ઘીમાં ભેળસેળ, નકલી ઘી જોખમી, બનાવટી ઘી કેમ બને છે

घी में मिलावट, नकली घी खतरनाक है, नकली घी क्यों बनता है Ghee Adulteration: Fake Ghee is Dangerous—Why is it Produced?

અમદાવાદ, 21 માર્ચ 2026
પામોલીન તેલને તાડનું તેલ કહેવામાં આવે છે, આ તેલને દુનિયામાં સૌથી વધુ ઉપયોગ કરવામાં આવે છે. હાર્વર્ડ આ તેલને હૃદયની બીમારીઓના કારક ગણે છે. આ તેલથી મોટાભાગને હ્રદયની બીમારી થઇ શકે છે. તેમાં અંદાજે 50 ટકા સેચ્યુરેટેડ ફેટ હોય છે. આ ફેટ નસોમાં જઇ બ્લોક બનાવે છે.
નકલી ઘી આરોગ્ય માટે ખતરનાક છે. પાચનતંત્ર, હાનિકારક, કબજિયાત, એસિડિટી, હૃદયરોગ, કોલેસ્ટેરોલ, લિવર અને કિડની માટે ઝેરી, બાળકો, ગર્ભવતી મહિલાઓ માટે હાનિકારક, રસાયણોથી લાંબા ગાળે કેન્સરનું જોખમ હોય છે. નકલી ઘીમાં વધારે હાર્ડ ફેટ અને ટ્રાન્સ ફેટ હોય છે.

ખોરાકમાં ભેળસેળને લગતા કેસ કલેક્ટર દ્વારા ચલાવવામાં આવે છે. ત્યારથી ભેળસેળ વધી છે.

ઘી બજાર
દ્વારકાના ખ્ંભાળિયાના બરાડી વિસ્તારમાં ઘીનું મોટું પીઠું છે જ્યાં ખંભાળીયા તથા લાલપુર, ભાણવડ અને કલ્યાણપુરના માલધારીઓ મોટી સંખ્યામાં ઘી વેચવા આવે છે. રોજના 7થી 8 હજાર કિલો ઘી આવે છે. 460 રૂપિયા કિલોના ભાવે વેંચાતા ઘીનો 30થી 40 લાખ રૂપિયાનો ધંધો થાય છે. માલધારીઓના ઘીની જાહેરમાં ઘીની હરાજી કરવામાં આવે છે.  ત્રણ પ્રકારના સોડમવાળું, કણીવાળું, લાળવાળું ઘી બને છે. માલધારીઓ ભેંસને ખોરાકમાં કપાસિયા અને ખોળ આપે છે. કપાસીયાના ખોરાકના કારણે ઉતમ  ઘી બને છે. ચોક્કસ પ્રકારનું ઘાસ થાય છે, જે ભેંસોને ચરાવવામાં આવતા દુધના ફેટમાં વધારો થાય છે.

અમદાવાદ બજાર
અમદાવાદની બજારમાં 200થી 250 રૂપિયે કિલો જે શુદ્ધતાના નામે ઘી વેચવામાં આવે છે તેમાં 80 ટકા સુધી વનસ્પતિ ઘી અને હળદરની મિલાવટ હોય છે. મ્યુનિસિપલ લેબના ઇન્ચાર્જ સાયન્ટિસ્ટ અતુલ સોનીએ કહ્યું કે, ‘સસ્તુ લેવાની ઇચ્છાએ લોકો જે ઘી, તેલ, દૂધ લે છે તેમાં વેપારીઓ ભેળસેળ કરીને લોકોના સ્વાસ્થ્ય સાથે રમે છે. આ પ્રકારની ચીજોથી લોકોને કેન્સર અને હૃદયની જીવલેણ બીમારીઓ થવાની શક્યતા વધી જાય છે. શુદ્ધ ઘીમાં રિચર્ડ મિશેલ વેલ્યૂ મિનિમમ 24 હોવી જોઈએ. બ્રાન્ડેડ ઘીમાં આ પ્રમાણ 25 થી 30 વચ્ચે હોય છે પણ ઘીમાં ભેળસેળ થાય તો આ પ્રમાણ 1-2 સુધીનું થઈ જાય છે. ઘીનો કલર પીળો કરવા હળદર ભેળવાય છે. આનાથી હૃદય અને કેન્સરની બીમારી થવાની ભીતિ રહે છે.

બાબા રામદેવ
ઓગસ્ટ 2022માં બાબા રામદેવની પતંજલીનું બ્રાન્ડેડ ઘી ભેળસેળ અને સ્વાસ્થ્ય માટે હાનિકારક હોવાનું ટેસ્ટીંગમાં જણાયું હતું. ગાયના ઘીના નમુના નાપાસ થયા હતા. પતંજલી વિરુદ્ધ કોર્ટમાં ફરિયાદ દાખલ થઈ
હતી. ઉત્તરાખંડ રાજ્યની પ્રયોગશાળા બાદ કેન્દ્રીય લેબોરેટરીમાં પણ સેમ્પલ ફેલ થયા છે. જે બાદ ટિહરીના ખાદ્ય સંરક્ષણ અને ઔષધ વિભાગ દ્વારા પતંજલિ કંપની વિરુદ્ધ એડીએમ કોર્ટમાં અપીલ દાખલ કરવામાં આવી છે. ખાદ્ય સંરક્ષણ વિભાગ દ્વારા કંપનીને નોટિસ જાહેર કરી તો, કંપનીએ રાજ્યની લેબોરેટ્રીના રિપોર્ટને ખોટો ગણાવી દીધો હતો. કેન્દ્રીય લેબોરેટરીમાં પણ બાબા રામદેવની પતંજલિ બ્રાંડનું ઘી ફેલ થયું હતું. જે બાદ ખાદ્ય સંરક્ષણ વિભાગની કંપની વિરુદ્ધ ટિહરીના એડીએમ કોર્ટમાં અપીલ દાખલ કરવામાં આવી રહી છે. ખાદ્ય સંરક્ષણ અધિકારી એમએન જોશીએ કહ્યું કે, પ્રયોગશાળાનો રિપોર્ટ અનુસાર, પતંજલિ ઘીમાં ભેળસેળ અને ઘીના માપદંડો યોગ્ય ન મળવા અને સ્વાસ્થ્ય માટે તે હાનિકારક ગણાવ્યું છે. બાબાનું ગાયનું ઘી ગુજરાતમાં મોટા પાયે વેચાય છે.

