નર્મદા બંધ બન્યા પછી પહેલી વખત અન્ય સ્થળે હિલ્લાનું પ્રજનન વધ્યું 

હિલ્સા માછલીના ભંડાર ભાડભૂતમાં ઓછી થઈ, નર્મદા બંધ બન્યા પછી પહેલી વખત અન્ય સ્થળે હિલ્લાનું પ્રજનન વધ્યું. Why is the Hilsa catch low in Bharbhut? For the first time since the construction of the Narmada Dam, Hilsa breeding has increased in other locations. भड़भूत में हिल्सा मछली कम क्यों है? नर्मदा डैम बनने के बाद पहली बार दूसरी जगहों पर हिल्सा का प्रजनन बढ़ा है।

દિલીપ પટેલ

અમદાવાદ, 14 માર્ચ 2026

બંગાળમાં સૌથી વધુ ખવાતી અને અત્યંત સ્વાદિષ્ટ ગણાતી હિલ્સા માછલી ગુજરાતમાં 1500 ટનથી વધીને 17 વર્ષમાં 15 હજાર ટન સુધી શિકારી પહોંચી ગયો છે. નર્મદાના મુખ પ્રદેશમાં હિલ્સા માછલી મોટા પ્રમાણમાં આવતી હતી. હવે તે નવસારી, વલસાડ, સોમનાથ, પોરબંદરમાં વધારે મળવા લાગી છે.

હિલ્સા માછલી સમુદ્ર અને નદીમાં પ્રવાહની સામે તરે છે. તેનો સ્વાદ અનોખો છે. 2026માં સંગ્રહ કરવા કે સાચવી ન શકવાના કારણે ભરૂચમાં 25 ટન માછલી બગડી જતા ખાતર બનાવવા ફેંકી દેવી પડી હતી.

ગુજરાત સરકારની મત્સ્ય ઉદ્યોગ કમિશનરની કચેરી (ગાંધીનગર) દ્વારા બહાર પાડવામાં આવતા સત્તાવાર આંકડાકીય અહેવાલો અનુસાર,   દરિયાઈ મત્સ્ય ઉત્પાદન પણ 7.04 લાખ મેટ્રિક ટન જેટલું રહ્યું હતું.
દરિયાઈ હિલ્સાનું ઉત્પાદન વર્ષ 2011-12માં 1600 મેટ્રિક ટન હતું, વર્ષ 2023-24માં તે 8,084 મેટ્રિક ટન નોંધાયું.

હિલ્સા માછલી ટન ઉત્પાદન
2008-09માં 1600
2010-11માં 9355
2016-17માં 1795
2020-21માં 11004
2022-23માં 14146
2023-24માં 8084

2022-23માં હિલ્સાનું ઉત્પાદન ટનમાં
નવસારી – 4706
સોમનાથ – 3678
પોરબંદર – 2538
વલસાડ – 2510
સુરત – 41
કચ્છ – 60
જામનગર – 48
દ્વારકા – 103
અમરેલી – 336
ભાવનગર – 14
ભરૂચ – 112

ભાવ

હિલ્સા માછલી ગુજરાત માટે આર્થિક ધોરણે ખૂબ મહત્ત્વની છે.
2022-23માં હિલ્સાનું કુલ મૂલ્ય આશરે રૂપિયા 305 કરોડ (23848.84 લાખ) જોવા મળ્યું હતું.
2022-23માં 14146 ટન હિલ્સા માછલી સમુદ્રમાંથી પકડી હતી. જેની કુલ કિંમત 305 કરોડ હતી. એક કિલોના સરેરાશ ભાવ રૂ.215.88માં વેચાઈ હતી.
માછલીનો શિકાર વધી જતાં નીચો ભાવ 150થી 200 રૂપિયે કિલોના થઈ ગયો હતો. જેનો સરેરાશ ભાવ રૂ.225 રહેતો હતો. ઈંડા વગરની હિલ્સાનો ભાવ 600થી 700 રૂપિયા રહે છે. ઈંડાંવાળી હિલ્સાનો ભાવ 800થી 900 સુધી પણ રહેતો હોય છે. 1200 રૂપિયે કિલો વેચાતી હિલ્સા આ વર્ષે 150થી 200 રૂપિયે કિલોના ભાવે વેચાઈ છે, કારણ કે અતિશય વધારે ઉત્પાદન થયું હતું.

સ્વાદ
દરેક હિલ્સા એકસરખી હોતી નથી. સ્વાદને આધારે બાંગ્લાદેશી અને તે પછી બર્માની હિલ્સા બજારોમાં સૌથી ઉપરનું સ્થાન મેળવે છે.

ભરૂચનો કિનારો

1200 બોટમાં 6000 માછીમારો નર્મદા નદીના મુખ પ્રદેશથી લઇ વલસાડ સુધી 35 કિમીમાં 7 દિવસ સમુદ્ર ખૂ઼ંદવા રવાના થયા હતા. ભરૂચના ભાડભૂત નજીક ખંભાતના અખાત અને નર્મદાના સંગમ સ્થાને દેશ વિદેશમાં ઊંચી માંગ ધરાવતી હિલસા માછલી મળે છે.

