2023માં ગુજરાતમાં મફત શિક્ષણ – RTE ના 1 લાખ વિદ્યાર્થીઓ પ્રવેશ ઈચ્છે છે, આવક દાખલાનું કૌભાંડ

2023 में गुजरात में मुफ्त शिक्षा – 1 लाख आरटीई छात्र प्रवेश चाहते हैं, आय पैटर्न घोटाला,Free Education in Gujarat in 2023 – 1 Lakh RTE Students Seek Admission, Income Pattern Scam

ગાંધીનગર, 5 મે 2023
રાજ્યની 9,855 ખાનગી શાળાઓમાં 83,000 થી વધુ બેઠકો અનામત છે. રાજકોટ શહેરમાં 3 વર્ષ પહેલાં RTE એડમિશનમાં કૌભાંડ થયું હતું. બે માસમાં અવકના 2500 દાખલા નીકળ્યા, તેમાં તમામની આવક રૂ.68000 બતાવી હતી. અઢી લાખથી વધુ આવક ધરાવનારાઓ એ પણ રૂ.68000ની આવકના દાખલા કઢાવી લીધા હતા. જુલાઇમાં 5141, ઓગસ્ટમાં 5038 અને સપ્ટેમ્બરમાં 3775 દાખલા ઝોનમાં કાઢવામાં આવ્યા હતા. જુલાઇ અને ઓગસ્ટ માસના આવકના મોટાભાગના દાખલાનો ઉપયોગ આરટીઇ હેઠળ એડમિશન માટે કરવામાં આવ્યો હતો. આ કૌભાંડ આખા રાજ્યમાં 2023માં પણ ચાલતું હોવાનું માનવામાં આવે છે.

અમદાવાદ અને ગાંધીનગરમાં છથી વધુ અંગ્રેજી મીડિયમની શાળાઓએ RTE હેઠળ જમા કરાવેલ ડોક્યુમેન્ટની તપાસ કરાવવા માટે ડિટેક્ટિવ એજન્સીઓ હાયર કરી છે. આ ડિટેક્ટિવ એજન્સીઓ RTE હેઠળ જમા કરાવેલ તમામ ડોક્યુમેન્ટની તપાસ કરાવે છે.
ખાનગી શાળાના કર્મચારીઓ પાસે તપાસ કરાવી તો જાણવા મળ્યું હતું કે, 10 એવા પરિવાર હતા કે, જેઓ અમીર હોવા છતાં તેમણે RTE હેઠળ શાળામાં એડમિશન લીધું હતું. આ પરિવાર પાસે કાર હતી, બે રૂમ રસોડાવાળું ઘર હતું, માતા અને પિતા દર મહિને રૂ. 25,000થી રૂ. 35,000ની કમાણી કરતા હતા. આ વખતે શાળાઓએ ડિટેક્ટિવ એજન્સી હાયર કરી છે. જે RTE હેઠળ પ્રવેશ મેળવતા પરિવારની તપાસ કરે છે.

વાર્ષિક રૂ. 1.50 લાખ આવકમર્યાદા જનરલ કેટેગરીના પરિવારને લાગુ પડે છે. અન્ય કેટેગરીના પરિવાર માટે આવકમર્યાદા ઓછી રાખવામાં આવી છે. RTE હેઠળ એડમિશન લેવા અંગે ત્રણ શાળાઓમાંથી ફરિયાદ કરવામાં આવી હતી. ખોટા દસ્તાવેજ રજૂ કરતા પરિવારને બોલાવવામાં આવેલા હતા. શાળાઓ તરફથી તેમને કામ આપવામાં આવે છે. જે પણ કેસમાં આશંકા લાગે તેવા કેસ વિશે જણાવવામાં આવે છે. આ શંકાસ્પદ કેસમાં તમામ જરૂરી ડોક્યુમેન્ટની તપાસ કરવા માટે કહેવામાં આવે છે. આ વર્ષે અમદાવાદ અને ગાંધીનગરની શાળાઓએ જાસૂસી સર્વિસનો લાભ લીધો છે. આ કામ કરવા બદલ ચાર્જ તરીકે શાળાઓ પેમેન્ટ પણ આપે છે.