હિંમતનગર
18 માર્ચ 2026માં નકલી દૂધના કૌભાંડ બાદ હવે હિંમતનગર તાલુકાના રાયગઢ ગામેથી રૂ. 50 હજારનો 208 કિલો નકલી ઘી બનાવવાનું નેટવર્ક ઝડપાયું હતું. ફૂડ બિઝનેસ ઓપરેટરના ઘરે ગેરકાયદેસર રીતે ઘી બનાવવામાં આવ્યું હતું. દરોડો પાડતા ત્યાંથી વનસ્પતિ ઘી, સોયાબીન તેલ અને શંકાસ્પદ વ્હાઇટ પાવડર મળી આવ્યો હતો. આ વસ્તુઓનું મિશ્રણ કરીને નકલી ઘી તૈયાર કરવામાં આવ્યું હતું. ખુબીરામ શિવચરણ શર્મા નામના શખ્સને ઝડપી પાડ્યો હતો.

સુરત
14 માર્ચ 2026માં સુરતમાં ઉત્રાણ વિસ્તારમાં રંગોલી ચોકડી નજીક આવેલ અવસર પ્લાઝાની દુકાન નંબર 106 અને 107માં  શુદ્ધ ગાયના ઘીના નામે વેજિટેબલ ઓઈલનું ભેળસેળયુક્ત નકલી ઘી (Fake Ghee) બનાવવાનું મસમોટું કૌભાંડ ઝડપાયું હતું. ‘ટાટા ડેરી પ્રોડક્ટ’ના નામે એક ફેક્ટરી ચાલતી હતી. નિહાર ભરતભાઈ માવલિયા નામના શખ્સ નકલી ઘીનું ઉત્પાદન કરવામાં આવતું હતું.  શ્રી સહજાનંદ ગાય ઘી અને શ્રી ગજાનંદ ગાય ઘીના નામે વેચાણ કરવામાં આવતું હતું. 582.02 લીટર શંકાસ્પદ નકલી ઘીનો જથ્થો, ઘી બનાવવા માટે વપરાતી મશીનરી , ભેળસેળ માટે રાખેલ પામ તેલના ડબ્બા સહિત 3.60 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

2025 – કમિશનર
તહેવારો દરમિયાન નકલી ઘી વેચતા વેપારીઓ સામે કાર્યવાહી માટે ખાસ ઝૂંબેશ ચલાવી હતી. 10 દિવસમાં  રૂ.3થી 4 કરોડનું ભેળસેળિયું ઘી રાજ્યભરમાંથી જપ્ત કરાયું હતું.
13 સપ્ટેમ્બર 2025ના રોજ રાજ્યમાં વિવિધ સ્થળોએ દરોડા પાડી શુદ્ધ ઘીમાં ભેળસેળ કરી બનાવટી ઘી બનાવવાનો કાચો માલ સહિત કુલ એક કરોડ કરતાં વધુનો માલ જપ્ત કરાયો હોવાનું ખોરાક અને ઔષધ નિયમન કમિશનર ડૉ. એચ. જી. કોશિયાએ જાહેર કર્યું હતું.
ગાંધીધામમાં 69 ટન જેની રૂ. 1.4 કરોડનો માલ જપ્ત કરાયો હતો.
જામનગરના ધ્રોલમાં ક્રિષ્‍ના ટ્રેડિંગ કોમાં રૂ. 69 ટન જથ્થો જપ્ત કરીને ઘીમાં ભેળસેળ થતી હતી.

કચ્છ
13 ઓક્ટોબર 2025માં કચ્છમાં ગાંધીધામ ખાતે રિફાઇન્ડ પામ તેલને મુખ્ય ઘટક તરીકે વાપરતાં જેનું ટેક્સ્ચર તદ્દન ઘીને મળતું આવતું આવે છે. શુદ્ધ ઘીમાં ભેળસેળ કરી બનાવટી ઘી બનાવવાનો કાચો માલ સહિત કુલ રૂ. 1.4 કરોડનો માલ જપ્ત કરાયો હતો.
ભારત ફૂડ્સ કો-ઓપરેટીવ લિ., ગાંધીધામ, જિ. કચ્છ ખાતેથી ચાર નમૂના અને મે. ક્રિષ્‍ના ટ્રેડિંગ કો., ધ્રોલ, જામનગર ખાતેથી ચાર નમુના એમ કુલ આઠ નમુના તંત્રના દરોડામાં લઇ ચકાસણીમાં અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.

બાકીનો આશરે 69 ટનથી વધુનો જથ્થો હતો. ગાંધીધામ ખાતે આવેલ ભારત ફૂડ્સ કો-ઓપરેટીવ લિ. માં  અખિલેશકુમર ક્રિશ્નપલ સિંઘની હાજરીમાં નમૂના લેવામાં આવ્યા હતા. જેમાં તપાસ દરમિયાન તમામ શંકાસ્પદ 67 ટન રિફાઈન્ડ પામ તેલ (RPO) જેની અંદાજે કિંમત રૂ. 1.32 કરોડથી વધુ થવા જાય છે તેનો તમામ જથ્થો સીઝ કરવામાં આવ્યો છે. રિફાઇન્ડ પામ તેલ (RPO) સવેરા બ્રાન્‍ડથી 15 કિગ્રાના પેકીંગમાં ઉત્પાદન કરી વેચાણ થતુ હતું.

વેરાવળ
27 સપ્ટેમ્બર 2025માં ગીર સોમનાથના વેરાવળના પાટણ દરવાજા પાસે “વોલ્ગા ઘી ડેપો” નામની દુકાનમાં વેપારી ગૌતમ રતિલાલ વાઘેલા દિવેલ, વનસ્પતિ તેલ, સોયા તેલ ભેળવીને બ્રાન્ડેડ માહી તથા એવરગ્રીન ઘી બનાવી વેચતો હતો. એક કિલોના ઘી 300 થી 700 રૂપિયામાં વેચતો હતો.

રાજકોટ
11 ઓક્ટોબર 2024માં રાજકોટના મેટોડા GIDCમાંથી મોટા જથ્થામાં ડુપ્લીકેટ ઘી ઝડપાયું હતું.
વાણિયાવાડી વિસ્તારમાં સિતારામ વિજય પટેલ ડેરીમાં ઘી 1 કિલોના 800 રૂપિયા, ગાયનાં ઘીના 1 કિલોના 640 રૂપિયા, ભેંસના ઘીના 1 કિલોના 580 રૂપિયામાં વેચતા હોવાનુ સામે આવ્યું.

ગોંડલ
20 ઓગસ્ટ, 2025ના રોજ  રાજકોટના ગોંડલના ગોમટામાં નકલી ઘી બનાવતી ફેક્ટરી મેસર્સ કોરોવા મિલ્ક પ્રોડક્ટસ ઝડપાઈ હતી. રૂ.35 લાખની કિંમતનું 6500 કિલો ઘીનો જથ્થો ઝડપી પાડ્યો છે.
તેમાં વનસ્પતિ ચરબી ભેળસેળ હતી.