ભરૂચ જિલ્લામાં ભાડભૂતથી નિકોરા સુધીની પટ્ટી ઉપર વસતા 25 હજાર માછીમારો મંગળવારે દેવપોઢી અગિયારસથી નર્મદા નદીનું પૂજન અર્ચન અને દુદ્યાભિષેક કરીને માછીમારીની નવી મૌસમનો પ્રારંભ કરે છે. ચોમાસાના ચાર મહિનામાં હિલ્સા માછલી પકડે છે.

ભાડભૂત
ભરૂચનું ભાડભૂત હિલ્સા માછલીનું ગુજરાતનું સૌથી મોટું કેન્દ્ર છે. નર્મદા નદી જીવતી હતી ત્યારે અહીં હિલ્સા ઈંડા મુકવા માટે ભરૂચથી આગળ સુધી નદીમાં સામા પ્રવાહે જતી હતી. હવે નર્મદા બંધ બની જતાં તે ઈંડા મુકવા પરંપરાગત રીતે જઈ શકતી નથી.

બંગાળમાં છેલ્લાં કેટલાંક વર્ષોમાં હિલ્સાનું ઉત્પાદન ઘટ્યું છે. ભરૂચમાં હિલ્સાનો જથ્થો 2025ના ચોમાસામાં પાંચથી સાત હજાર ટન રહ્યો હતો.

2025માં સૌથી વધારે હિલ્સા ભરૂચમાં જોવા મળી છે. ભાડભૂત વિસ્તારમાં માત્ર બે મહિનામાં 6 હજાર ટનથી વધારે હિલ્સા આવી છે. ત્યાર બાદ વેરાવળમાં પણ પકડાય છે.

2025માં ભરૂચમાં રોજની 200થી 300 ટન હિલ્સા માછલી ઉતરતી હતી.
સ્ટોર કરવા માટે બરફ પણ ખૂટી ગયો હતો, કારણ કે તેને સાચવી શકવાની પૂરતી ક્ષમતા ન હતી. એક એક હોળી વાળા 100થી 500 નંગ હિલ્સા પકડી લાવતા હતા.

ભાડભૂત થી વલસા સુધી હિલ્સાનું ઉત્પાદન આશરે મહત્તમ પાંચથી સાત હજાર ટન રહ્યું. ગુજરાતના નાનામાં નાના માણસે પણ આ વખતે હિલ્સા ખાધી છે. માછલીનું ઉત્પાદન 2025ના મે, જૂન, જુલાઈમાં જોવા મળ્યું હતું. વેરાવળમાં પણ આખી સિઝન દરમિયાન હિલ્સાનું ઉત્પાદન 88થી 100 ટન જેટલું થયું હોવાનો સ્થાનિક માછીમારો દાવો કરે છે.

બારે માસ જીવંત નદીનો મુખ પ્રદેશ
બારે માસ વહેતી હોય તેવી દરિયાના મુખ પ્રદેશની નદીઓમાં હિલ્સા આવવાની શક્યતા વધી જતી હોય છે.

પશ્ચિમ બંગાળમાં ગંગા નદી જેવી નદીઓ દરિયા સાથે જોડાય છે. બાંગ્લાદેશમાં પણ આવું જ જોવા મળે છે.

સમુદ્રથી નદી તરફ સામા પ્રવાહે જવા માટે જાણીતી છે. લાઇફ સાઇકલ પૂર્ણ કરવા માટે ચોખ્ખા પાણીની જરૂરિયાત રહેતી હોય છે. આ વખતે હિલ્સા આવી તેની પાછળનું મુખ્ય કારણ આ વર્ષે થયેલું તેમનું વધુ માઇગ્રેશન છે.

ઉત્પાદન કેમ વધ્યું
છેલ્લાં કેટલાંક વર્ષોમાં નર્મદામાં પાણીની આવક સારી જોવા મળી છે. તેથી સરદાર સરોવર ડેમમાંથી પાણી છૂટ્યું છે, અને તેના લીધે હિલ્સાને સુરક્ષિત વાતાવરણ મળ્યું છે.

હિલ્સા બ્રીડિંગ માટે નર્મદાના મુખમાં ખાસ આવતી હોય છે અને ભરૂચના નર્મદાના વિસ્તારો હિલ્સા બ્રીડિંગ માટેનું અનુકૂળ સ્થળ છે. ભારે વરસાદ અને મીઠા પાણીની આવકમાં વધારો હિલ્સાના વધુ ઉત્પાદન પાછળ જવાબદાર છે.

ભાડભૂતથી મુંબઈ અને સૌથી વધુ કોલકાતા જેવા વિસ્તારોમાં હિલ્સા મોકલાય છે. ત્યાંથી ભારત બહાર પણ જાય છે.
ભાડભૂતની આસપાસ ભરુચ વેજલપુર, હાંસોટ, દહેજ, જાગેશ્વર જેવા વિસ્તારો નર્મદા નદીના કિનારે સ્થિત છે. અહીંયાં ફિશિંગ એરિયા છે જે ભાડભૂતથી 20 કિલોમીટર દૂર છે.

ઘણાં વર્ષોથી ભાડભૂતથી વલસાડ સુધી ઉત્પાદન ઘણું ઓછું જોવા મળતું હતું, પરંતુ છેલ્લાં બે વર્ષોથી હિલ્સાનું ઉત્પાદન આસમાને જોવા મળ્યું છે. સરદાર સરોવર ડેમ બન્યો ન હતો ત્યારે એક ફિશરમેનને 400થી 500 નંગ 6 કલાકમાં મળી રહેતા હતા. કેમ કે, તે બાજુ નર્મદાનો પ્રવાહ સૌથી વધારે જોવા મળતો હતો.

ભરૂચમાં હિલ્સાને ઈંડાંવાળી હોય તો ચાકસી અને ઈંડાં વગરની હોય પાલ્વા ઉપરાંત સ્થાનિક લોકો મોદણ તરીકે પણ ઓળખે છે.

તાપમાન
હિલ્સાનું પ્રમાણ તાપમાન પર આધારિત છે. બારેમાસ હિલ્સા જોવા મળતી નથી. જુલાઈ ઑગસ્ટમાં વેરાવળમાં જોવા મળે છે. પાણીનું તાપમાન વધઘટ થાય તે પણ તેમની હાજરીમાં વધારો કે ઘટાડો થતો હોય છે. અહીંયાં જોવા મળતી હિલ્સા પ્રમાણમાં નાની હોય છે. હિલ્સાને તેવું પાણી વધારે માફક આવે જે સ્થાનિક ભાષામાં ભાંભરું જે અખાત વિસ્તારમાં જોવા મળે જેમાં મીઠું અને ખારું પાણી ભેગું થતું હોય છે. કાંપ પ્રદેશમાં વધારે જોવા મળી છે.

જીવન ચક્ર
એક લાખથી પણ વધુ ઈંડાં મૂકી શકે છે. છ મહિના સુધી તે ઈંડાંમાંથી બહાર ન આવે ત્યાં સુધી હિલ્સા મીઠા પાણીમાં રહે છે.
હિલ્સાના કિસ્સામાં પુખ્તવયનો (એડલ્ટ) નર દરિયામાં રહે છે. ત્યારે પ્રજનન માટે નર અને માદા માઇગ્રેટ કરીને ચોખ્ખા (મીઠા પાણી)માં આવતાં હોય છે. ત્યાં જ માદા ઈંડાં મૂકે છે.
બાદ પાછા ફરતી વખતે હિલ્સાને સમુદ્ર અને નદી જ્યાં મળતા હોય ત્યાં પકડવામાં આવે છે. આ પરિસ્થિતિઓ પ્રમાણે ગુજરાતમાં નર્મદા અને ખંભાતનો અખાત હિલ્સા માટે અનુકૂળ સાબિત થાય છે.

વેરાવળ
વેરાવળમાં જોવા મળતી હિલ્સા સ્થાનિક માછીમારોમાં ચાકસી તરીકે ઓળખાય છે. જે વેરાવળમાં જોવા મળતી પાલ્વાની જ એક પ્રજાતિ છે. જોકે હિલ્સા અને પાલ્વાના સ્વાદમાં ઘણો ફરક જોવા મળે છે. વેરાવળથી પાલ્વાની માત્રા ઘટી છે.

વેરાવળમાં 1200 રૂપિયે કિલો તાજી ચાકસી (હિલ્સા) જાય છે અને થોડી નબળી પડે તો પણ તે 400 પર કિલો વેચાય છે.

જાત
ગુજરાતમાં હિલ્સાના બે પ્રકારની હિલ્સા ઇલિશા, ટેન્યુઆલોસા ઇલિશા જોવા મળતા હોય છે, પણ મુખ્યત્વે ભારતભરમાં બે જ પ્રકાર સૌથી વધારે જોવા મળે છે.
સફેદ હિલ્સા કરતાં કાળી હિલ્સા થોડી સસ્તી વેચાતી હોય છે.
સ્વાદ અનુસાર બાંગ્લાદેશ અને બર્મા બાદ ગુજરાત અને મહારાષ્ટ્ર ત્રીજા ક્રમાંકે જોવા મળે છે.

ગુણ
ફ્રાય કરીને ખાવામાં તે જાણીતી છે. ઉપરાંત સારા સ્વાસ્થ્ય માટે 18થી 20% પ્રોટીન હોય છે. હિલ્સાનું તેલ ત્વચા માટે પણ ગુણકારી થતું હોય છે. તેમાંથી મળતું ઓમેગા-3 સાંધાના સોજા અને દુખાવામાં રાહત આપે છે. હિલ્સામાંથી પ્રાપ્ત થતું ઓમેગા-3 હૃદય માટે ખૂબ સારું રહેતું હોય છે.તેમાં સફેદ માંસ હોય છે જેના કારણે તેનો સ્વાદ પકડાય છે.