પર્યાવરણની ખેતી કરતાં ખેડૂતની વિદાય, જીતુ તળાવિયાએ ફાંસો ખાઈ આપઘાત કરી લીધો

ખેડૂત । AGN । allgujaratnews.in । Gujarati News ।
ખેડૂત । AGN । allgujaratnews.in । Gujarati News ।

ખેડૂત, પર્યાવરણવિદ અને ગ્રીન એમ્બેસેડર જિતુભાઈ તળાવિયોએ જિતુભાઈએ પોતાની જ ઓફિસમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. જીતુભાઈ દરેક વૃક્ષ વિશે ઝીણવટભરી માહિતી ધરાવતા હતા. ઉકાળો બનાવવાના જાણકાર હતા. વનસ્પતિથી ક્યાં રોગનો ઉપચાર થઈ શકે તે અંગે સારી જાણકારી ધરાવતા હતા. અમરેલીને હરિયાળું બનાવવા માટે ખૂબ મહેનત કરી હતી.

તેઓ રાજકીયક્ષેત્રે સક્રિય હતા. સદા હસ્તો ચહેરો અને લોકોનાં દુ:ખ દર્દમાં હંમેશા આશ્વાસન આપનાર જીતુભાઇએ અકાળે વિદાય લેતાં વિશાળ ચાહક વર્ગમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. 64 વર્ષના હતા. સાવરકુંડલા તથા ભાવનગર યુનિવર્સીટીમાં અભ્યાસ કર્યો હતો. 1 પુત્ર તથા 2 પુત્રીઓ તથા પત્નિને વિલાપ કરતા છોડી ગયા છે. પત્નિને કેન્સરની બિમારી હોવાથી તેઓ છેલ્લા કેટલાંક સમયથી ચિંતીત હતા. સાવરકુંડલાના ચારખડિયા ગામના તેઓ વતની હતા.

ખેતી અને ગ્રામ્ય જીવની વાતોથી ભરેલા પુસ્તકો હમણા લખ્યા છે.

જીતુભાઈની મોજ નામાના બે ગ્રંથો બહાર પડ્યા છે. જેમાં 50 વર્ષ પહેલા ખેતી અને લોક જીવન કેવું હતું અને આજે કેવું છે તેની વાતો તેમણે કોરોનાની 108 દિવસની કેદમાં લખ્યા છે. જેમાં ખેડૂતો અને ગ્રામ્ય જિવન અંગે ભરપૂર લખ્યું છે. તેમના જીવવનો નિચોડ આપી દીધો છે. જેમાં ખેતીની વાતો છે. પહેલાની ખેતી કેવી હતી. આજે વિકાસના નામે ખેતીમાં કેવો વિનાશ થઈ રહ્યો છે તે વાત પણ છે. અલસી દેશી ખોરાક, દેશી ઓસડીયા, તળપદી ભાષામાં રસપ્રદ શૈલીમાં લખ્યા છે. તેમણે જે ભાષા વાપરી છે તે હવે લુપ્ત થઈ રહી છે.

કોઈ એવોર્ડ કે પ્રસિદ્ધિની ખેવના રાખી નથી. છતાં અનેક સંસ્થાઓ અને ગુજરાત સરકારે તેમને પુરસ્કારો આપ્યા છે. સીધું, સાદુ, સરળ, નિર્દંભ, વિદ્દતા, વ્યક્તિત્વ હતું. જન્મજાત ખેડૂત, સ્પષ્ટ વક્તા, ખેડૂતોને કડક શબ્દોમાં શિખામણ આપતાં. પર્યાવરણના ભોગે ખેતી ન થવી જોઈએ એવું તેઓ સ્પષ્ટ માનતાં હતા. આધુનિક હાઈટેક ખેતીમાં ખેડૂતે પોતાની મૂળ સંસ્કૃત્તિ ન ભૂલીને વિકાસ કરવો જોઈએ.

અમરેલી જિલ્લામાં હજારો વૃક્ષો રોપાવી અને અસંખ્ય ચકલીઓનાં માળા અને પાણીનાં કુંડાનું વિતરણ કરી લોકોમાં પર્યાવરણ અને વન પ્રકૃતિ ની જાળવણી અંગે જાગૃતિ અભિયાન ચલાવી રહ્યા હતા.

  • ટેકના પ્રમુખ – પર્યાવરણ અને સાંસ્કૃતિક હેરિટેજ માટે ટ્રસ્ટ
  • 1997 – ઓલ ઈન્ડિયા એકેડેમી ઓફ ઓલ્ટરનેટિવ મેડિસિન અમદાવાદ
  • નિયામક- અમરેલી જેલ્લા પલ્લવરન સમિતિ ગુજરાત સરકાર અમરેલી
  • નિયામક – ગુજરાત ઇકોલોજી કમિશન, ગુજરાત સરકાર, અમરેલી
  • નિયામક – વન વિસ્ટાર અને વન સમિતિ ગુજરાત સરકાર અમરેલી
  • ડિરેક્ટર – વોટરશેડ ડેવલપમેન્ટ એડવાઇઝરી કમિટી (1996-2000)
  • નિયામક – રાજ્ય યુવા મંડળ ગાંધીનગર (2001-2004)
  • નિયામક – જિલ્લા જાહેર સમિતિ ગુજરાત રાજ્ય
  • વાઇલ્ડલાઇફ વર્ડન (એક જીઆઈઆર એક)
  • ગ્રીન એમ્બેસેડર વાન વિભાગ અમરેલી