જામનગર
12 ઓક્ટોબર 2025માં ધ્રોલના જામનગરમાં ક્રિષ્‍ના ટ્રેડિંગ ઘીમાં સોયાબીન અને વનસ્પતિનું ભેળસેળ કરતા ઇસમોને રંગે હાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. વેપારી ભરત ખિમસુરીયા હતા.
બાકીનો બે ટન જેટલો ખાદ્ય પદાર્થ કે જેની અંદાજિત કિંમત રૂ. 5.8 લાખ જેટલી હતી.
ક્રિષ્‍ના ટ્રેડિંગ કો.નું લાયસન્‍સ રદ કરવાની કાર્યવાહી પણ હાથ ધરી હતી.

સુરેન્દ્રનગર
3 જૂન 2025માં સુરેન્‍દ્રનગર ખાતેથી મહેશ્વરી પ્રોડક્ટસ એન્‍ડ કેમીકલ્સનો 2700 કિગ્રા જેટલો જથ્થો કે જેની કિંમત આશરે રૂ. 13 લાખથી વધુ થાય છે તે જાહેર જનતાની સલામતી માટે જપ્ત કરવામાં આવ્યો.
શિવ ઇન્‍ડસ્‍ટ્રીઝ, ચોટીલા રોડ, ગુગલીયાના, થાનગઢ ખાતે રાજેશ ભરત ચાવડા હતા. શ્રી ભોગ બ્રાન્ડ), લુઝ ઘી, ઘી બનાવવા માટેના બટર તેમજ રીફાઇન્‍ડ પામોલીન ઓઇલ હતું.

નવસારી
24 જૂન 2024માં ગુજરાતના ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન નવસારીમાં  રૂ. 14 લાખનું 3000 કિલો નકલી ઘી જપ્ત કર્યુ છે. આ ઘીમાં ગંદા તેલની ભેળસેળ કરવામાં આવી હતી, જેને હેલ્થ એક્સપર્ટ્સ શરીર માટે ઝેરી ગણાવે છે. તેમાં પામોલીન તેલ મિક્સ કરવામાં આવ્યું હતું. પામોલિન તેલના 10 ડબ્બા પણ મળી આવેલ હતા.

મહેસાણા
14/10/2024માં મહેસાણા અને પાટણ ખાતે થી રૂ. 1.39 કરોડનું 45.5 ટન શંકાસ્પદ ઘીનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે. હરિઓમ પ્રોડક્ટ્સના મહેસાણાના કડીના બુડાસણમાં રાજરત્ન એસ્ટેટમાંથી
જય અંબે સ્પાઇસીસ પેઢી પાસે FSSAI નું લાઈસન્સ ધરાવતા ન હતા. ફોરેન ફેટ, પામોલીન તેલ અને ઘી પણ મળી આવેલા હતા. રામુ ડાકુરામ ડાંગી હાજર હતા. રૂ. 1.25 કરોડનો 43100 કિગ્રાનો જથ્થો કે જપ્ત કરવામાં આવ્યો હતો.

પાટણ
14/10/2024માં પાટણ સિટીમાં ત્રણ દરવાજા પાસે આવેલી નીતીનકુમાર ભાઈલાલ ઘીવાલાની પેઢીમાંથી શંકાસ્પદ ઘી ની ઉત્પાદન કરવામાં આવ્યું હતું. રૂ. 14.30 લાખનો બાકીનો 2400 કિગ્રા જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.

સિદ્ધપુર
22 ફેબ્રુઆરી 2025માં પાટણથી સિદ્ધપુર તરફ જતી રાજધાની ટ્રાવેલ્સની ખાનગી લકઝરી બસમા શંકાસ્પદ ઘીનો જથ્થો મુંબઈ લઈ જવા રવાના કરવામાં આવ્યો છે. ઘીનો નાના મોટા ડબ્બા નં.105 કિંમત રૂ.3,92,250નો જથ્થો મળી આવ્યો હતો.
લકઝરી બસના ચાલક સમીરખાન મહેબુબખાન ચાંદખાન બલોચ અને કંડકટર રણજીત દેશળાજી વિસાજી ઠાકોરની અટકાયત કરી હતી.

સિદ્ધપુર
8 ઓગસ્ટ 2024માં સિદ્ધપુરમાં આવેલી ડેરીવાલા પ્રોડક્ટસ ફેક્ટરીમાંથી શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
સિદ્ધપુર જીઆઇડીસીના પ્લોટ નં. 237માં કાર્યરત ડેરીવાલા પ્રોડક્ટસનો 5500 કિલો ઘી અશુદ્ધ હતું. ઘી માંથી વેજીટેબલ ઓઈલની ભેળસેળ હતી. 16.50 લાખની કિંમતનો ઘીનો જથ્થો સીઝ કર્યો હતો.

અંબાજી
6 ઓક્ટોબર 2023માં અંબાજી મંદિરના પ્રસાદના ઘીમાં ભેળસેળ પકડાઈ હતી.
મુખ્ય આરોપી નીલકંઠ ટ્રેડર્સના માલિક જતીન શાહે ઘીનો જથ્થો દુષ્યંત સોની પાસેથી ખરીદ્યો હતો.
23થી 29 સપ્ટેમ્બર 2023માં ભાદરવી પૂનમના ભવ્યાતી ભવ્ય મેળાનું આયોજન કરાયું હતું. પ્રસાદમાં મોહનથાળ પીરસાય છે જેના સ્ટોકને પહોંચી વળવા માટે એજન્સી દ્વારા ઘીનો જથ્થો અગાઉથી મંગાવી લેવામાં આવ્યો હતો. બાદમાં ઘીના સેમ્પલ ફેલ થતા સમગ્ર મામલો ઉઘાડો પડ્યો છે.
અમદાવાદના નીલકંઠ ટ્રેડર્સના માલિક જતીન શાહ પાસેથી ઘી ખરીદવામાં આવ્યું હતું.
પ્રસાદનો ઠેકો 2012થી 2017 સુધી ટચ સ્ટોન ફાઉન્ડેશન અમદાવાદને સોંપાયો હતો. ટચ સ્ટોન ફાઉન્ડેશને અગાઉ પ્રસાદમાં ભેળસેળ કરતા રૂ.60 હજારનો દંડ કરાયો હતો.
મોહનથાળ બનાવતી કંપની મોહિની કેટરર્સનું ટેન્ડર રિન્યું કરાયું નથી.

ડીસા
13 ઓક્ટોબર 2029માં ડીસામાં હરસોલિયાવાસ વિસ્તારમાં આવેલા સાગર દેવચંદભાઈ પંચીવાલાના ગોડાઉનમાં રૂ.6 લાખનો શંકાસ્પદ મુદ્દામાલ સિઝ કર્યો હતો. હેપ્પી તથા રાજ બ્રાન્ડ ઇન્ટર એસટી ફાયર બ્રાન્ડ ઘીના બે સેમ્પલ લીધા હતા.

