કોરોના વાયરસના કારણે ખેડૂતોના તૈયાર પાકનું વેચાણ હાલ બંધ છે. તેથી 24.21 લાખ ખેડૂતોએ બેંકમાંથી લીધેલ ધિરાણ પરત ભરી શકતા નથી. બેંકો દ્વારા ખેડૂતોને નોટીસ મળે છે. ખેડૂતોએ રાષ્ટ્રીયકૃત અને જિલ્લા સહકારી બેંકો દ્વારા જે ટુંકી મુદ્દતનું ધિરાણ લીધું હતું તે ભરપાઇ કરવાની મુદ્દત બે માસ વધારીને 31 માર્ચથી વધારીને 31 મે 2020 કરી આપવામાં આવી છે. જેમાં રૂ.160 કરોડની રાહત થશે.
13 લાખ ખેડૂતો દેશમાં દેવાદાર
દેશના દરેક ખેડૂતોને 2 લાખ રૂપિયા ધિરાણ મળી રહે તેટલા રૂપિયાની 2020-21ના બજેટમાં જોગવાઈ કરાઈ છે. કૃષિ ઘિરાણનો આંક 2001-02માં 53 હજાર કરોડ રૂપિયા હતો. જે 2019માં વધીને 13.50 લાખ કરોડ રૂપિયાએ પહોંચતાં દેવાદાર ખેડૂતોની સંખ્યા વધી છે. 2016માં દેશમાં 11,397 ખેડૂતોએ આત્મહત્યા કરી હતી.
ખેડૂતોના નામે 80 હજાર કંપીનઓએ સસ્તી લોન લઈ લીધી
વર્ષ 2016ના આરબીઆઈના આંક જોઈએ તો કૃષિ ધિરાણના નામે પબ્લીક સેક્ટરની બેન્કોએ 78,326 ખાતાઓમાં 25 લાખથી લઇને 25 કરોડ સુધીનું ધિરાણ આપ્યું હતું. ખેડૂતોના નામે કૃષિ સંલગ્ન કંપનીઓ સસ્તા ધિરાણનો ફાયદો ઉઠાવે છે.
ગુજરાતના 50 ટકા ખેડૂતો પર દેવું
ગુજરાતમાં 43થી 50 ટકા ખેડૂતો દેવામાં છે, જેમણે બૅન્ક પાસેથી લૉન લીધી છે. જે બેંકમાંથી નથી લઈ શકતાં તે વ્યાજખોર લોકો પાસેથી લોન લે છે. જે અંગે ગુજરાતની ભાજપ સરકારે કંઈ કર્યું નથી. ગુજરાત રાજ્યમાં 58.72 લાખ ગ્રામીણ પરિવારોમાંથી 66.9 ટકા ખેતી સાથે જોડાયેલા છે. 39.31 લાખ ગ્રામીણો ખેતી કરે છે જેમાં 16.74 લાખ દેવામાં છે.
ગુજરાતના ખેડૂતોએ રૂ.54,277 કરોડ દેવું લીધેલું છે. જેમાં 5.43 લાખ ખેડૂતોએ 20,412 કરોડ રૂપિયાનું દેવું ટર્મ લૉન તરીકે લીધેલું છે.
ગુજરાતમાં 2002થી વર્ષ 2011 સુધી 5થી 6 ટકાનો કૃષિ વિકાસ દર રહ્યો હતો. ગુજરાતમાં 33,864 કરોડની પાક લૉનમાથી 62 ટકા લૉન ભરપાઈ થઈ નથી.
શું છે આવક
2012-13ના સરવે મુજબ ગુજરાતમાં ખેડૂતો સરેરાશ માસિક રૂ.2250 ખર્ચ સામે આવક રૂ.5773 રૂપિયા હતી. તેની સામે પંજાબના ખેડૂતો માસિક રૂ.11,768 સરેરાશ ખર્ચ સામે માસિક રૂ.28,117 આવક મેળવતા હતા. હરિયાણાના ખેડૂતો માસિક રૂ.6,228 ખર્ચ સામે રૂ.17,144 આવક મેળવાતા હતા.