રાજ્યના સૌથી ઊંચા પર્વત ગિરનારને રોપ-વેથી જોડવાનો પ્રોજેક્ટ 2017માં શરૂ થયો હતો. હાલમાં ગીરનારરોપ-વેની કામગીરી અંતિમ તબક્કામાં છે. ઉલ્લેખનીય છે કે જૂનાગઢ રોપ-વે પર્વતની જટિલતાના કારણે એંજિનિયિરીંગ માર્વેલ પણ ગણાશે.
વધુ વાંચો: વડનગરમાં ઈનડોર સ્ટેડિયમ અને હેરિટેજ પાર્ક બનાવાશે
પર્યાવરણ અને બીજા કારણો સર પ્રોજેક્ટને જલ્દી પરવાનગી મળતી નહોતી તેમજ ગીરનારપર્વતનો કેટલો ભાગ અતિ જટિલ હોવાથી ત્યાં એંજિનિયરીંગ પડકારો પણ હતા. દરમિયાન ગિરનારી ગીધના માળા અને તેના સંરક્ષણની ચિંતા હતી. કેન્દ્રમાં મોદી સરકારની રચના થતા નવો રૂટ અને રોડમેપ તૈયાર કરીને જાણીતી કંપનીને કામ સોંપવામાં આવ્યું. હવે જે લોકો પોતાના પગે ગીરનારજઈ નથી શકતા તેમના માટે અંબાજી માના દર્શનનું સ્વપ્ન સાકાર થશે.