સુરત
21 માર્ચ 2024માં સુરતના રાંદેરમાંથી 225 કિલો નકલી ઘી ઝડપાયું હતું. ઘીના ડબ્બા પર બ્રાન્ડેડ કંપનીના ઘીના લોગો લાગેલા હતા. રાજેશ પટેલ નામના આરોપીની ધરપકડ કરી હતી.
રીફાઇન્ડ સોયાબીન તેલ 15 કીલોગ્રામના પતરાના 5 ડબ્બાઓ તથા રાગ વનસ્પતિ 15 કીલોગ્રામના પતરાના શીલબંધ ડબ્બાઓ હતા.

સુરત
2019માં સુરત જિલ્લાના કડોદરા રોડ પર સારોલી ખાતે આવેલી અંબિકા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ચાલતી એક પેઢીમાં શંકાસ્પદ ગાયનું ઘી 15 કિલોના 21 ટીન પેકમાં 314 કિલોનો ઘીનો જથ્થો મળી આવ્યો હતો.
શંકાસ્પદ ઘી 314 કિલોગ્રામ જેની અંદાજિત કિંમત રૂ. 1 લાખ હતો.

સુરત
27 જૂન 2015માં સુરતમાં દીપ દ્રવ્ય તથા ઇન્ટર એસ્ટરીફાઈડ વેજ ફેટ રૂ. 5.5 લાખનો દંડ પણ થયેલો છે.

સુરત
15 ઓક્ટોબર 2025માં સુરતના અમરોલીની 3 દુકાનોના ઘીના નમુના નાપાસ થયા હતા. ઘીમાં ચરબી અને ફેટી એસિડનું પ્રમાણ વધુ મળ્યું હતું. 9 હજાર કિલોથી વધુ ઘી જપ્ત કર્યું હતુ. નકલી ઘી વેચનાર 4 આરોપીની ધરપકડ કરી હતી. શ્રી મહાદેવા ડેરી, ન્યૂ આદિનાથ ડેરી અને ન્યૂ આદિનાથ ગોડાઉનમાં દરોડા પાડી આ સમગ્ર કાર્યવાહી કરી હતી. મીઠાઈ તેમજ ઘી સહિતના ખાદ્ય પદાર્થોના સેમ્પલ લેવાયા હતા.

વડનગર
14 ઓક્ટોબર 2019માં મહેસાણા અને વડનગરમાં ઘીના બે વેપારી એકમોમાં રાત્રે નાયબ પોલીસ અધિક્ષક મંજીતા વણઝારાની રાહબરીમાં પોલીસ તેમજ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે ઓચિંતી તપાસ કરી હતી. જેમાં લૂઝ ઘી તેમજ ઇન્ટર એસ્ટરીફાઇડ વેજીફેટના ચાર સેમ્પલ મેળવીને ભેળસેળની શંકામાં કુલ રૂ. 84470ની મત્તાનો 1035 કિલો જથ્થો જપ્ત કર્યો હતો.

વડગામ
2019માં વડગામ તાલુકાના છાપી પાસે માહી ગામમાં શ્રી રિદ્ધિ વિનાયક પ્રોડક્ટ નામની ફેકટરીમાં ગૌરવ બ્રાન્ડનો દેશી ઘીનો રૂ.10,24,860નો જથ્થો પકડી પાડ્યો હતો. દેશી ઘી 3306 કિલો પકડાયું હતું. ડીસા અને પાલનપુર નકલી ઘી માટે કુખ્યાત થતું જાય છે.

દાહોદ
દાહોદના ખરેડી GIDCમાં ન્યુ બાબાજી એન્ટર પ્રાઇઝ નામના કારખાનામાં દરોડામાં પામોલીન તેલ સહિત નકલી ખાદ્ય પદાર્થનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે કારખાનામાંથી અલગ અલગ બ્રાન્ડના તેલના પાઉચ, સ્ટીકરો સહિત અન્ય મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. પોલીસે 1 લાખ 17 હજાર રુપિયાનો તેલનો સહિત 15 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

મહેસાણા
17 સપ્ટેમ્બર 2020માં મહેસાણાની દૂધસાગર ડેરીના રૂ. 40 કરોડના ‘સાગર’ બ્રાન્ડ ઘીમાં 16 ટકા પામ ઓઇલની ભેળસેળ મળી આવી હતી. ભેળસેળ બાદ ઘીના વેચાણમાં 34 ટકાનો ઘટાડો થયો હતો.
40 કર્મીઓની બદલી કરી નાખવામાં આવી.
GCMMFAએ 50 ટકા સબસીડી સાથે બે વર્ષથી વારંવાર કહેવા છતાં દૂધસાગર ડેરીએ ઘીમાં ભેળસેળ પકડતું GC મશીન નહોતું વસાવ્યું. ડેરીના વાઈસ ચેરમેન મોંઘજીભાઈ અને પૂર્વ એમડી નિશિથ પક્ષીના ૩ દિવસના રિમાન્ડ આપ્યા હતા.
મિલ્ક માર્કેટિંગ ફેડરેશન દ્વારા દૂધસાગર ડેરીને RM મશીનના બદલે GC (ગેસ ક્રોમેટોગ્રાફી) મશીન ખરીદવા માટે સૂચના આપવામાં આવી હતી. RM મશીન છે એ કોઈપણ ઘીની RM વેલ્યુ ચકાસી તેની શુદ્ધતા વિશે જણાવે છે.
RM ઓઈલની ભેળસેળ ન પકડાય તે માટે નવા પ્રકારના કેમિકલ્સ ઉમેરવામાં આવે છે. જેના લીધે RM મશીનથી અમુક પ્રકારની ભેળસેળ પકડી શકાતી ન હતી.
ફેડરેશન દ્વારા દૂધસાગર ડેરીમાં તપાસ હાથ ધરી ત્યારે આશરે 40 કરોડનો 600 મે.ટન જેટલો ઘીનો જથ્થો જે ગોડાઉનમાં વેચાણ માટે મૂકેલો હતો તેમાં ભેળસેળ જણાઈ આવી હતી. ષડયંત્ર રચવામાં આવ્યું હોવાનું જણાયું હતું. ભેળસેળયુક્ત ઘી નાશ કરવાના બદલે ટ્રાન્સપોર્ટરને આપી દેવાયું હતું.
દૂધસાગર ડેરીમાં પૂન્હા હરિયાણાથી ઘી લવાતું હતું, એ પ્લાન્ટમાંથી ફક્ત દૂધ અને મિલ્ક પાવડર લાવવાની મંજૂરી અપાઈ હતી. ઘી બનાવવાની મંજૂરી નહોતી અપાઈ.

નકલી ઘી
2025માં અમૂલ બ્રાન્ડ ઘીનું પાયલ ટ્રેડર્સ, સેક્ટર-26, જી.આઈ.ડી.સી, ગાંધીનગર ખાતે નકલી ઘી પકડાયું હતું. અમૂલ બ્રાન્ડનાં 15 કિ.ગ્રા. અને 500 એમ.એલ. પાઉચનો શંકાસ્પદ જથ્થો અને અમૂલ ઘીના લેબલનો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો. 207 કિ.ગ્રા. જથ્થો કે જેની અંદાજીત કિંમત આશરે રૂ. 70,000 છે તે શંકાસ્પદ જથ્થો જપ્ત કરાયો હતો.