રાજ્ય સરકાર દ્વારા સંપુર્ણ પારદર્શી રીતે RTE હેઠળ નબળા અને વંચિત જૂથનાં બાળકોને પ્રાથમિક શાળાઓમાં પ્રવેશ આપવામાં આવે છે. RTE ACT હેઠળ બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં 25 ટકા લેખે ધોરણ-1માં બાળકોને પ્રવેશ આપવામાં આવે છે. શૈક્ષણિક વર્ષ 2023-24 માટે કુલ 98,501 જેટલી અરજીઓ ઓનલાઈન પ્રાપ્ત થઈ હતી. જેમાંથી 68,135 જેટલી અરજીઓ માન્ય ઠેરવવામાં આવી હતી. 14,532 જેટલી અરજીઓ અધુરા દસ્તાવેજો જેવા વિવિધ કારણોસર અમાન્ય ઠેરવાઈ હતી જ્યારે 15,834 જેટલી અરજીઓ અરજદાર દ્વારા કેન્સલ કરવામાં આવી હતી તેમ નાયબ શિક્ષણ નિયામકશ્રીની યાદીમાં જણાવાયું છે.
યાદીમાં વધુમાં જણાવ્યાનુંસાર રાજયની કુલ 9,854 જેટલી બિન અનુદાનિત પ્રાથમિક શાળામાં જુદા જુદા માધ્યમમાં કુલ 82,820 જેટલી જગ્યાઓ RTE હેઠળ ભરવાની હતી. જે પૈકી વિધાર્થીઓની પસંદગી અને 6 કી.મી.ની ત્રિજયાના વિસ્તારમાં ઉપલબ્ધ શાળાઓમાં નિયમ અનુસાર પ્રથમ રાઉન્ડમાં 54,903 જેટલા વિધાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે. જ્યારે પ્રથમ રાઉન્ડની પ્રવેશ ફાળવણીને અંતે રાજ્યમાં 27,917 જેટલી જગ્યાઓ અરજદારોની પસંદગીનાં અભાવે ખાલી રહી છે. RTE હેઠળ પ્રથમ રાઉન્ડના પ્રવેશ અંગે વાલીઓને SMS થી જાણ કરવામાં આવી છે. આ તમામ વિદ્યાર્થીઓએ આગામી તા. 13/05/2023, શનિવાર સુધીમાં જે-તે શાળામાં રૂબરૂ જઇને પ્રવેશ મેળવી લેવાનો રહેશે.
પ્રથમ રાઉન્ડની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ખાલી રહેતી જગ્યાઓ ઉપર વધુમાં વધુ નબળા અને વંચિત જૂથના બાળકોને પ્રવેશ આપી શકાય તે માટે જે બાળકોને પ્રવેશ ફાળવવામાં નથી આવ્યા તેવા અરજદારોને બીજા રાઉન્ડ પૂર્વે શાળાઓની પુનઃ પસંદગીની તક આપવામાં આવશે. ત્યારબાદ બીજા રાઉન્ડની નિયમાનુસાર પ્રવેશની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

સળગતા સવાલ 
– ખોટા પૂરાવા રજૂ કરનારા સામે પગલા કોણ લેશે તે મોટો સવાલ
– RTEમાં ખોટી રીતે પ્રવેશ લેતા વાલીઓને કોણ અટકાવશે?
– સરકારના કરોડો રૂપિયાની બરબાદી કરનારાઓને કોણ અટકાવશે?
– સરકારી બાબુઓ કેમ કાયદાનું કડક પાલન નથી કરાવતા?
– કેમ વાલીઓ સામે પોલીસ ફરિયાદ નથી કરતા DPEO?
– એકવાર ખોટો પ્રવેશ મેળવી લીધા પછી તપાસ કેમ નહી?
– ગરીબને મળવાની સુવિધા તવંગરો કેમ લઈ જાય છે?
– કેમ સરકારી અધિકારીઓ આવા વાલીઓને દંડતા નથી?
– દંડ્યા વગર કેવી રીતે કાયદાનો દુરઉપયોગ અટકશે?
– વર્ષોવર્ષ થતી ફરિયાદો સામે શિક્ષણાધિકારીઓ શું કરે છે?

