ગાંધીનગર, 17 જૂન 2021
ગુજરાતના વેધર વોચ ગ્રુપ દ્વારા 17-18 જૂનમાં હળવા વરસાદની આગાહી કરી છે. વેધર વોચ ગૃપ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના 10 વિભાગોનું બનેલું છે. પણ તેમાં સામાન્ય પ્રજા કે ખેડૂતોને કોઈ સ્થાન આપવામાં આવતું નથી.
IMD ના અઘિકારીએ જણાવ્યુ છે કે, ચોમાસુ દક્ષિણ ગુજરાત તરફ આગળ વઘી રહ્યુ છે. કૃષિ વિભાગના અધિકારીએ કહ્યું કે, 2.19 લાખ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર 15 જૂન સુધીમાં થઈ ગયું છે. જે આગોતરું વાવેતર થયું છે તેમાં કપાસ અને મગફળી 2 લાખ હેક્ટર છે. બાકીનું શાકભાજી અને ઘાસચારો છે.
અનાજ અને કઠોળનું વાવેતર આગોતરું કરવામાં આવતું નથી.
જે આગોતરું વાવેતર થયું છે તેમાં કચ્છમાં 12 હજાર હેક્ટર, ઉત્તર ગુજરાત 37 હજાર હેક્ટર, મધ્ય ગુજરાત 14 હજાર હેક્ટર, સૌરાષ્ટ્ર 1.53 લાખ હેક્ટર, દક્ષિણ ગુજરાત 28 હજાર હેક્ટલ મળીને કુલ 2.19 લાખ હેક્ટરમાં વરસાદ પહેલા વાવેતર થયા છે. જે ગયા વર્ષ જેટલાં છે.
આમ ખેડૂતો હવે ચોમાસાની રાહ જોયા વગર જ આગોતનું વાવેતર કરી દે છે. જેથી પાક ઉગે તેના પર પહેલો વરસાદ પડતાં જ તેનો વિકાસ અત્યંત ઝડપી બની જાય છે. તેથી પાછલા વરસાદ ખેંચાય તો વહેલાં પાક ઉતારી શકાય છે. જેમાં મગફળી અને કપાસમાં સૌથી વધું ટ્રેન્ડ જોવા મળે છે.