આણંદ,
ઉમરેઠ તાલુકાના વણસોલ ગામના પ્રગતિશીલ ખેડૂત મનીષભાઈ પટેલનાં ખેતરે ડાંગરની ખેતી વાવણીથી કરી શકાય તેવા એક મશીનનું નિદર્શન રાખવામાં આવ્યું હતું. જેને જોવા આજુબાજુનાં 10 ગામડાનાં 30થી વધુ ખેડૂતો મોટી સંખ્યામા એકત્ર થયા હતા.
ડાંગરની ખેતી ખાસ કરીને વધુ પાણી પર આધારિત હોય છે જેમાં આણંદ જિલ્લાના ભાલ પંથકમાં સારા એવા પ્રમાણમાં ડાંગરની ખેતી થતી હોય છે ડાંગરની ખેતીમાં ધરૂ રોપણી માટે ખેત મજૂરોની જરૂરીયાત પડે છે.
હાલના સમયમાં કોરોના મહામારી ના કારણે ડાંગરની રોપણી કરવા માટે ખેત મજૂરો મળવા મુશ્કેલ છે ત્યારે આણંદ તાલુકાના વણસોલ ગામના પ્રગતિશીલ ખેડૂત એવા મનીષભાઈ આ બધી ઝંઝટમાંથી મુક્તિ મેળવવા માટે પોતાના ખેતરમાં ડાંગરની વાવણી ઓછા સમયમાં ખેડુતો કરી શકે તે માટે ડ્રમ સીડર મશીનનું ડેમોસ્ટ્રેશન ગોઠવ્યુ હતુ.
આ મશીનથી ડાગરાની વાવણી ઓછા સમયમાં એક જ વ્યક્તિ કરી શકે છે. કોઈપણ જાતના અન્ય વધારાના ખર્ચ વગર ઓછા ખર્ચે ઉત્પાદન વધુ મેળવી શકાય છે અને આ મશીન વજનમાં હલકું હોવાથી એકજ વ્યકિત આસાનીથી તેને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકે છે. ડ્રમ સીડરથી સરળતાથી રોપણી કરી શકાય છે.