આવ્યા છે. (આ વિગતો દિલ્હીના અખબારો, અને પબ્લીક ડોમીનમાંથી લેવામાં આવી છે. પ્રજાના પ્રતિનિધિ કેવા ખર્ચા કરી રહ્યા છે તે જાહેર કરવાનો હેતુ માત્ર છે.)