નકલી ઘી
બનાસકાંઠા પોલીસે ડીસા તાલુકાના નાની ભાખર ગામેથી નકલી ઘી ની ફેક્ટરી ઝડપી પાડી હતી. મોટા પ્રમાણમાં અહીં અમૂલ અને સાગર બ્રાંડ ઘીના પાઉચ મોટા પ્રમાણમાં પકડી પાડ્યા હતા.

રાજકોટ
રાજકોટના કોઠારીયા રોડ પર શિવધામ સોસાયટી-૩માં રામેશ્વર ડેરીના ગોડાઉનમાં અમુલ બ્રાન્ડના નકલી ઘીના પેકીંગ કરી તેનું વેંચાણ કરતાં પોલીસે પકડી પાડ્યા હતા. જેમાં અમૂલ બ્રાન્ડના ઘીના 10 ડબ્બા રૂ.48 હજાર, 500 એમએલ અમૂલ ઘીના 1090 પાઉચ કે જેની કિંમત રૂ.2,07,100 તથા 1 લિટર અમૂલ ઘીના 61 પાઉચ કે જેની કિંમત રૂ.23180 પકડી પાડ્યા હતા.

રાજકોટ – અમૂલની નકલ
5 જૂલાઈ 2021માં રાજકોટના જૂના માર્કેટયાર્ડમાં તેલના 395 ડબ્બા જ્યારે અમૂલ ઘીના 20 ડબ્બા પકડી પાડ્યા છે. દુકાનના માલિક પિયુષ સોમનાણીએ પોતાનો બચાવ કર્યો હતો. સનફલાવર તેલમાં ભેળસેળ અંગે પોતાનો બચાવ કરતા કહ્યું હતું કે પામોલીન તેલના લેબલ ખલાસ થઇ ગયા હોવાને કારણે સનફલાવર તેલના લેબલ લગાડવામાં આવ્યા હતા. જ્યારે અમૂલ ઘીના ડબ્બા ઉઘરાણીના બદલે આવ્યા હોવાનો બચાવ કર્યો હતો.અમૂલ ઘીના ડબ્બામાં અન્ય ઘી ભેળસેળ કરવામાં આવતુ હતું. 1.13 લાખની કિંમતનું 284 કિલો નીકળી ઘી ઝડપી પાડવામાં આવ્યું હતું.

રાજકોટ
21 ઓગસ્ટ 2025માં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ગુજરાતના રાજકોટ સ્થિત ડેરી યુનિટ, મેસર્સ કોરોવા મિલ્ક પ્રોડક્ટ પ્રાઇવેટ લિમિટેડમાંથી આશરે રૂ. 35 લાખની કિંમતનું 6,500 કિલો ભેળસેળયુક્ત ઘી જપ્ત કર્યું હતું. વિદેશી ચરબી સાથે ઘીમાં ભેળસેળ થાય છે.

આણંદ
21 જૂલાઈ 2020માં  Amulની લેબમાં થયેલા ટેસ્ટમાં ભેળસેળ મળી હતી. દૂધ સંઘના ઘીમાં ભેળસેળનો આક્ષેપ હતો.

નડિયાદ
26 માર્ચ 2025માં નડિયાદ ડાકોર રોડ ઉપર ગોડાઉન નં. ૩, સલુણ તળપદમાં ભેળસેળ કરતી ક્ષેમ કલ્યાણી એન્ડ મિલ્ક પ્રોડકટસની ઘી ફેક્ટરી પકડાઈ હતી. 3109 કિલો ઘી અને ભેળસેળ કરવામાં આવતા પદાર્થનો જથ્થો જપ્ત કર્યો હતો. 8 લાખ 50 હજાર રૂપિયાનું શંકાસ્પદ ઘીનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. દિલીપસિંહ ખુમાનસિંહ રાઉલજીની પૂછપરછ કરી હતી.
ઘી (શ્રી કલ્યાણી બ્રાન્ડ) ઘી માં ઉમેરવા માટે બટર ઓઈલ તેમજ ઘીની ફલેવરની ભેળસેળ થતી હતી.
15 કિગ્રાના ડબ્બામાંથી ઘીનો નમુનો લેવામાં આવેલ. બટર ઓઇલ અને ઘીની ફલેવરનો પણ નમુના લેવામાં આવેલ. રૂ. 5 લાખ 25 હજારનો 1500 કિગ્રા જથ્થો, બટર ઓઈલ નો 1600 કિગ્રા જથ્થો અને ઘી ની ફ્લેવર નો 1 લીટર જથ્થો મળી 3100 કિગ્રા જથ્થો હતો.

કારમાંથી ઘી
અરવલ્લી જિલ્લાના મોડાસામાં અમૂલનું નકલી ઘી 113 પાઉચ એક કારમાંથી પોલીસે પકડી પાડ્યું હતું. આ અંગે સાબર ડેરીના જવાબદાર અધિકારીઓને જાણ કરતા મોડાસા આવ્યા હતા.

4 ટન ઘી
ગાંધીધામ-કચ્છના અંજાર, વર્ષામેડી ગામ પાસેના ફાર્મ હાઉસમાંથી પાંચ ટન ઘીનો જથ્થો મળી આવ્યો હતો. ફાર્મહાઉસમાં ઘીનો જથ્થો તેના માલિક યતિન પ્રભુ કોળીનો માલ હતો.

અમદાવાદ
2021માં નકલી ઘી અમદાવાદ શહેરના સાણંદ સર્કલ પાસેના જગદીશ એસ્ટેટમાંથી ઝડપાયુ હતું. બનાવટી ઘીના 15 કિલોના 160 ડબ્બા સાથે 2ની ધરપકડ કરી તપાસ કરતા ઘી કડીથી મગાવી અમદાવાદમાં પેકિંગ કરી રાજકોટ પહોંચાડાતું હતું. 15 કિલો બનાવટી ઘીનો એક ડબ્બો સીલ કરીને 1500માં આરોપીઓ તૈયાર કરી દેતા હતા. તે ડબ્બો અમૂલ ઘીમાં ખપાવીને 5 હજારમાં વેચતા હતા. જેમાં અમૂલ અને બીજી બ્રાંડના લેબલ લગાવી દેતા હતા.

સુરતમાં નકલ
2021માં સુરત પોલીસ અને આરોગ્ય વિભાગ દ્વારા દરોડા પાડ્યા હતા. સુરતમાં સુમુલ અને અમુલ સાગર ડેરીના નામે નકલી ઘી પેકિંગ કરતું એક ગોડાઉન ઝડપી પાડવામાં આવ્યું હતું. પ્રખ્યાત કંપનીના તેલ અને ઘીનું ડુપ્લિકેશન કરવાનું કારખાનું ઝડપાયું હતું.

