નવસારી જિલ્લામાં કોરોના નિયમોના ભંગ કરનાર 11,759 સામે FIR, એક જ દિવસે 31,700 નો દંડ વસૂલાયો

નવસારી,

કોરોના વાયરસની મહામારી વચ્ચે સંક્રમણને અટકાવવા નવસારી જિલ્લા પોલિસ દ્વારા લોકડાઉનનો ચુસ્ત રીતે અમલ કરવા માટે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.

તા.22 જુન સુધી નવસારી જિલ્લા પોલીસ દ્વારા આ નિયમોનું ઉલ્લંઘન કરનારા ઈસમો સામે કાર્યવાહી હાથ ધરી કલમ 188 IPC કલમ 135 ગુજરાત પોલીસ ઍકટ 1951 હેઠળ આજદિન સુધી 11,759 સામે FIR તેમજ 13,217ની અટકાયત કરવામાં આવી છે.

તા.22 જુનના રોજ  જિલ્લામાં 06 વાહનો ડીટેઇન કરાયા હતા. તેમજ વાહનચાલકો પાસે રૂ. 31,700/- નો દંડ વસૂલ કરાયો હતો. શહેરીજનોને લોકડાઉનનું જવાબદારીપૂર્વક પાલન કરી કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે સહયોગ આપવા અને ઘરમાં સુરક્ષિત રહેવાની અપીલ નવસારી જિલ્લા પોલિસ દ્વારા કરવામાં આવે છે.