[:gj]વડાપ્રધાન રાહત ફંડમાં દાન આપનારાની તમામ વિગતો જાહેર કરાતી નથી[:]

[:gj]

કોરોના મહામારી સામે લડવા માટે દાન ભેગું કરવા વડા પ્રધાને ‘ પીએમ કેર્સ ફંડ ‘ ની રચના કરી તેણે ઘણો વિવાદ ઊભો કર્યો છે .

1985માં આ વડાપ્રધાન રાહત ફંડની સંચાલન સમિતિએ વડા પ્રધાનને તેનું સંપૂર્ણ સંચાલન સોંપી દીધું હતું અને તેમને ફંડના સચિવ નીમવાની પણ સત્તા આપી દેવામાં આવી હતી . જ્યારે આ ફંડની રચના કરવામાં આવી ત્યારે કોંગ્રેસ પક્ષના પ્રમુખને તેની સંચાલન સમિતિમાં લેવામાં આવ્યા હતા અને તેઓ હજુ પણ તેના સભ્ય છે . આ બંને ઉપરાંત ‘ વડા પ્રધાન રાષ્ટ્રીય રાહત ફંડ ‘ માં નાયબ વડા પ્રધાન , નાણાં પ્રધાન , તાતા ટ્રસ્ટના પ્રતિનિધિ અને વેપાર – ઉદ્યોગના મંડળ ‘ ફિક્કી ‘ ના પ્રતિનિધિનો સમાવેશ થાય છે . આ ફંડનો 2009 – 10થી 2018 – 19નો જે ઓડિટ થયેલો હિસાબ છે તે એમ દર્શાવે છે કે છેલ્લાં દસ વર્ષ દરમ્યાન ફંડમાં જેટલું દાન મળ્યું છે તેના કરતાં ખર્ચ ઘણું ઓછું થયું છે અને તા . 16 – 12 – 2019ના રોજ ફંડમાં રૂ . 3800 . 44 કરોડ જમા છે . જો કે , આ ફંડમાં કોણે કેટલી રકમ આપી અને કઈ બાબતો માટે ફંડમાંથી ખર્ચ થયું તે પણ તેની વેબસાઈટ પર જણાવાયું નથી . માત્ર કુલ આવકજાવકના તથા સિલકના આંકડા આપવામાં આવ્યા છે . વણવપરાયેલી રકમનું રોકાણ બોન્ડ વગેરેમાં પણ કરવામાં આવે છે . તેમ પ્રો.હેમંતકુમાર શાહે જણાવ્યું હતું.[:]