અગાઉ
અગાઉ અમદાવાદમાં 22 ડેરીઓમાં લેવાયેલા 40 નમૂના પૈકી 80 ટકા નમૂના લેબ ટેસ્ટમાં ફેલ સાબિત થયા હતા.

કેન્સર માટે તૈયાર રહો
ડેરી પ્રોડક્ટ પૈકી સૌથી વધુ ભેળસેળ ઘીમાં સામે આવી છે. ઘીમાં ફેટ વધારવા વનસ્પતિ ઘીનો મોટાપાયે વપરાશ થાય છે. વપરાશકારોને ઝાડા-ઉલ્ટી, પેટમાં દુખાવો, આંતરડામાં ઈન્ફેક્શન, ટાઈફોઈડ, કોલેરા, લાંબા ગાળે કેન્સર થવાની શક્યતા રહે છે.

ભાજપના રાજમાં નકલી ઘીની નદીઓ

ગુજરાતના આરોગ્ય અધિકારીઓ લોકોને ભેળસેળ સાથે વપરાતા ઘીને રોકવા માટે સદંતર નિષ્ફળ નીવડ્યા છે. ગાય અને ભેંસના દૂધમાંથી બનતા ઘીના બદલે હવે ભેળસેળ યુક્ત ઘી બનાવતા હજારો લોકો છે. જેમાંથી થોડા પકડાય છે. ભાજપના રાજમાં અસલી નહીં પણ નકલી ઘીની નદીઓ વહી રહી છે. નકલી ઘીનું વેચાણ રોજ વધી રહ્યું છે. મોટાભાગના કિસ્સામાં પોલીસ દ્વારા નકલી ઘી પકડાય છે પણ લોકોના આરોગ્યની જાળવણી કરવી જેના ઉપર જવાબદારી છે એ ખોરાક અને ઔષધ નિયમન તંત્રના વડા હેમંત કોષીયા અને તેમનો સ્ટાફ કંઈ જ કરતું નથી આવી છાપ ઊભી થઈ છે. તેમની જવાબદારી સામે હવે પ્રશ્નો ઊભા થઈ રહ્યાં છે. ગોરખ ધંધા ચાલી રહ્યાં છે. ગુજરાતમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતી નકલી ઘીની ફેક્ટરીઓ ધમધમી રહી છે. ગુજરાતમાં ઘીના વેપારમાં 25 ટકા બનાવટી હોવાનું નમૂનાઓની ચકાસણીથી સ્પષ્ટ થયું છે.

પોણો કરોડનું ઘી પકડાયું
સુનેન્દ્રનગરના થાન નજીક ગુગરિયાળા ગામની હદમાં શિવ ઇન્ડસ્ટ્રીઝ ફેક્ટરીના માલિક રાજેશભાઇ ચાવડા છે, નકલી ઘી દરોડા પાડી રૂ. પોણા કરોડની કિંમતનો માલ 16 જુલાઈ 2018માં કબજે કર્યો હતો. મશીનરી અને નકલી ઘીનો જથ્થો, માખણ, પામોલિન તેલ, વાંધાજનક સામાનો ડબા, બેરલો સહિત રૂ.77 લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો. રૂ.450ના ભાવે નકલી ઘી વેચાતું હતું. નકલી ઘી નો કારોબાર 4 વર્ષથી ચાલતો હતો.  250 ગ્રામથી લઈને 15 કિલોના ડબ્બાનું પેકીંગ મળતું હતું.

કૃષ્ણ ભૂમિ દ્વારકા પણ બાકાત નહીં
કૃષ્ણ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયામાં દેશનું મોટું ઘી બજાર છે. ભાણવડ, કલ્યાણપુર તાલુકામાં કોઈ દૂઝણા પશુ ના હોવા છતાં પણ દૂધનો મોટો ધંધો ચાલે છે. નકલી દૂધમાંથી નકલી દહીં, નકલી છાસ અને નકલી ઘી બને છે. અગાઉ ખંભાળીયામાં શુદ્ધ ઘી પ્રખ્યાત હતું, હવે નકલી ઘી માટે કુખ્યાત છે. નકલી ઘી બનાવી તેમાં એશંસ નાખી નાગરવેલના પાન ગરમ કરીને તેને નકલી ઘી બનાવી દેવામાં આવે છે. 50 રૂપિયાનું ઘી એક કિલોના રૂ.500થી 600ના ભાવે વેચાય છે.

પલ્લીમાં પણ નકલી ઘી
પલ્લીમાં દેશી ઘી ચઢાવવાની પરંપરા છે. વર્ષે 15 લાખ લોકો આવે છે અને 6 લાખ લીટર ઘી ચઢાવે છે. જેની કિમત રૂ.20 કરોડ થાય છે. આ સમયે દેશી ઘીના નામે નકલી ઘી વેચનારાઓની હાટડીઓ ખુલી જાય છે.

અમદાવાદમાં નકલી ઘી નો ગોરખધંધો ૫કડાયો : 70 ડબ્બા કબજે કરાયા

ખોરાક વિભાગના અધિકારીના જણાવ્યા પ્રમાણે અમદાવાદની સરખેજ પોલીસે અમૂલ ઘીના ડબ્બામાં ભેળસેળ કરી નકલી ઘીના કૌભાંડનો પર્દાફાશ 4 ફેબ્રુઆરી 2018માં કર્યો હતો. નકલી ઘીના 70 ડબ્બા કબજે કર્યા હતા.

500 કિલો ઘી પકડાયું
જામનગર સીટી-A ડિવિઝનના વિસ્તારમાં આવું જ એક નકલી ઘી બનાવવાનું કૌભાંડ 9 ઓક્ટોબર 2018ના રોજ બન્યું છે. જામનગર પોલીસે દરોડા પાડીને પાંચ સ્થળે 500 કિલો નકલી ઘી પકડી પાડ્યું છે. 1200 લીટર દૂધ અગાઉ પકડાયું હતું. હારુન ઓસમાણ અને અમીન હારૂન ડેરી ચલાવતો હતો. રૂ. 2.62 લાખની કિંમતનો 528 કિલો નકલી ઘીનો માલ પકડાયો છે. 44 કીટલા, પામ તેલ 7 ડબ્બા, વનસ્પતિ ઘીના 19 ડબ્બા પકડાયા છે.

