રબડીમાંથી બનેવેલા સેન્દ્રિય ખાતર-જૈવિક ખાતરની કૃષિ પાક પર શું અસર થાય છે તેની ચકાસણી આણંદ-બોરસદના ખેડૂતોના ખેતરમાં કરવામાં આવી હતી. જેમાં PROM, ગ્રેડ3 અને રૂટગાર્ડ એમ 3 પ્રોડક્ટના અખતરા કરવામાં આવ્યા હતા. આણંદના 11 ગામના 17 મધ્યમ અને સિમાંત ખેડૂતો પસંદ કરાયા હતા.
આણંદ કૃષિ વિશ્વ વિદ્યાલય અને ભારતીય કૃષિ અનુસંધાન પરિષદે જમીન માટે નક્કી કરેલા ધોરણો પ્રમાણે આ ખાતર 2019-2010માં આપવામાં આવ્યા હતા. જેમાં કેળા, કપાસ, ડાંગર, ઘઉં, રીંગણ, મરચી, ટામેટાં, પપૈયા, અરંડાના પાકમાં સુધન બ્રાંડના ઉત્પાદનોના વાપરવામાં આવ્યા હતા. 400-500 મીટરના પ્લોટમાં જ્યાં ઉપયોગ કરાયો અને જ્યાં ન કરાયો તે બન્નેની સરખામણી કરવામાં આવી હતી.
કપાસના ઉત્પાદનમાં 36.1 ટકાનો ફાયદો
નક્કી કરેલા સમયે આપવામાં આવેલા આ ઉત્પાદનો પછી એવું જણાયું હતું કે છોડના કંડી, ફળો, જીંડવા, સ્પાઈક અને પાકના ઉત્પાદન પર દિવેલામાં 14.7 ટકાનો ફાયદો થયો હતો. કપાસના ઉત્પાદનમાં 36.1 ટકા ફાયદો થયો હતો. સરેરાશ 26.1 ટકાવો વધારો જોવા મળેલો હતો. મૂળ, પાન, ઉંચાઈ, ફૂલ, ફળમાં એનડીડીબીનું સુધાન ખાતર સારું એવું કામ કરતું જણાયું હતું.
ખાતરથી 20 ટકા ઉત્પાદન વધે છે
રાસાયણિક ખાતર એપીકે – નાઈટ્રોડન ફોસ્ફરસ અને પોટાશના કુલ વપરાશના 4.5 ટકા છાણની રબડીથી મેળવી શકાય તેમ છે. જેમાં ગુજરાતમાં 4 લીખ ઘન રબડીનો ઉપયોગ કરીને રૂ.600 કરોડનું ખાતર બચાવી શકાય તેમ છે. શૂક્ષ્મ પોષકતત્વો 0.4 ટકા રબડી ખાતરમાંથી મેળવી શકાય તેમ છે.
ગુજરાતમાં જેટલાં રાસાણીક ખાતર વપરાય છે તેના 30 ટકા બચત આ ખાતર દ્વારા કરી શકાય તેમ છે. જોકે તેમાં હાલ 50 ટકા તો ખેતરમાં વપરાય છે. જીવાણુંઓ અને તત્વો ઉમેરીને બનાવેલા ખાતરને ખેતરમાં વાપરવાથી 20 ટકા ઉત્પાદનમાં વધારો થતો હોવાનું નોંધ્યું છે. આ ખાતરમાં પ્રવાહી સ્વરૂપમાં લોહ 2.0 ટકા, મેંગેનીંઝ 0.5 ટકા, જસત 8 ટકા, તાંબુ 0.5 ટકા, બોરોન 0.5 ટકા ઉમેરવામાં આવે છે.
ડો.વર્ગીસની કથા છાણ દ્વારા આગળ વધી રહી છે.
સ્વપ્નદ્રષ્ટા ડો.વર્ગીસ કુરીયનએ દૂધની અછત ધરાવતા ભારતને વિશ્વમાં દૂધના ઉત્પાદનમાં સૌથી પ્રથમ હરોળમાં મૂકી દીધું હતું. પોતાના જીવનકાળ દરમ્યાન તેમણે અનેક હોદ્દા સંભાળ્યા. 1950 થી 1973 સુધી ખેડા જીલ્લા દૂધ ઉત્પાદક સહકારી મંડળી (અમૂલ), 1973થી 1983માં ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના સ્થાપક અને એમ.ડી. રહ્યાં હતા. કોંગ્રેસ સરકારે તેમને તમામ મદદ કરી હતી.
એન.ડી.ડી.બી.ના ચેરમેન તરીકે રહ્યાં. ઈરમા ના ચેરમેન પદે રહ્યા . તે ઉપરાંત નેશનલ કો-ઓપરેટીવ ડેરી ફેડરેશનઓફ ઇન્ડિયાના ચેરમેન પદે પણ રહ્યાં. આ તમામ પદો તેમને માટે મહત્વના ન હતા પણ તેઓએ ભારતના ખેડૂતો-પશુપાલકોને કમાણી કરતાં કરી આપ્યા હતા. નાની વાતને વૈશ્વિક સ્વરૂપ આપી ગયા છે. તેમણે ભારતને દુનિયામાં ગૌરવ અપાવેલું છે. હવે તેની જ કથા છાણ દ્વારા આગળ વધી રહી છે.
દૂધ સહકારી મંડળી જે રીતે કામ કરે છે તે પ્રમાણે જ રબડીનું કઈ રીતે કામ થશે ?
(વધું આવતા અંકે)