તવંગર વાલીઓ- આ છે ફેવરિટ સ્કૂલ!

– દિલ્હી પબ્લિક સ્કૂલ
– ડિવાઈન ચાઈલ્ડ
– જેમ્સ એન્ડ જેની સ્કૂલ
– પુના ઈન્ટરનેશનલ સ્કૂલ
– આનંદ નિકેતન સ્કૂલ
– અમદાવાદ ઈન્ટરનેશનલ સ્કૂલ
– ઉદગમ સ્કૂલ
– નરસી મોનજી સ્કૂલ
– નિરમા સ્કૂલ
– ઝાયડસ સ્કૂલ
– તુલીપ ઈન્ટરનેશન સ્કૂલ
– ઝેબર સ્કૂલ

DPEO વંચિતોને કેવી રીતે લાભ અપાવી શકે?
જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જેને અંગ્રેજીમાં DPEO કહે છે. DPEO શાળાને પ્રવેશ માટે વિદ્યાર્થી ફાળવે છે. ઓનલાઈન અરજીના આધારે DPEO શાળાને પ્રવેશ માટે કહે છે. ઓનલાઈન અરજીમાં આવેલા પૂરાવાની ચકાસણી DPEOએ કરવાની હોય છે. DPEO માત્ર આવકના દાખલાના આધારે પ્રવેશ ફાળવી આપે છે. આવકનો દાખલો સાચો કે ખોટો એ ચકાસવાનું કામ DPEOનું છે. DPEO ઈચ્છે તો વાલીના ઘરની ચકાસણી કરી શકે છે. વાલીની વાર્ષિક આવક 1.50 લાખ છે કે કેમ તેની ચકાસણી કરવાની હોય છે. ચકાસણી વગર અપાતા પ્રવેશમાં ગરીબો વંચિત રહે છે. તવંગર વાલીઓ જાણકાર હોય એટલે પ્રતિષ્ઠિત શાળાઓમાં પ્રવેશ લઈ લે છે. ચકાસણીના અંતે શંકાસ્પદ જણાય તો પ્રવેશ DPEO રદ કરી શકે છે. પ્રવેશ રદ કરવાની સત્તા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પાસે છે. ખોટા પૂરાવા આપવા બદલ વાલી સામે પણ પગલા લઈ શકે

મામલતદાર-તલાટીની ભૂમિકા શું છે?
આવકના દાખલાના આધારે RTEમાં પ્રવેશ મળે છે. પ્રવેશનો સૌથી મોટો આધાર એ આવકનો દાખલો છે. ગ્રામ્ય વિસ્તારમાં તલાટી આવકનો દાખલો આપે છે. શહેરી વિસ્તારમાં મામલતદાર આવકનો દાખલો આપે છે. આવકનો દાખલો આપતી વખતે વાલીએ સોગંદનામુ કરવાનું હોય છે. ખોટું સોગંદનામુ વાલી કરે અને દાખલો તલાટી-મામલતદાર આપે છે. શાળામાં આવકના દાખલાને આધાર ગણવામાં આવે છે. ઈન્કમટેક્સ રિટર્ન ભરનારા લોકો પણ ખોટુ સોગંદનામુ કરે છે. ખોટું સોગંદનામાના આધારે વાલીઓ ઓછી આવકનો દાખલો મેળવે છે

RTE હેઠળ ધોરણ-1માં બાળકોને પ્રવેશ માટેની જાહેરાત

ખાનગી શાળાઓમાં ધોરણ 1 માં મફત પ્રવેશ માટે RTEના ફોર્મ ભરવાની જાહેરાત આવી ગઈ છે.

એડમીશન મળ્યા બાદ ધોરણ 8 સુધી ખાનગી શાળામા ફ્રી અભ્યાસ કરવાનો હોય છે.

ક્યા ક્યા ડોકયુમેન્ટ ની જરૂર પડશે ?