ઉપલેટામાં 300 કિલો પકડાયું
3 મે, 2018ના રોજ ઉપલેટામાં 300 કિલો ભેળસેળ યુક્ત બનાવટી ઘી ઝડપી પાડવામાં આવ્યું હતું. બલરાજ સહાની રોડ પર આવેલા રાધે પ્રોવિઝન સ્ટોર નામની દુકાનમાંથી લાંબા સમયથી ચાલતાં નકલી ઘી વેચવાનું કૌભાંડ પકડાયું હતું. અલગ અલગ વેજિટેબલ ઘી અને તૈલીપદાર્થ ભેળવી નકલી ઘી બનતું હતું. ડુપ્લીકેટ ઘીની ફેક્ટરી સાથે પકડાયેલાં સંજય કાછેલા ઉપલેટા અને આસપાસના ગામોમાં વેચી મારતો હતો. અલગ અલગ ઘી ભરેલા 1573 ડબ્બા, સોયાબીન તેલના 10 ડબ્બા, વનસ્પતિ ઘીના 54 ડબ્બા, 5 ગેસના સિલિન્ડર પકડાયાં છે, જે ઘી બનાવવા વપરાતાં હતા.

જેતપુરમાં 100 કિલો ભેળસેળયુક્ત ઘી મળી આવ્યું
રાજકોટના જેતપુર શહેરના રહેણાક મકાનમાં પોલીસે 100 કિલો ભેળસેળયુક્ત ઘી મળી આવ્યું હતું. ઘણા સમયથી નકલી ઘી બનાવીને લાભુબેન ભવાનભાઈ ખૂંટ નામના વૃદ્ધાના મકાનમાં તેનો જમાઈ રાજુ કેશુ કમાણી પાસેથી આ જથ્થો મળી આવ્યો છે.

કુતિયાણામાં નકલી ઘી
13 જુલાઈ, 70 ડબ્બા કેમિકલ, 25 કિલોના એક એવા 120 બારદાન, તૈયાર ઘીનો ડબો, 150 ખાલી બેરલ નકલી ઘી બનાવતી ભોલે નામની ડેરી ઉપર પોલીસે પકડી પાડ્યા હતા. 4.50 લાખનો માલ સામાન પકડાયો હતો. ડેરી માલિક મનોજ ભિષ્મપરી અને સત્યપાલ ભિષ્મપરી ગોસ્વામી પકડાયા હતા. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના લાંચીયા અધિકારીઓ આંખ બંધ કરીને તેમને ધંધો કરવા દેતા હતા.

નકલી ઘી કુતિયાણામાંથી પકડાયું હતું. 2007મા પણ નકલી ઘી બનાવનારાઓને પકડી પાડ્યા હતા. પોરબંદર જિલ્લામાં દૂધની ડેરીઓમાં પણ આ પ્રકારનું ઘી સહકારી ડેરીના નામે ઘૂસાડવામાં આવતું હોવા છતાં ખોરાક અને ઔધષ નિયમનની કચેરીના લાંચીયા અધિકારીઓ આવું ચાલવા દે છે.

દૂધની ડેરીથી 1,229 કિલો નકલી ઘી પકડાયું

ચડેલા મહેશ દૂધ કેન્દ્રમાંથી રૂ. 4.5 લાખની કિંમતનો 1,229 કિલો ઘીનો નકલી જથ્થો પકડાયો હતો. નવેમ્બર 2017મા આ ડેરીમાંથી ઘીના નમૂના લેવાયા હતા. જેનો અહેવાલ સબ સ્ટાન્ડર્ડ આવ્યા બાદ વેપારી મહેશ ભાનુ ઠક્કર સામે એજ્યુડિકેટિંગ ઓફિસર અને નાયબ કલેક્ટર દ્વારા કેસ ચલાવ્યા બાદ રૂ. 7 લાખનો દંડ કરાયો હતો. ઘીના જથ્થાનો ભૂજના નાગોર રોડના ડમ્પિંગ સ્થળે નાશ કરાયો હતો.

અમૂલ ઘીના નામે ભેળસેળ
29 નવેમ્બર, 2017 બનાસકાંઠા જીલ્લામાં ડિસામાં પોલીસે નકલી ઘી પકડી પાડ્યા બાદ હવે ડિસાના ચંડીસરમાં પોલીસે એક ફેક્ટરીમાં દરોડો પાડતાં પોલીસનાં હાથે શંકાસ્પદ ઘી ઝડપાયું હતું. 600થી વધારે અમૂલ બ્રાન્ડના ઘીના ડબ્બા જોવા મળ્યા હતાં. હેલ્થ નામની કંપનીનું ઘી બનાવતાં હોવાનું માલિક દ્વારા કહ્યું હતું.

પાલનપુરમાં બટાકા અને પપૈયાનું ઘી મળે છે. પાલનપુરમાં નકલી ઘી વેચનાર ટોળકી પકડાઈ, તો તેણે ઘી બનાવવા માટે બટાકા અને પપૈયા તથા પ્રિઝર્વેટિવ અને બીજા કેમિકલ્સનો ઉપયોગ કર્યો હતો. તેની પોલ એક જાગૃત્ત નાગરિકે પકડી પાડતાં લોકોએ ધૂલાઈ કરી હતી. ઘી બનાવવાનું કામ ઝૂંપડપટ્ટીમાં ચાલતું હતું.

બનાસકાંઠા
21 ડિસેમ્બર 2025માં બનાસકાંઠાના ચંડીસર GIDCમાં ગેરકાયદેસર ઘી ઉત્પાદનનો પર્દાફાશ  રૂ. 24 લાખનો શંકાસ્પદ જથ્થો જપ્ત પેઢી સીલ કરી હતી. ભાવેશ ચોખાવાલા સામે કાર્યવાહી પામોલીન તેલ અને એડલ્ટરન્ટ સાથે ઘી જપ્ત કરાયું હતું. પામોલીન તેલ, લેબલ વગરના પ્રવાહી અને અન્ય એડલ્ટરન્ટ પદાર્થોનો સંગ્રહ મળી આવ્યો. ઘુમર નામે ગાય અને ભેંસના ઘી વેચતા હતા.

અમૂલનું નકલી ઘી
27 ઓક્ટોબર, 2017મા રાજકોટમાં અનેક વખત પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય તંત્રએ નકલી, ભેળસેળીયું અમૂલ બ્રાન્ડનું નકલી ઘી વેચતા આજીડેમ પોલીસે મામા-ફઈના બે ભાઈઓને પકડ્યા હતા. ડબ્બા, પાઉચમાં ભરી વેચવાનું કારસ્તાન ઝડપી લઈ આ બંને સામે ગુનો નોંધી ધરપકડ કરી રૂ. 2.78 લાખનું નકલી ઘી જપ્ત કર્યું છે. રૂ. 48,000ના અમૂલના 10 ઘીના ડબ્બા. રૂ. 2.07 લાખના 500ml ઘીના 1,090 પાઉચ, રૂ. 23,180ના 1 લીટર ઘીના 61 પાઉચ હતા. ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિ. – અમુલના રાજકોટ બ્રાન્ચના મેનેજરને જાણ કરી હતી. IPC 272, 273, 420, ટ્રેડ એન્ડ મર્કેન્ડાઇઝ માર્ક એક્ટ 1958 કલમ 78 B, D, E હેઠળ ગુનો નોંધ્યો છે.

