એકલા રહેતા-નિ:સહાય વૃદ્ધો અને નિરાધાર વ્યકિતઓને વિનામૂલ્યે ભોજન

8 મહાનગરોમાં આ સેવા માટે અધિકારી નિયુકત 

રાજ્યના અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, ભાવનગર, જૂનાગઢ અને ગાંધીનગર મહાનગરોમાં ઘરે એકલા રહેતા હોય અને ટિફિન મંગાવી ભોજન કરતા હોય તેવા નિ:સહાય વૃદ્ધ વડિલોને અને નિરાધાર વ્યકિતઓને પ્રવર્તમાન લોકડાઉનની સ્થિતીમાં ઘરે બેઠા વિનામૂલ્યે ભોજન સેવા આ મહાનગરોના શહેરી સત્તાતંત્ર જે તે નગરોની સ્વૈચ્છિક સેવાભાવી સંસ્થાઓના સહયોગથી પૂરી પાડવામાં આવશે.

મહાનગરોમાં ભોજન અધિકારીઓની નિયુકિત પણ કરવામાં આવી છે. અમદાવાદ-મહાનગરમાં શ્રી પ્રશાંત પંડયા હેલ્પ લાઇન નંબર- ૧૫૫૩૦૩, સુરત-  શ્રી આર. સી. પટેલ–૯૮૨૪૩૪૫૫૬૦, વડોદરા-ક્રિષ્ણાબહેન સોલંકી–૦૨૬૫-૨૪૫૯૫૦૨ રાજકોટ-શ્રી ચેતન ગણાત્રા ૦૨૮૧-૨૪૭૬૮૭૪, જામનગર-શ્રી એ. કે. વસ્તાની ૦૨૮૮–૨૫૫૩૪૧૭, ભાવનગર- ડી. એમ. ગોહિલ ૦૨૭૮-૨૪૨૪૮૧૪-૧૫ ગાંધીનગર–શ્રી અમિત સિંઘાઇ ૯૯૦૯૯૫૪૭૦૯ અને જુનાગઢ-શ્રી હિતેશ વામજા – ૯૮૯૮૧૪૬૮૬૫નો સંપર્ક સાધી શકાશે.

વિજયભાઇ રૂપાણીએ આ વૃદ્ધ નિ:સહાય વડિલોને જીવનજરૂરી ચીજવસ્તુઓ પણ ઘરે બેઠા મળી રહે તે માટે પણ આ અધિકારીઓને સંકલન સાધવા સૂચનાઓ આપી છે.