ફાયર ફાઈટર દ્વારા જંતુનાશક દવાનો અમદાવાદમાં છંટકાવ

Ahmedabad Fire and Emergency Service sprayed pesticide

25 માર્ચ 2020

અમદાવાદની ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ દ્વારા કોવિડ-19ને અમદાવાદ શહેરમાં પ્રસરતો અટકાવવા દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો. અલ્ટ્રા હાઈ પ્રેશર વોટર મિસ્ટ ટેકનોલોજીથી 16 મીની ફાયર ફાઇટર દ્વારા 3 થી 4 ફેરા અને અમદાવાદ ફાયર સર્વિસ દ્વારા વિકસાવેલા ચક્રવાક વાહન દ્વારા દિવસ ભર દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો. 72000 લીટર પ્રવાહી દવા થી મીકેનિકલી નિર્મિત 7 કરોડ 20 લાખ લીટર મિસ્ટ દ્વારા 200થી વધુ સ્થળોને આવરી લેવામાં આવ્યા હતા. જાહેર સ્થળો, શાક માર્કેટ, બસ સ્ટેન્ડ, શૌચાલયો, ફૂટપાથ, રસ્તા વગેરે જનતા ની વધુ અવર જવર ની સંભવિત જગ્યાઓ પર છંટકાવ કરી વાયરસ ને આગળ વધતો અટકાવવા પ્રયાસ કરવામાં આવ્યો. દિવસ ભર ચાલેલી આ કામગીરીમાં 20 અધિકારીઓ ની સાથે સાથે 125 જેટલા ફાયરના કર્મચારીઓએ પણ પ્રશન્સનીય કામગીરી કરી.