સાગરનું નકલી ઘી
4 ફેબ્રુઆરી, 2018મા ધાનેરા તાલુકામાં ખાદ્ય તેલ અને ઘીમાં નકલી માર્કા લગાવી જાણીતી કંપનીના અખાદ્ય તેલ અને ઘીનો મોટા વેચવામાં આવે છે. 15 કિલોના પેકમાં રૂ. 300નો ભાવફેર એક ગ્રાહકને લાગતાં તેને શંકા ગઈ હતી. અગાઉ પણ આ રીતે ઘી પકડાયું હતું.

દૂધસાગર અમૂલ ડેરીના 900 ટન ઘીમાં ભેળસેળ

દૂધસાગર અમૂલ ડેરીના 900 ટન ઘીમાં ભેળસેળ

દૂધસાગર ડેરીને હિમાચલ-હરિયાણામાં શરૂ થશે, પણ આ 12 ભ્રષ્ટાચારનું શું કર્યું ભાજપે ?

દૂધસાગર ડેરીને હિમાચલ-હરિયાણામાં શરૂ થશે, પણ આ 12 ભ્રષ્ટાચારનું શું કર્યું ભાજપે ?

શ્વેતક્રાંતિ હવે બ્લેકક્રાંતિ

ખાનગી દૂધ ડેરી ગુજરાતને પાયમાલ કરશે, શ્વેતક્રાંતિ બની રહી છે બ્લેકક્રાંતિ

સજા
ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ, 2006 મુજબ 1 લાખ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. 6 મહિનાથી લઈને 7 વર્ષ સુધીની સજા થઈ શકે છે. ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થો ખાવાથી મૃત્યુ પામે છે, તો ભેળસેળ કરનારને આજીવન કેદ અથવા 10 વર્ષ સુધીની સજા થઈ શકે છે.
કોઈના જીવને કોઈ ખતરો નથી, તો તે છેતરપિંડી હેઠળ આવે છે.

ઘી કેમ બને
માખણને 64° સે. તાપમાને ગરમ કરતાં તે પીગળે છે અને તેમાં ફીણ ઉત્પન્ન થાય છે. તેના કદમાં વધારો થાય છે. 94° સે. તાપમાન પહોંચતાં સુધી આ પ્રક્રિયા ચાલુ રહે છે અને ભેજ પૂર્ણ રીતે ઊડી જાય ત્યાં સુધી આ તાપમાન રહે છે. પછી તાપમાન 98° સે. પહોંચે છે, તે વખતે પ્રવાહી ઘટ્ટ બને છે અને ઊભરા આવતાં પરપોટા ફૂટવા માંડે છે. ત્યારપછી તાપમાન 110° સે. પહોંચતાં ગઠ્ઠારૂપી દહીં છાશના રૂપમાં તરવા માંડે છે, જે 120° સે. તાપમાને વાસણના તળિયે બેસી જાય છે.

આ વખતે મોટા પરપોટા નાના પરપોટામાં પરિવર્તન પામે છે અને બદામી જેવો રંગ પકડે છે તે બતાવે છે કે ઘી હવે બની ગયું છે. તેને વધુ ગરમ કરવાનું બંધ કરવામાં આવે છે અને તેને ગાળી લેવામાં આવે છે. ગરમ કરતી વખતે તાપમાન 128° સે.થી વધુ થવા દેવું હિતાવહ નથી. ઘી બનાવતી વખતે ઓછી ગરમી આપવાથી તેમાં ભેજ રહી જાય છે અને વધુ ગરમ કરવામાં આવે તો દહીં બળવાથી ઘી બળી ગયું હોય તેવી વાસ આવે છે. તે વખતે પ્રજીવક ‘A’નો નાશ થાય છે, તેમાં ટેલો (ચરબી) જેવી વાસ આવે છે અને તેનું દાણાદાર બંધારણ થતું નથી.

તપાસ કરો
સુગંધથી પારખો શુદ્ધ ઘીમાં એક વિશિષ્ટ, અખરોટ જેવી સુગંધ હોય છે, જે ગરમ થાય ત્યારે તીવ્ર બને છે. કૃત્રિમ અથવા ભેળસેળયુક્ત ઘીમાં ઘણીવાર આ સુગંધ હોતી નથી, આ બાબત તે ઘી ભેળસેળયુક્ત હોવાનો સંકેત આપે છે.
રંગ દ્વારા પરીક્ષણ ગાયનું અસલી ઘી હળવા સોનેરી અને પીળા રંગનું હોય છે. તેમાં કૃત્રિમ રંગો નથી હોતા. જો ઘી અસામાન્ય રીતે ચમકદાર દેખાય અથવા તેનો કુદરતી રંગ ન હોય તો તે અશુદ્ધ હોઈ શકે છે.
ઘીની રચનાને ધ્યાનથી જુઓ શુદ્ધ ઘી સ્મૂધ અને મલાઈ જેવું હોય છે. જ્યારે રેફ્રિજરેટ કરવામાં આવે છે ત્યારે તે થોડું થીજી જાય છે, પરંતુ જ્યારે ગરમ થાય છે ત્યારે તે સરળતાથી પીગળી જાય છે. ચીકણું ઘી ભેળસેળ સૂચવે છે.
ગરમ કરીને અને શુદ્ધતા તપાસો શુદ્ધતા ચકાસવા માટે, એક વાસણમાં થોડું ઘી ગરમ કરો. શુદ્ધ ઘી સ્પષ્ટ અને કાંપથી મુક્ત રહે છે. જો કેટલોક કચરો તળિયે સ્થિર થાય તો ઘીમાં ભેળસેળ હોવાની શક્યતા રહે છે.
સળગાવીને પરીક્ષણ કરો ગરમ તવા પર એક ચમચી ઘી મૂકો. શુદ્ધ ઘી કોઈપણ કચરો બાકી રાખ્યા વિના ઝડપથી ઓગળી જાય છે અને ધુમાડામાં બાષ્પીભવન થઈ જાય છે. અશુદ્ધ ઘીમાંથી દુર્ગંધ આવી શકે છે અથવા વાસણમાં કચરા જેવું છોડી શકે છે.
રેફ્રિજરેશન ટેસ્ટ શુદ્ધ ઘી જ્યારે રેફ્રિજરેટરમાં રાખવામાં આવે ત્યારે ઘન બને છે, પરંતુ જ્યારે સામાન્ય તાપમાને રાખવામાં આવે છે ત્યારે તે પીગળી જાય છે. જો રેફ્રિજરેટ કર્યા પછી પણ તે પ્રવાહી રહે છે, તો આ ઘી નકલી અને ભેળસેળવાળું છે.
પાણી સાથે તપાસો આ માટે સૌથી પહેલા એક ગ્લાસ પાણી લો. પછી તેમાં થોડું ઘી નાખો. જો ઘી પાણીમાં તરે તો શુદ્ધ છે અને જો ઘી પાણીમાં ડૂબી જાય તો તે ભેળસેળયુક્ત છે.