કોરોના વાયરસ – કોવિડ-19 ની સ્થિતીને કારણે જાહેર થયેલા લોકડાઉનને પગલે રાજ્યના માછીમારો-સાગરખેડૂઓને દરિયામાં જવા પર-દરિયો ખેડવા પરનો અગાઉ લાદેલો પ્રતિબંધ રાજ્ય સરકારે દૂર કર્યો છે. તેમને ટોકન ઇસ્યુ કરવાની શરૂઆત પણ કરી દેવામાં આવી છે.
માછલી-ઝિંગા પકડવા, પ્રોસેસિંગ, પેકેજીંગ, કોલ્ડ ચેઇન મેઇન્ટેનન્સ અને ટ્રાન્સપોર્ટેશન કરી શકશે.
માછલીઓનું ઉત્પાદન અને નિકાસ ઘટી
‘મરિન પ્રોડક્ટ્સ એક્સપોર્ટ્સ ડેવલપમૅન્ટ ઑથૉરિટી’ના અહેવાલ અનુસાર વર્ષ 2017-18માં ગુજરાતમાંથી 3,12,568 ટન દરિયાઈ પેદાશોની નિકાસ થઈ હતી. જ્યારે વર્ષ 2018-19માં તે ઘટીને 3,05,326 ટન થઈ હતી.
વર્ષ 2017-18માં રાજ્યમાંથી 843 મિલિયન ડૉલરની દરિયાઈ પેદાશોની નિકાસ કરાઈ હતી. જ્યારે વર્ષ 2018-19માં નિકાસનો આ આંકડો ઘટીને 798 મિલિયન ડૉલર થઈ ગયો છે.
કાયદાનું શું થયું
ગુજરાતના દરિયા કિનારે ગુજરાતના જ માછીમારો માછીમારી કરી શકે તે કાયદાનો અમલ કરવામાં આવતો નથી. ગુજરાતના માછીમારો મહારાષ્ટ્રના દરિયામાં માછી મારી ન કરી શકે એવો કાયદો છે. તો ગુજરાતમાં બહારના માછીમારો અખાતમાં માછી મારી કરે છે.
માછીમાર અન્ય રાજ્યમાંથી આવેલો હશે અને ગુજરાતમાં માછીમારી કરતો પકડાશે તો એક લાખ રૂપિયા સુધીના દંડની જોગવાઈ કરવામાં આવી છે. પકડાયેલ માછલીની કિંમતનો 5 ગણો દંડ વસૂલવામાં આવશે.