RTE પ્રવેશ નો સંપૂર્ણ કાર્યક્રમ જાણવા માટે નીચેની લીંક ખોલો👇

◆ તારીખ:10-4-2023 થી 22-4-2023 સુધી ઓનલાઈન ફોર્મ ભરવાનો સમયગાળો

023
ફોર્મ મંજૂર કરવાની તારીખ : 29/04/2023
Also read :RTE Admission 2023 : ખાનગી શાળામાં મફત શિક્ષણ માટે મેળવો પ્રવેશ, જાણો શું હોય છે પ્રોસેસ ?
RTE પ્રવેશ બેઠક ફાળવણી : 03/05/2023

જરૂરી દસ્તાવેજો RTE ના પ્રવેશ માટે 2023
ક્રમ દસ્તાવેજ નું નામ માન્ય આધાર-પુરાવાની વિગત
રહેઠાણ નો પુરાવો માન્ય આધાર – પુરાવાની વિગત આધારકાર્ડ / પાસપોર્ટ / વીજળી બિલ / પાણી બિલ / ચૂંટણી કાર્ડ / રેશન કાર્ડ / જો ઉપર મુજબનાં આધાર પૈકી કોઈ એક આધાર હોય તો , રજીસ્ટર્ડ ભાડા કરારની જરૂર રહેતી નથી . જો ઉપર મુજબનાં આધાર પૈકી એક પણ આધાર પુરાવા ન હોય તેવા સંજોગોમાં ભાડા કરાર – ગુજરાત સ્ટેમ્પ act ૧૯૫૮ મુજબ નોંધાયેલ ભાડાકરાર તથા સબંધિત પોલીસ સ્ટેશન માં જમા કરાવ્યા ના આધાર સાથેનો માન્ય ગણવામાં આવશે . ( નોટરાઈઝડ ભાડા કરાર માન્ય ગણાશે નહીં )
વાલી નું જાતી નું પ્રમાણપત્ર મામલતદાર શ્રી અથવા સમાજ કલ્યાણ અધિકારી , તાલુકા વિકાસ અધિકારી અથવા સક્ષમ સત્તાધિકારીનું પ્રમાણપત્ર
જન્મનું પ્રમાણપત્ર ગ્રામ પંચાયત / નગર પાલિકા , મહાનગરપાલિકા , જન્મ / હોસ્પિટલ નોંધણી પ્રમાણપત્ર / આંગણવાડી , બાલવાડી નોંધણી પ્રમાણપત્ર / માતા કે પિતા કે વાલીનું નોટોરાઈઝડ સોગંદનામું
ફોટોગ્રાફ પાસપોર્ટ સાઈઝ કલર ફોટોગ્રાફ
વાલી ના આવકનું પ્રમાણપત્ર જુનો આવકનો દાખલો હોય તો મામલતદાર , તાલુકા વિકાસ અધીકારી અથવા સક્ષમ સત્તાધીકારીનું પ્રમાણપત્ર માન્ય રહેશે . નવો આવકનો દાખલો એ માત્ર જનસેવા કેન્દ્ર નો જ માન્ય ગણવામાં આવશે . (તા .૦૧/૦૪/૨૦૧૯ પછીનો) . ગ્રામ્ય કક્ષાએ ઈ ગ્રામ પંચાયતનો તલાટી દ્વારા આપવામાં આવેલ તાજેતરનો ( તા . ૦૧/૦૪/૨૦૨૧ પછીનો ) આવકનો દાખલો જ માન્ય ગણવામાં આવશે
બીપીએલ ૦ થી ૨૦ આંક સુધીની બીપીએલ કેટેગરીમાં આવતા વાલીએ ગ્રામ્ય વિસ્તાર માટે તાલુકા વિકાસ અધિકારી અથવા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીનો દાખલો રજુ કરી શકાશે જ્યારે શહેર વિસ્તાર માટે મહાનગરપાલિકાના કિસ્સામાં નાયબ મ્યુનિસિપલ કમિશ્નર અથવા મહાનગરપાલિકાએ સક્ષમ અધિકારીનો દાખલો , નગરપાલિકા વિસ્તારમાં નગર પાલિકાના ચીફ ઓફિસરનો દાખલો અને Notified વિસ્તારમાં મુખ્ય કારોબારી અધિકારી અથવા વહીવટી અધિકારીનો દાખલો રજુ કરવાનો રહેશે . જે શહેરી વિસ્તારમાં ૦ થી ૨૦ આંક ( સ્કોર ) ધરાવતા BPL કેટેગરીના લાભાર્થીઓની યાદી ન હોય તેવા વિસ્તારમાં BPL યાદીમાં સમાવેશ થયેલ લાભાર્થીએ જે – તે સક્ષમ અધિકારીનું BPL યાદી નંબર વાળું પ્રમાણપત્ર રજૂ કરવું પડશે . BPL રેશનકાર્ડ બીપીએલ આધાર તરીકે માન્ય ગણાશે નહિ .
વિચરતી જાતિઓ અને વિમુક્ત જ નજાતિઓની મામલતદાર અથવા સમાજ કલ્યાણ અધિકારી અને તાલુકા વિકાસ અધિકારી અથવા બીજા કોઈ સક્ષમ સત્તાધિકારીનું પ્રમાણપત્ર
અનાથ બાળક જે તે જીલ્લા ની Child Welfare Committee ( CWC ) નું પ્રમાણપત્ર
સંભાળ અને સંરક્ષણ જરૂરિયાતવાળું બાળક જે તે જીલ્લા ની Child Welfare Committee ( CWC ) નું પ્રમાણપત્ર
બાલગૃહ ના બાળકો જે તે જીલ્લા ની Child Welfare Committee ( CWC ) નું પ્રમાણપત્ર
બાળમજૂર / સ્થળાંતરીત મજુરના બાળકો જે તે જીલ્લા ના લેબર અને રોજગાર વિભાગનું શ્રમ અધિકારીનું પ્રમાણપ ત્ર અને સિવિલ સર્જન પ્રમાણપત્ર
સેરેબ્રલી પાલ્સી વાળા બાળકો સિવિલ સર્જન નું પ્રમાણપત્ર
ખાસ જરૂરિયાત વાળા બાળકો (દિવ્યાંગ) સિવિલ સર્જન નું પ્રમાણપત્ર ( ઓછા માં ઓછું 40 % )
(ART) એન્ટિ-રેટ્રોવાયરલ થેરેપી ની સારવાર લેતા બાળકો સિવિલ સર્જન નું પ્રમાણપત્ર
શહીદ થયેલ જવાનના બાળકો સંબંધિત ખાતા ના સક્ષમ અધિકારી નો દાખલો
સંતાનમાં એકમાત્ર દીકરી હોય તે કેટેગરી માટે ગ્રામ્ય વિસ્તાર માટે તલાટીમંત્રીશ્રી અને નગરપાલિકા વિસ્તાર માટે ચીફ ઓફિસર અને મહાનગરપાલિકા વિસ્તાર માટે તેના સક્ષમ અધિકારીનો એક માત્ર દીકરી ( Single Girl Child ) હોવાનો દાખલો
સરકારી આંગણવાડી માં અભ્યાસ કરતાં બાળકો સરકારી આંગણવાડીમાં ઓછામાં ઓછા 2 વર્ષ અભ્યાસ કરેલ હોય અને ICDS – CAS વેબસાઈટ પર જે વિદ્યાર્થીઓના નામ નોંધાયેલ હોય તેવા વિદ્યાર્થીઓએ જે તે આંગણવાડીમાં અભ્યાસ કરેલ છે તે મતલબનું સબંધિત આંગણવાડીનાં આંગણવાડી કામ કરનાર અથવા સરકારશ્રી દ્વારા નક્કી કરવામાં આવેલ અધિકારીનો પ્રમાણિત કરેલ દાખલો રજુ કરવાનો રહેશે
બાળકનું આધારકાર્ડ બાળકના આધારકાર્ડની નકલ
વાલીનું આધારકાર્ડ વાલીના આધારકાર્ડની નકલ
બેંકની વિગતો બાળક કે વાલીના બેંક ખાતાની પાસબુકની ઝેરોક્ષ